ફેક્ટ ચેકઃ હોસ્પિટલના પલંગ પર જોવા મળેલો ઈમરાન ખાનનો આ વીડિયો તેમના પર તાજેતરમાં થયેલા હુમલા પછીનો નથી

નવી દિલ્હી, વિશ્વાસ ન્યૂઝ: હાલમાં સોશિયલ મીડિયા એપ્સ પર દરરોજ હજારો ફોટો અને વીડિયો વાયરલ થાય છે. ત્યારે કેટલાક એવા પણ ફોટો અને વીડિયો હોય છે કે જેને ખોટી રીતે અને ખોટા દાવા સાથે શેર કરવામાં આવે છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન બેડ પર સુતેલા જોવા મળે છે અને મીડિયા સાથે વાતચીત કરી રહ્યા છે. 3 નવેમ્બરના રોજ ઈમરાન ખાન ઉપર રેલીમાં હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ગોળી વાગતા ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટના બાદ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે આ વીડિયો ઈમરાન ખાન પર તાજેતરમાં થયેલા હુમલા પછીનો છે. પરંતુ જ્યારે વિશ્વાસ ન્યુઝ દ્વારા આ વીડિયોની તપાસ કરવામાં આવી તો તેમાં જાણવા મળ્યું કે આ દાવો ભ્રામક છે અને આ વીડિયો 2013નો છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

ઈમરાન ખાન પર હુમલા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક યુઝરે આ વીડિયો અપલોડ કર્યો હતો. જેના કેપ્શનમાં લખ્યું છે કે, ઈમરાન ખાનને લઈને દેશ માટે બ્રેકિંગ ન્યુઝ લિવિંગ માર્ચ ફોર ધ નેશન દરમિયાન તેના પર ફાયરિંગ, દેશ માટે ખુબ જ દુઃખદ સમાચાર.

આ વાયરલ પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકો છો..

તપાસ

આ વાયરલ વીડિયોની તપાસ કરવા માટે અમે સૌ પ્રથમ InVid ટૂલમાં વીડિયો અપલોડ કર્યો. તેની ઘણી કીફ્રેમ્સ કાઢી અને તેમને Google રિવર્સ ઈમેજ માં સર્ચ કરવામાં આવી. જેમાં અમને 8 મે, 2013ના રોજ ધ ટેલિગ્રાફની વેરિફાઈડ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલો આ વીડિયો મળી આવ્યો હતો. વીડિયો સાથે અહીં આપવામાં આવેલી માહિતી મુજબ ‘રેલી દરમિયાન ઈમરાન ખાન મિકેનિકલ લિફ્ટમાંથી સ્ટેજ પર પડી ગયા હતા. હોસ્પિટલના બેડ પરથી તેમનું ઈન્ટરવ્યુ.

આ જ વીડિયો યુરો ન્યૂઝની યુટ્યુબ ચેનલ પર પણ મળી આવ્યો છે. આ વીડિયો 8 મે 2013ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયો સાથે લખવામાં આવ્યું છે કે, પાકિસ્તાની રાજનેતા ઈમરાન ખાન લાહોરમાં એક રેલી દરમિયાન લિફ્ટમાંથી પડી જવાથી ઈજાગ્રસ્ત થયા હતા.

આ મામલે વધુ તપાસ કરતા અમને 7 મે 2013ના રોજ બીબીસી પર પ્રકાશિત એક સમાચાર મળી આવ્યા હતા. જેમાં મળેલી માહિતી મુજબ “પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના પ્રમુખ ઈમરાન ખાન લાહોરમાં એક રેલી દરમિયાન સ્ટેજ પર જઈ રહેલી લિફ્ટમાંથી પડી ગયા હતા. ઈમરાનને માથામાં ઈજા થઈ છે અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે. સંપૂર્ણ સમાચાર અહીં વાંચી શકાય છે..

4 નવેમ્બર 2022ના ડૉન ન્યૂઝના સમાચાર મુજબ ગુરુવારે સાંજે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ગોળી મારી દેવામાં આવી હતી. આ હુમલો ત્યારે થયો જ્યારે તેમની ‘હકીકી આઝાદી’ માર્ચ રેલી વજીરાબાદના અલ્લાહવાલા ચોક પહોંચી હતી. ત્યારબાદ એક શંકાસ્પદ વ્યક્તિએ ઈમરાન ખાન સહિત તમામ નેતાઓને લઈ જઈ રહેલા કન્ટેનર પર ગોળીબાર કર્યો હતો. જેમાં ઈમરાન ખાનને ગોળી વાગી હતી અને ઘણા નેતાઓ ઘાયલ થયા હતા. સંપૂર્ણ સમાચાર અહીં વાંચી શકાય છે..

અમે વાયરલ વીડિયોની પુષ્ટિ કરવા માટે પાકિસ્તાન 92 ન્યૂઝના પત્રકાર આરિફ મહમૂદનો સંપર્ક કર્યો અને તેમની સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો શેર કર્યો. તેઓએ અમને જણાવ્યું કે આ જ્યારે ઈમરાન ખાન લિફ્ટમાંથી પડી ગયા હતા ત્યારનો જૂનો વીડિયો છે. ઈમરાન ખાન પર થયેલા હુમલા વિશે વાત કરતા તેમણે કહ્યું કે તેમની હાલતમાં હવે સુધારો થયો છે અને મામલાની તપાસ ચાલી રહી છે.

આ ભ્રામક દાવા સાથે વીડિયો શેર કરનાર ફેસબુક યુઝરના સોશિયલ સ્કેનીંગમાં અમને જાણવા મળ્યું કે આ પેજ પાકિસ્તાનથી ઓપરેટ કરવામાં આવે છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયોની તપાસ કરી અને જાણવા મળ્યું કે દાવો ભ્રામક છે. વાયરલ વીડિયો 2013નો છે. જ્યારે તે એક રેલી દરમિયાન લિફ્ટમાંથી પડી જવાથી ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે આ જૂના વીડિયોને હાલના કેસ સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને હાલની ઘટના સાથે કોઈ લેવાદેવા નથી.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ