X
X

Fact Check: ગાડીમાંથી દારૂ વહેંચાવામાં આવતો હોવાનો આ વીડિયો 4 વર્ષથી છે ઈન્ટરનેટ પર, ખેડૂત આંદોલન સાથે નથી કોઈ સંબંધ

ગાડીમાંથી દારૂ વહેંચવામા આવતો હોવાનો આ વીડિયો એપ્રિલ 2020થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. તેનો અગાઉના કે તાજેતરના કિસાન આંદોલનની સાથે કોઈ સંબંધ નથી.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) વિવિધ માંગણીઓને લઈને પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને લઈને સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આમાંથી એક વીડિયોમાં કેટલાક લોકોને ગ્લાસ લઈને ડ્રાઈવર પાસેથી દારૂ લેતા બતાવવામાં આવ્યા છે. કેટલાક યુઝર્સ આ વીડિયોને તાજેતરના ખેડૂત આંદોલનની સાથે જોડીને શેર કરી રહ્યા છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ગાડીમાંથી દારૂ વહેંચનાર લોકોનો આ વીડિયો એપ્રિલ 2020થી ઈન્ટરનેટ પર છે, જ્યારે 17 સપ્ટેમ્બર 2020ના રોજ ત્રણેય કૃષિ બિલ લોકસભામાં પાસ થયા હતા અને નવેમ્બર 2020માં ખેડૂતોએ દિલ્હી ચલોનું એલાન કર્યું હતું. આનાથી સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયોનો અગાઉના કે તાજેતરના ખેડૂત આંદોલનની સાથે કોઈ સંબંધ નથી.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝર Sandeep Dhama (આર્કાઇવ લિંક)એ 16 ફેબ્રુઆરીએ વીડિયોને પોસ્ટ કરતા તેને સિંઘુ બોર્ડરનો ગણાવ્યો. યુઝરે લખ્યું, “સિંઘુ બોર્ડર પર બેઠેલ ભૂખ અને તરસથી બેચેન ક્રાંતિકારી ખેડૂતોનું એક ટોળું. આ છે આંદોલન”

ફેસબુક પર કેટલાક અન્ય યુઝર્સે પણ આ વીડિયોને સમાન દાવાની સાથે શેર કર્યો છે.

તપાસ

વાયરલ દાવાની તપાસ માટે અમે વીડિયોની કીફ્રેમ કાઢીને તેને ગૂગલ લેન્સની મદદથી સર્ચ કર્યું. ફેસબુક યુઝર Gym Jan De Shaukeen Punjabiએ આ વીડિયોને 11 એપ્રિલ 2020ના રોજ પોસ્ટ (આર્કાઇવ લિંક) પોસ્ટ કર્યો છે. જોકે, આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

યાન્ડેક્સ રિવર્સ ઈમેજ સર્ચમાં અમને આ વીડિયો યુટ્યુબ ચેનલ R PUNJABI પર પણ મળ્યો. તેને 11 એપ્રિલ 2020ના રોજ અપલોડ કરવામાં આવ્યો છે.

‘બાગી બલિયા’ ફેસબુક યુઝરે પણ તેને 11 એપ્રિલ 2020 (આર્કાઇવ લિંક)ના રોજ અપલોડ કર્યો છે.

આ વિશે વધુ માહિતી માટે અમે સિંઘુ બોર્ડર પર રિપોર્ટિંગ કરી રહેલા ETV ભારતના પત્રકાર હર્ષિત મિશ્રા સાથે સંપર્ક કર્યો, તેમનું કહેવું છે કે, હજુ સુધી અહીં ખેડૂતો પહોંચ્યા નથી. આવો કોઈ કિસ્સો અહીં સામે આવ્યો નથી. આ વીડિયો ગત વખતે પણ વાયરલ થયો હતો.

શંભુ બોર્ડર પર રિપોર્ટિંગ કરી રહેલા દૈનિક જાગરણના પત્રકાર દિલીપ મૌદગીલે કહ્યું કે ત્યાં આ પ્રકારનમી કોઈ ઘટના નોંધાઈ નથી.

9 ડિસેમ્બર 2021ના રોજ AajTakની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, ત્રણેય કૃષિ બિલ 17 સપ્ટેમ્બર 2020ના રોજ લોકસભામાં પસાર થયા હતા. 20 સપ્ટેમ્બરે તેને રાજ્યસભામાં પાસ કરવામાં આવ્યા હતા. તેને લઈને 25 સપ્ટેમ્બરે ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો અને 27મીએ રાષ્ટ્રપતિએ આ બિલને મંજૂરી આપી દીધી. આ પછી 25 નવેમ્બર 2020ના રોજ ખેડૂતોએ દિલ્હી કૂચનું એલાન કર્યું. 

આનાથી એ તો સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયો લગભગ ચાર વર્ષથી ઈન્ટરનેટ પર હાજર છે અને તેનો ન તો અગાઉના ખેડૂત આંદોલનની સાથે કોઈ સંબંધ હતો કે ન તો આ આંદોલન સાથે કોઈ સંબંધ છે. જોકે, વિશ્વાસ ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતું કે આ વીડિયો ક્યારનો છો અને ક્યાંનો છે.

વીડિયોને ભ્રામક દાવાની સાથે શેર કરનાર ફેસબુક યુઝરની પ્રોફાઈલને અમે સ્કેન કરી. દિલ્હીમાં રહેતો યુઝર એક રાજકીય પક્ષ સાથે જોડાયેલો છે.

निष्कर्ष: ગાડીમાંથી દારૂ વહેંચવામા આવતો હોવાનો આ વીડિયો એપ્રિલ 2020થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. તેનો અગાઉના કે તાજેતરના કિસાન આંદોલનની સાથે કોઈ સંબંધ નથી.

  • Claim Review : ગાડીમાંથી દારુ વહેંચવામાં આવતો હોવાનો આ વીડિયો તાજેતરના ખેડૂત આંદોલનનો છે
  • Claimed By : FB User- Sandeep Dhama
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later