Fact Check: ચક્રવાતી તોફાન બિપરજોયના નામે વાયરલ થઈ રહેલો આ વીડિયો જૂનો છે
વિશ્વાસ ન્યૂઝે ગુજરાતમાં બિપરજોય તોફાનના નામે વાયરલ પોસ્ટની તપાસ કરી તો જાણવા મળ્યું કે વાયરલ દાવો ભ્રામક છે. વાયરલ વીડિયો વર્ષ 2017થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. વાયરલ વીડિયોને ગુજરાત સાથે કોઈ લેવાદેવા નથી.
- By: Jyoti Kumari
- Published: Jul 15, 2023 at 12:31 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) : ગુજરાતના કચ્છના જખૌ પોર્ટ પર બિપરજોય વાવાઝોડું ત્રાટક્યા બાદ કચ્છમાં તારાજી સર્જાઈ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર બિપરજોય તોફાનને લઈને ઘણા વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યા છે. આવા જ એક વીડિયોમાં એક પુલની પાસે સમુદ્રના ઊંચા-ઊંચા મોજા ઉછળતા જોઈ શકાય છે. હવે કેટલાક યુઝર્સ આ વીડિયોને વાયરલ કરીને દાવો કરી રહ્યા છે કે આ વીડિયો ગુજરાતના બિપરજોય તોફાનનો છે.
વિશ્વાસ ન્યૂઝે પોસ્ટની તપાસ કરી અને દાવો ખોટો હોવાનું સામે આવ્યું. વાયરલ વીડિયોને બિપરજોય તોફાન સાથે કોઈ લેવાદેવા નથી. ઇન્ટરનેટ પર તે 2017થી ઉપલબ્ધ છે. આ વીડિયો પહેલા પણ ઘણી વખત સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે, જેને હવે બિપરજોય તોફાનના નામે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું છે વાયરલ પોસ્ટમાં?
ટ્વિટર યુઝર અરુણ ગંગવારે 15 જૂને વાયરલ વીડિયોને શેર કરતા અંગ્રેજીમાં કેપ્શન લખ્યું છે, “Biparjoy cyclone eats up a bridge in Gujarat, India. The cyclone is affecting India and Pakistan’s coastal belt.”
આ પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.
તપાસ
વાયરલ વીડિયોની તપાસ માટે અમે વીડિયોને ઈનવિડ ટૂલ પર અપલોડ કર્યો. આ ટૂલના માધ્યમથી વીડિયોની કેટલીક કીફ્રેમ્સ કાઢી. પછી તેને ગૂગલ રિવર્સ સર્ચ ઇમેજ ટૂલ દ્વારા સર્ચ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને આ વીડિયો વર્ષ 2017માં ઘણી જગ્યાએ અપલોડ થયેલો મળ્યો. વીડિયોની સાથે કેપ્શનમાં ‘મિનિકોય ઈસ્ટર્ન જેટ્ટી, રફ સીઝ’ લખવામાં આવ્યું છે. જ્યારે અમે આ કીવર્ડ સાથે ગૂગલ પર સર્ચ કર્યું તો જાણવા મળ્યું કે વાસ્તવમાં આ લક્ષદ્વીપના મિનિકોય દ્વીપનો છે. ‘સ્કાય ન્યૂઝ’ના ટ્વિટર હેન્ડલ પર 19 મે 2021ના રોજ પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયો રિપોર્ટમાં વાયરલ વીડિયો પણ જોવા મળ્યો. ટ્વીટની સાથે લખ્યું હતું કે, “ચક્રવાત તાઉક્તાઈ (Cyclone Tauctai) લેન્ડફોલની નજીક છે જેના કારણે ભારે મોજાઓ અને તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે.”
સર્ચ દરમિયાન અમને વાયરલ વીડિયો ‘દ્વીપ ડાયરી લક્ષદ્વીપ’ નામની યુટ્યુબ ચેનલ પર પણ મળ્યો. 26 ઓગસ્ટ 2017ના રોજ અપલોડ કરવામાં આવેલા વીડિયોની સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, “23/08/2017ના રોજ વિશાળ મોજા મિનિકોય આઇલેન્ડ ઇસ્ટ જેટી પર અથડાયાં. કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.”
ફેસબુક યુઝર કુંદન સિંહે પણ આ વીડિયોને 5 ડિસેમ્બર 2017ના રોજ શેર કર્યો હતો અને લખ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર ભલે જ આ વીડિયો ઝડપથી ફેલાઈ રહ્યો હોય, પરંતુ આ ઘણો જૂનો વીડિયો છે. આ વીડિયો લક્ષદ્વીપના Minicoy Island Eastern Jettyનો છે. 23 ઓગસ્ટ 2017ના રોજ આ તોફાની મોજા ઉછળ્યા હતા, જેની ઝપેટમાં અનેક સ્થાનિક કેમેરામેન આવી ગયા હતા. આટલું જ નહીં, હવે વાયરલ થઈ રહેલા આ વીડિયોના જવાબમાં એક વ્યક્તિએ વરલી સી લિંકનો મંગળવારે સવારે બીજો એક વીડિયો મૂક્યો છે. વીડિયોથી એ પણ સ્પષ્ટ થાય છે કે ભયાનક તબાહી દર્શાવતો વીડિયો સંપૂર્ણપણે નકલી છે.”
‘Bava Mohd’ના નામની યુટ્યુબ ચેનલ પર પણ વાયરલ વીડિયો અપલોડ થયેલો મળ્યો. 24 ઓગસ્ટ 2017ના રોજ અપલોડ કરાયેલા વીડિયોમાં આપવામાં આપેલી માહિતી અનુસાર, “વીડિયોને લક્ષદ્વીપ મિનિકોય આઈલેન્ડનો જણાવવામાં આવ્યો છે.”
વાયરલ વીડિયો સંબંધિત અન્ય વીડિયોને અહીં જોઈ શકાય છે. વાયરલ વીડિયો વિશે વધુ માહિતી મેળવવા માટે અમે ગુજરાતી જાગરણના એસોસિયેટ એડિટર જીવન કપુરિયા સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે, “ગુજરાતના નામે વાયરલ થઈ રહેલો આ વીડિયો ગુજરાતનો નથી. વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.”
પહેલા પણ બિપરજોય વાવાઝોડાના નામે ઘણી પોસ્ટ વાયરલ થઈ છે. તમે અમારી ફેક્ટ ચેક સ્ટોરીને અહીં વાંચી શકો છો.
તપાસના અંતે અમે વાયરલ વીડિયોને ભ્રામક દાવાની સાથે શેર કરનાર યૂઝરની પ્રોફાઇલ સ્કેન કરી. અમને જાણવા મળ્યું કે યુઝર પત્રકાર છે. યુઝરને 413 લોકો ફોલો કરે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝે ગુજરાતમાં બિપરજોય તોફાનના નામે વાયરલ પોસ્ટની તપાસ કરી તો જાણવા મળ્યું કે વાયરલ દાવો ભ્રામક છે. વાયરલ વીડિયો વર્ષ 2017થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. વાયરલ વીડિયોને ગુજરાત સાથે કોઈ લેવાદેવા નથી.
- Claim Review : ગુજરાતમાં આવેલા બિપરજોય તોફાનનો વીડિયો.
- Claimed By : અરુણ ગંગવાર
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.