Fact Check : ટેન્કર માંથી ગેસ લિક થવાનો આ વાયરલ વીડિયો એક વર્ષ જૂનો છે, વાયરલ પોસ્ટ નકલી છે

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાઈરલ પોસ્ટ નકલી સાબિત થઈ. કેટલાક લોકો છેલ્લા વર્ષની વિડિઓને વર્તમાન ઓક્સિજન કટોકટી સાથે જોડીને વાયરલ કરી રહ્યાં છે. આ વાયરલ વીડિયો જુલાઈ 2020 માં જયપુરમાં નાઇટ્રોજનથી ભરેલા ટેન્કરના લિકેજનો છે.

વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી). દેશમાં કોરોના સંકટને કારણે ઓક્સિજનના અભાવે ઘણા નકલી સંદેશા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હવે એક વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજસ્થાનની કોંગ્રેસ સરકાર કેન્દ્ર સરકાર પાસે ઓક્સિજન માંગી અને તેને હવામાં બરબાદ કરી દીધી.આ વીડિયોમાં ગેસને ટેન્કરમાંથી નીકળતા જોઇ શકાય છે. વપરાશકર્તાઓ આને સાચું લઈ રહ્યા છે અને વાયરલ કરી રહ્યા છે. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાઈરલ પોસ્ટ નકલી હોવાનું બહાર આવ્યું છે.

અમારી તપાસમાં સાબિત થયું કે જુલાઈ 2020 માં, નાઇટ્રોજનથી ભરેલા ટેન્કરનું ઢાંકણું ખૂલી જવાને લીધે જયપુરની બહારના વિસ્તારમાં ગેસ લિકેજ થયો હતો. વર્તમાન ઓક્સિજન કટોકટી સાથે તેનો કોઈ સંબંધ નથી.

શું વાયરલ થઈ રહ્યું છે

ફેસબુક વપરાશકાર અમિત હિન્દુએ 14 મેના રોજ એક વીડિયો અપલોડ કરતાં લખ્યું: ‘આજે, આખું રાષ્ટ્ર ઓક્સિજન વિના મરી રહ્યું છે અને કોંગ્રેસ શાસિત આ રાજ્ય, રાજસ્થાન, મોદી સરકાર પાસે વધુ ઓક્સિજનની માંગ કરીને મંગાવેટો છે પરંતુ તેને સ્ટોર કરવા માટે કોઈ ઉપાય ન હોવાથી તેમણે ટેન્કર ખાલી કરવાની નવી રીત શોધી કાઢી.આ વિડિઓ જયપુરનો છે. એચએમઓઇન્ડિયા કાર્યવાહી કરે. ‘

ફેસબુક પોસ્ટનું આર્કાઇવ કરેલું સંસ્કરણ અહીં જુઓ.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે ગૂગલ સર્ચથી તપાસ શરૂ કરી હતી. ગૂગલમાં, અમે સંબંધિત કીવર્ડ્સ લખીને શોધવાનું શરૂ કર્યું. શોધ દરમિયાન, અમને લાઈવ હિન્દુસ્તાન યુટ્યુબ ચેનલ પર એક વિડિઓ મળી આવ્યો. 25 જુલાઈ 2020 ના રોજ અપલોડ થયેલ આ વિડિઓમાં વાયરલ વીડિયો પણ મળી આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે જયપુરમાં ટેન્કરની છત પુલ સાથે આથડવાથી એમોનિયા ગેસ લીક થય. ટેન્કર 13 ટનથી વધુ ગેસથી ભરેલું હતું. સંપૂર્ણ વિડિઓ અહીં જુઓ.

આવી જ રીતે ફર્સ્ટ ઈન્ડિયા ન્યૂઝ રાજસ્થાનની યુટ્યુબ ચેનલ પર અમને એક વિડિઓ પણ મળ્યો. તે 24 જુલાઈ 2020 ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે ગેસ ટેન્કરથી ટોંક રોડ ઉપર ગેસ લિક થયો હતો. અહીં સંપૂર્ણ સમાચાર જુઓ.

તપાસ દરમિયાન અમારો મેગેઝિન ડોટ કોમ પર એક સમાચાર પણ માળ્યા. 24 જુલાઈ, 2020 ના રોજ એક સમાચારમાં એવું જાણવા મળ્યું હતું કે, જયપુરના શિવદાસપુરા વિસ્તારમાં ટેન્કરમાંથી એમોનિયા ગેસ લિકેજ થવાને કારણે ગભરાટ ફેલાઈ હતી. અહીં સંપૂર્ણ સમાચાર વાંચો.

તપાસના બીજા તબક્કામાં વિશ્વાસ ન્યૂઝએ જયપુરમાં સંપર્ક કર્યો હતો. રાજસ્થાનના દૈનિક જાગરણના વરિષ્ઠ પત્રકાર નરેન્દ્ર શર્માએ અમને જણાવ્યું હતું કે વાયરલ વીડિયો સાથે કરવામાં આવી રહેલો દાવો સંપૂર્ણપણે નકલી છે. આ વિડિઓ ગત વર્ષનો છે. તે સમયે એક ટેન્કરનું ઢાંકણું રેલ્વે બાયપાસ સાથે અથડાયું હતું અને તે ખુલી ગયું હતું.

વિશ્વાસ ન્યૂઝે આ વાયરલ દાવાને શેર કરતા ફેસબુક યુઝર અમિત હિન્દુની પ્રોફાઇલ સ્કેન કરી છે. આ એકાઉન્ટ ઑક્ટોબર 2013 માં બનાવવામાં આવ્યું હતું.

निष्कर्ष: નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાઈરલ પોસ્ટ નકલી સાબિત થઈ. કેટલાક લોકો છેલ્લા વર્ષની વિડિઓને વર્તમાન ઓક્સિજન કટોકટી સાથે જોડીને વાયરલ કરી રહ્યાં છે. આ વાયરલ વીડિયો જુલાઈ 2020 માં જયપુરમાં નાઇટ્રોજનથી ભરેલા ટેન્કરના લિકેજનો છે.

Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ