ફેક્ટ ચેકઃ ગુજરાત ચૂંટણીમાં હાર્દિક પટેલનું ત્રણ વર્ષ જૂનું નિવેદન હવે થયું વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): આ ઈન્ટરનેટના જમાનામાં મોટાભાગના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. આ સોશિયલ મીડિયા પર દરરોજ હજારો ફોટો અને વીડિયો વાયરલ થાય છે. જેમાં કેટલાક ફોટો અને વીડિયો ખોટા અને ભ્રામક દાવા સાથે પણ શેર કરવામાં આવતા હોય છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વચ્ચે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની નકલી અને ભ્રામક પોસ્ટ વાયરલ થઈ રહી છે. હવે ભાજપના નેતા હાર્દિક પટેલનો એક વીડિયો એડિટ કરીને વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં તેઓ ભાજપ વિરુદ્ધ બોલતા જોઈ શકાય છે. વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હાર્દિક પટેલે ઉમેદવારી નોંધાવ્યા બાદ ભાજપ પર પ્રહારો કર્યા હતા. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની વિગતવાર તપાસ કરી. આ તપાસમાં કોંગ્રેસમાં હતા ત્યારે હાર્દિક પટેલે આ નિવેદન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. હાર્દિક પટેલે મે 2019માં કૌશામ્બીની સંસદીય ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપતી વખતે આ વાત કહી હતી. આ વીડિયોને ગુજરાતની ચૂંટણી કે હાર્દિક પટેલના નોમિનેશન સાથે કોઈ લેવાદેવા નથી.

શું છે વાયરલ પોસ્ટમાં ?

હાલમાં સોશિયલ મીડિયામાં ફેસબુક પેજ મંહેંગાઈ કી માર’ દ્વારા 19 નવેમ્બરે 18 સેકન્ડનો એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો છો કે, હાર્દિક પટેલને ભાજપની ટિકિટ મળતાની સાથે જ પોતાના રંગમાં આવી ગયો. કહ્યું – સાહેબ ખોટું બોલે છે, તે ખોટા વચનો આપે છે, હું નથી કરતો. બધા પર આક્ષેપો ???

કરવામાં આવેલી ફેસબુક પોસ્ટને તમે અહિંયા જોઈ શકો છો. આ પોસ્ટને સાચી માનીને અન્ય યુઝર્સ પણ તેને વાયરલ કરી રહ્યા છે. પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકો છો.

તપાસ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે વિરમગામ વિધાનસભા બેઠક પરથી હાર્દિક પટેલને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. વિશ્વાસ ન્યૂઝે હાર્દિક પટેલના વાયરલ વીડિયોના આધારે અનેક કીવર્ડ બનાવ્યા છે. ત્યારબાદ તેના દ્વાયા સર્ચ કરવાનું શરૂ કર્યું. આ સર્ચમાં અમને ટ્વિટર હેન્ડલ પર 4 મે, 2019ના રોજ અપલોડ કરવામાં આવેલો અસલ વીડિયો મળી આવ્યો. ઈન્ડિયા 7 નામના ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો અપલોડ કરતા જણાવવામાં આવ્યું હતું કે કૌશામ્બીના પ્રવાસે આવેલા કોંગ્રેસ પાર્ટીના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ગિરીશ પાસીના સમર્થનમાં જાહેર સભાને સંબોધતા હાર્દિક પટેલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂઠું બોલે છે.

https://twitter.com/INDIA7_OFFICIAL/status/1124636860481859584

ઉલ્લેખનીય છે કે 2019માં હાર્દિક પટેલ કોંગ્રેસમાં હતો. તેઓ થોડા મહિના પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.

વધુ તપાસ કરતા વિશ્વાસ ન્યૂઝે કૌશામ્બીમાં હાર્દિક પટેલની જાહેરસભાના સમાચાર શોધવાનું શરૂ કર્યું. 5 મે, 2019ના રોજ અમર ઉજાલાની વેબસાઈટ પર પ્રકાશિત એક સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે કૌશામ્બી સંસદીય ક્ષેત્રમાં 6 મેના રોજ મતદાન થવાનું છે. કોંગ્રેસના ઉમેદવાર ગિરીશ પાસીના સમર્થનમાં પાર્ટીના નેતા હાર્દિક પટેલે કાદીપુરમાં જાહેર સભા કરી અને મત માંગ્યા. સંપૂર્ણ સમાચાર અહીં વાંચી શકો છો.

તપાસને આગળ વધારતા વિશ્વાસ ન્યૂઝે ગુજરાતી જાગરણના રાજકીય તંત્રી રાજેન્દ્રસિંહ પરમારનો સંપર્ક કર્યો હતો. તેણે કહ્યું કે વાયરલ પોસ્ટ ભ્રામક છે. હાર્દિક પટેલ સાથે જોડાયેલો આ વીડિયો ઘણો જૂનો છે. તેમણે ગુજરાતની ચૂંટણીમાં આવું કોઈ નિવેદન આપ્યું નથી.આ જૂના વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતની આ ચૂંટણી સાથે વીડિયોને કોઈ લેવાદેવા નથી.

તપાસના અંતે હાર્દિક પટેલનો ત્રણ વર્ષ જૂનો વીડિયો વાયરલ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે ‘મહંગાઈ કી માર’ ફેસબુક પેજને 33 હજારથી વધુ લોકો ફોલો કરે છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં ભાજપના નેતા હાર્દિક પટેલના નામની વાયરલ પોસ્ટ ગેરમાર્ગે દોરનારી હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત ચૂંટણીના ભ્રામક દાવા સાથે તેમનો ત્રણ વર્ષ જૂનો વીડિયો હવે શેર કરવામાં આવી રહ્યો છે. હાર્દિકે કોંગ્રેસમાં હતા ત્યારે આ નિવેદન આપ્યું હતું. આ વીડિયોને તેના નોમિનેશન સાથે કોઈ લેવાદેવા નથી.આ વીડિયો હાલનો નથી.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ