Fact Check: સડક છાપ રોમિયોને માર મારતી ગુજરાત પોલીસનો આ વીડિયો અત્યારનો નહીં, 8 વર્ષ જૂનો છે

સુરત પોલીસનો રોડ રોમિયોની ધોલાઈ કરતો વાયરલ વીડિયો ડિસેમ્બર 2015નો છે. આને વર્તમાન પરિસ્થિતિ સાથે કોઈ લેવાદેવા નથી.

દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર બે રોમિયોની ધોલાઈનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પોલીસકર્મીઓ રોડની વચ્ચે યુવકોને લાકડીઓ વડે મારતા જોવા મળી રહ્યા છે. કેટલાક યુઝર્સ આ વીડિયોને શેર કરીને દાવો કરી રહ્યા છે કે ગુજરાતમાં છોકરીઓની છેડતી કરવા બદલ પોલીસે રોમિયોને રસ્તાની વચ્ચે લાકડીઓ વડે માર માર્યો. થોડા દિવસમાં આ પોસ્ટને ઘણા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવી છે, જેનાથી તે તાજેતરની ઘટના હોવાનું જણાય રહ્યું છે.

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો ભ્રામક સાબિત થયો. વાયરલ વીડિયો ડિસેમ્બર 2015નો છે. વાસ્તવમાં વર્ષ 2015માં સુરત પોલીસે છોકરીઓની છેડતી કરનાર બે રોડ સાઇડ રોમિયોની સરાજાહેર ધોલાઈ કરી હતી. વીડિયો તે સમયનો છે, જેને હવે તાજેતરનો ગણાવીને શેર કરવામાં આવી રહ્યો છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝર બૈજનાથ ચૌરસિયા રાષ્ટ્રવાદી (આર્કાઇવ લિંક)એ વાયરલ વીડિયોને શેર કરીને લખ્યું છે કે, “ધન્યવાદ #ગુજરાત જેહાદીએ રસ્તા પર જઈ રહેલી હિન્દુ બહેનની છેડતી કરી, ત્યાં ઊભેલા ઉચ્ચ અધિકારીઓએ જેહાદીઓને તેમની આખી પેઢી આ રીતે યાદ અપાવી દીધી. આમને સુધારવાની આ જ એક સારી રીત છે, તો જ તેઓ સુધરશે.”

ટ્વિટર પર પણ યુઝર્સ આ દાવાને શેર કરી રહ્યા છે. પોસ્ટ સાથે જોડાયેલી આર્કાઇવ લિંકને અહીં જોઈ શકાય છે.

https://twitter.com/i/status/1696496640901980655

તપાસ

વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે વીડિયોના કેટલાક કી-ફ્રેમ્સ કાઢ્યા અને તેને ગૂગલ રિવર્સ ઈમેજ દ્વારા સર્ચ કર્યા. આ દરમિયાન અમને વાયરલ વીડિયો 9 ડિસેમ્બર 2015ના રોજ ન્યૂઝ 24ની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલો મળ્યો. આપવામાં આવેલી માહિતી મુજબ,”વાયરલ વીડિયો સુરતનો છે, જ્યાં પોલીસે બે રોમિયોને શબક શીખવાડ્યો છે.”

સર્ચ દરમિયાન અમને વાયરલ વીડિયો ન્યૂઝ એક્સની વેરિફાઈડ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલો મળ્યો. 10 ડિસેમ્બર, 2015ના રોજ અપલોડ કરાયેલા વીડિયોના કેપ્શનમાં આપવામાં આવેલી માહિતી મુજબ, “સુરતમાં પોલીસે છેડતી કરનાર રોમિયોને રસ્તા વચ્ચે માર્યો માર, તેઓને કાર સાથે બાંધ્યા અને લાકડીઓ વડે માર માર્યો.”

https://youtu.be/MvXz3_-OyDE

વાયરલ વીડિયોને દિવ્ય ભાસ્કરના વેરિફાઈડ ફેસબુક પેજ પર પણ જોઈ શકાય છે. અહીં પણ તેને 9 ડિસેમ્બર 2015ના રોજ શેર કરવામાં આવ્યો છે.

સર્ચ દરમિયાન આ વીડિયો અમને એબીપી નેટવર્ક પર અપલોડ મળ્યો. અહીં આ રોમિયોના નામ નદીમ અને કાદિર જાણાવવામાં આવ્યા છે. 

અમારી અહીં સુધીની તપાસ બાદ એ સ્પષ્ટ થઈ ગયું કે આ વીડિયો અત્યારનો નહીં, પરંતુ વર્ષ 2015નો છે. વધુ જાણકારી માટે અમે ગુજરાતી જાગરણના એસોસિયેટ એડિટર જીવન કપૂરિયા સાથે સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ વીડિયોને શેર કર્યો. તેમણે માહિતી આપતાં જણાવ્યું કે વાયરલ વીડિયો લગભગ આઠ વર્ષ જૂનો છે.

તપાસના અંતે ફેસબુક યુઝર બૈજનાથ ચૌરસિયા રાષ્ટ્રવાદીના એકાઉન્ટની તપાસ કરવામાં આવી. જેમાં જાણવા મળ્યું કે યુઝરને 5 હજાર લોકો ફોલો કરે છે. આ યુઝર 2017થી ફેસબુક પર એક્ટિવ છે.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ