નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ખોટો નીકળ્યો. વીડિયોમાં દેખાતા લોકોએ ગુજરાત નહીં પરંતુ હરિયાણાના ખૈરમપુરમાં આમ આદમી પાર્ટી વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
આ સોશિયલ મીડિયા પર દરરોજ અનેક વીડિયો વાયરલ થાય છે. જેમાં કેટલાક વીડિયો ખોટા અને ભ્રામક દાવા સાથે પણ વાયરલ થતા જોવા મળે છે. હાલમાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે. ગુજરાતમાં પ્રાચર જોરશોરથી ચાલી રહ્યો છે. તમામ પાર્ટીઓ મેદાન પર તો ઉતરી ગઈ છે સાથે સાથે આ ડિજિટલ જમાનામાં સોશિયલ મીડિયામાં પણ પ્રચાર કરી રહી છે. તો બીજી તરફ આ દરમિયાન કેટલાક ખોટા વીડિયો પણ પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 2 મિનિટ 20 સેકન્ડના વાયરલ વીડિયોમાં લોકો સ્પીકરને AAPને વોટ ન આપવા વિનંતી કરતા સાંભળી શકાય છે. વીડિયોમાં હાજર લોકોને એવું કહેતા સાંભળી શકાય છે કે પંજાબમાં આમ આદમી પાર્ટીને વોટ આપીને તેમણે ભૂલ કરી છે. તમે લોકો આમ આદમી પાર્ટીને વોટ ન આપો. હવે આ વીડિયો શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પંજાબના શીખ સમુદાયના લોકો AAP અને અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પ્રચાર કરવા ગુજરાત પહોંચ્યા છે. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ભ્રામક હોવાનું જણાયું હતું. વીડિયો ગુજરાતનો નથી, પરંતુ હરિયાણાના ખૈરમપુરનો છે. વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
8 નવેમ્બરના રોજ વાયરલ થયેલા વીડિયોને શેર કરતા ફેસબુક યુઝર ‘ધનેન્દર જૈન’એ લખ્યું, “પંજાબના લોકો, સરદાર જી ગુજરાતના ગામડે-ગામડે ફરી રહ્યા છે અને ગુજરાતીઓને અપીલ કરી રહ્યા છે કે પંજાબીઓએ જે ભૂલ કરી છે તે તમે ગુજરાતીઓ ન કરતા. આ ધૂર્ત જુઠાલાલ અરવિંદ કેજરીવાલની વાતોમાં ન આવતા. આમ આદમી પાર્ટીને વોટ ન આપતા. અમે કરેલી ભૂલ તમારા માટે પાઠ છે. AAPને વોટ ન આપો.
પોસ્ટની આર્કાઇવ લિંક અહીં જોઈ શકો છો.
આ વાયરલ વીડિયો પાછળનું સત્ય જાણવા માટે સૌ પ્રથમ અમે વીડિયોને ધ્યાનથી જોયો. વીડિયોમાં 47 સેકન્ડમાં અમને કેટલાક લોકોની પાછળ એક બોર્ડ જોવા મળ્યું. જેના પર લખ્યું હતું કે, “શાળા અને શિક્ષણ બચાવો” અનિશ્ચિત ધરણા પ્રદર્શન. સમસ્ત ગ્રામજનો ખૈરમપુર. ત્યારબાદ અમે સંબંધિત કીવર્ડ્સ સાથે તપાસ શરૂ કરી. 9 નવેમ્બર 2022ના રોજ દૈનિક જાગરણની વેબસાઈટ પર પ્રકાશિત સમાચારમાં વીડિયોમાં બોર્ડ જોવા મળ્યું હતું. વીડિયોમાં એ જ લોકો બેઠા છે જે વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યા છે. દૈનિક જાગરણ પર પ્રકાશિત સમાચાર મુજબ આ તસવીર આદમપુરના ગામ ખૈરમપુરમાં સરકારી કન્યા પ્રાથમિક શાળાની બહાર શિક્ષકોની અછતને લઈને સેવ સ્કૂલ-સેવ એજ્યુકેશન કમિટી દ્વારા ધરણાની છે.
અમે ફરી એકવાર ગૂગલની મદદ લીધી અને કીવર્ડ દ્વારા સર્ચ કર્યું. અમને 1 નવેમ્બરના રોજ IBN24 ન્યૂઝ હરિયાણાના ફેસબુક પેજ પર વાયરલ વીડિયો જેવો જ એક વીડિયો મળી આવ્યો હતો. વીડિયો સાથે આપવામાં આવેલી માહિતી મુજબ પંજાબના પૂર્વ સૈનિકો આદમપુરના ખૈરમપુરમાં આમ આદમી પાર્ટીના વિરોધમાં આવ્યા છે. વીડિયોમાં એ જ રિપોર્ટર અને વ્યક્તિ જોવા મળી રહ્યા છે જે વાયરલ વીડિયોમાં છે.
વાયરલ વીડિયો જેવો જ વીડિયો IBN24 ન્યૂઝ નેટવર્કની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ મળી આવ્યો હતો છે. 1 નવેમ્બર, 2022ના રોજ અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં એ જ લોકો જોઈ શકાય છે. સમાચાર મુજબ પંજાબના પૂર્વ સૈનિકો આદમપુરમાં આમ આદમી પાર્ટીનો વિરોધ કરી રહ્યા છે.
આ અંગે ગુજરાતના દૈનિક જાગરણના એસોસિયેટ એડિટર જીવન કપુરિયાનો સંપર્ક કરવામાં આવ્યો. તેમની સાથે આ વીડિયો શેર કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે, આ વાયરલ વીડિયો ગુજરાતનો નથી. આ વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
ખૈરમપુર ક્યાં આવેલું છે તે જાણવા માટે અમે ગૂગલ પર કીવર્ડ સર્ચ કર્યું. જેમાં અમને જાણવા મળ્યું કે ખૈરમપુર હરિયાણાના હિસાર જિલ્લાના આદમપુર તાલુકામાં આવેલું છે.
વાયરલ વીડિયો વિશે વધુ પુષ્ટિ માટે અમે દૈનિક જાગરણના હિસારના રિપોર્ટર મનોજ કૌશિકનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું, આ વીડિયો ગુજરાતનો નથી પરંતુ હરિયાણાના ખૈરમપુરનો છે. વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
તપાસના અંતે અમે ખોટા દાવા સાથે આ વીડિયો શેર કરનાર યુઝરના સોશિયલ મીડિયા એકાઉન્ટને સર્ચ કર્યું. જેમાં જાણવા મળ્યું કે ફેસબુક પર યુઝરના 966 ફ્રેન્ડ છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ થયેલો દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. વીડિયોમાં દેખાતા લોકોએ ગુજરાતમાં નહીં પરંતુ હરિયાણાના ખૈરમપુરમાં આમ આદમી પાર્ટી વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો ગુજરાતનો નથી પરંતુ હરિયાણાનો છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923