દિલજીત દોસાંઝના નામે વાયરલ ટ્વિટ ફેક છે. તેમણે 2024 ખેડૂત આંદોલનને લઈને આવું કોઈ ટ્વિટ કર્યું નથી.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર તાજેતરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને ઘણા દાવાઓ વાયરલ કરવામાં આવી રહ્યા છે. હવે તેની સાથે જોડીને બોલિવૂડ એક્ટર અને સિંગર દિલજીત દોસાંઝના નામે એક ટ્વિટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે – “ખેડૂતોની જેમ શિક્ષિત લોકો પણ રસ્તા પર આવી જાત તો એરપોર્ટ અને રેલવે સ્ટેશન ન વેચાત, સાથે જ કોઈની નોકરી પણ ન જાત અને ન તો જીડીપી ઘટેત.” દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ટ્વિટ દિલજીત દોસાંઝે કર્યું છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ થઈ રહેલું ટ્વિટ દિલજીતે નથી કર્યું. આ એક ફેક એકાઉન્ટ દ્વારા કરવામાં આવેલું ટ્વિટ છે. આ ફેક સ્ક્રીનશોટને 2022માં પણ વાયરલ કરવામાં આવ્યો હતો.
ફેસબુક યુઝર Dinesh Kumar Dhimanએ આ પોસ્ટ શેર કરી, જેમાં લખવામાં આવ્યું છે કે: ”ખેડૂતોની જેમ શિક્ષિત લોકો પણ રસ્તા પર આવી જાત, ન એરપોર્ટ વેચાત, ન એરપોર્ટ વેચાત, ન રેલવે સ્ટેશન, ન LIC, BPCL વેચાત, ન નોકરી જાત, ન બેરોજગારી ઘટેત, ન જીપીડી ઘટેત.”
પોસ્ટના આર્કાઈવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.
આ સ્ક્રીનશૉટ એકવાર પહેલા પણ 2022ના ખેડૂત આંદોલન દરમિયાન વાયરલ થયો હતો. તે સમયે પણ વિશ્વાસ ન્યૂઝે તેની તપાસ કરી હતી. તે સમયે અમે વાયરલ પોસ્ટમાં દેખાતા ટ્વિટર હેન્ડલ @Diljitdosanjhiને સર્ચ કર્યું હતું. અમને જાણવા મળ્યું હતું કે આ હેન્ડલ હવે એક્ટિવ જ નથી. તેને બેક મશીન પર સર્ચ કરવા પર અમને આ પેજના 7મી અને 8મી ડિસેમ્બર 2020ના 2 સ્ક્રીનશોટ મળ્યા હતા. પરંતુ અહીં કોઈ બ્લુ ટિક નહોતું. એટલે કે આ એકાઉન્ટ વેરિફાઈડ નહોતું. તેમજ ટ્વિટર હેન્ડલમાં દિલજીતના નામના અંતે વધારનો આઈ (i) લગાવવામાં આવ્યો હતો. દિલજીતનું અસલી ટ્વિટર હેન્ડલ તે જ નામથી છે, પરંતુ તેમાં છેલ્લે (i) લગાવેલો નથી.
આ પછી અમે દિલજીતના અસલી ટ્વિટર હેન્ડલને સર્ચ કર્યું. તેમના ટ્વિટર હેન્ડલ પર અમને 2022ના ખેડૂત આંદોલનના સમર્થનમાં ઘણા ટ્વિટ જોવા મળ્યા, પરંતુ 2024 ખેડૂત આંદોલનને લઈને તેમનું કોઈ ટ્વિટ ન મળ્યું. અમને તેમના એકાઉન્ટમાં ક્યાંય પણ વાયરલ ટ્વિટ અથવા તેના જેવું કોઈ ટ્વિટ ન મળ્યું.
અમે વધુ જાણકારી માટે પંજાબી જાગરણ માટે એન્ટરટેનમેન્ટ કવર કરનાર પત્રકાર તેજિંદર કૌર સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે વાયરલ થઈ રહેલું ટ્વિટ દિલજીત દોસાંઝે નથી કર્યું, પરંતુ તેમના નામે બનેલા કોઈ ફેક એકાઉન્ટથી કરવામાં આવ્યું હતું.
ફેસબુક પર વાયરલ પોસ્ટ Dinesh Kumar Dhiman નામના યુઝરે શેર કરી છે. આ યુઝરની પ્રોફાઈલને સ્કેન કરતા અમને જાણવા મળ્યું કે યુઝરના 4000થી વધુ ફોલોઅર્સ છે.
निष्कर्ष: દિલજીત દોસાંઝના નામે વાયરલ ટ્વિટ ફેક છે. તેમણે 2024 ખેડૂત આંદોલનને લઈને આવું કોઈ ટ્વિટ કર્યું નથી.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923