X
X

Fact Check: વામિકા વિરાટ કોહલીની નહીં, હરભજન સિંહની દીકરી હિનાયાની છે આ તસવીર

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે વિરાટ કોહલી અને તેમની પુત્રીના નામે વાયરલ થઈ રહેલી પોસ્ટ ભ્રામક છે. અસલ તસવીર વર્ષ 2017ની છે અને તસવીરમાં વિરાટ કોહલીની સાથે ભારતીય ટીમના પૂર્વ બોલર હરભજન સિંહની પુત્રી હિનાયા છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે. આમાં વિરાટ કોહલીને એક બાળકીની સાથે જોઈ શકાય છે. યુઝર્સ આ તસવીરને વાયરલ કરી દાવો કરી રહ્યાં છે કે તસવીરમાં વિરાટ કોહલીની સાથે તેમની પુત્રી વામિકા કોહલી છે.

વિશ્વાસ ન્યૂઝને વાયરલ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું. વાસ્તવમાં, વાયરલ તસવીરમાં વિરાટ કોહલીની સાથે ભારતીય ટીમના પૂર્વ બોલર હરભજન સિંહની પુત્રી હિનાયા છે. આ તસવીર વર્ષ 2017ની છે, જેને હવે ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહી છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક પેજ Sudhanshu Trivedi Fan Clubએ 28 નવેમ્બરે તસવીર શેર કરી છે અને લખ્યું છે કે, ‘વિરાટ કોહલી તેમની દીકરીની સાથે. #viratkohli #cricket #anushkasharma’ 

ફેસબુક પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેના આર્કાઇવ વર્ઝનને અહીં વાંચો.

તપાસ

વાયરલ તસવીરની સત્યતા જાણવા માટે અમે ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજ દ્વારા સર્ચ કર્યો. અમને વાયરલ તસવીર વિરાટ કોહલીના વેરિફાઈડ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મળી. તસવીરને 2 મે 2017ના રોજ શેર કરવામાં આવી હતી. તસવીરના કેપ્શનમાં અંગ્રેજીમાં લખેલું છે. જે મુજબ તસવીરમાં હરભજન સિંહની દીકરી હિનાયા છે.

સર્ચ દરમિયાન અમને વાયરલ તસવીર સાથે સંબંધિત સમાચાર એબીપી ન્યૂઝની વેબસાઈટ પર પણ મળ્યા. 2 મે 2017ના રોજ પ્રકાશિત થયેલા સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે, વિરાટ કોહલીએ તેમના ઈન્સ્ટાગ્રામ પર હરભજન સિંહની દીકરી હિનાયા સાથેની એક તસવીર શેર કરી હતી.

તસવીર સાથે જોડાયેલા અન્ય સમાચારોને અહીં વાંચી શકાય છે. હવે અમે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની દીકરી વિશે સર્ચ કર્યું. અમને દૈનિક જાગરણ પર 24 જાન્યુઆરી 2022ના રોજ પ્રકાશિત સમાચારમાં વિરાટ કોહલીની પુત્રી વામિકાની તસવીર મળી. તમને જણાવી દઈએ કે, દીકરી વામિકાની તસવીર વાયરલ થતાં વિરાટ કોહલી નારાજ થઈ ગયા હતા. તેમણે તેમના સોશિયલ મીડિયા પર આ અંગે એક પોસ્ટ શેર કરી હતી. તો ‘શ્રી હિટ રાધા કૃપા’ નામની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો પુત્રી વામિકાની સાથે વીડિયો જોવા મળ્યો. વીડિયો 5 જાન્યુઆરી, 2023નો છે, જ્યારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પૂજ્ય શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના દર્શન કરવા ગયા હતા.

અમે વાયરલ પોસ્ટને લઈને દૈનિક જાગરણના સ્પોર્ટ્સ એડિટર અભિષેક ત્રિપાઠી સાથે સંપર્ક કર્યો. તેમણે જણાવ્યું કે, તસવીરમાં વિરાટ કોહલી સાથેની તેમની પુત્રી નથી, પરંતુ હરભજન સિંહની પુત્રી હિનાયા છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી.

ખોટો દાવો કરનાર ફેસબુક પેજને અમે સ્કેન કર્યું. 7 ફેબ્રુઆરીએ બનેલા આ પેજના 12 હજાર ફોલોઅર્સ છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે વિરાટ કોહલી અને તેમની પુત્રીના નામે વાયરલ થઈ રહેલી પોસ્ટ ભ્રામક છે. અસલ તસવીર વર્ષ 2017ની છે અને તસવીરમાં વિરાટ કોહલીની સાથે ભારતીય ટીમના પૂર્વ બોલર હરભજન સિંહની પુત્રી હિનાયા છે.

  • Claim Review : તસવીરમાં વિરાટ કોહલીની સાથે તેમની પુત્રી વામિકા છે.
  • Claimed By : ફેસબુકપેજ- Sudhanshu Trivedi Fan Club
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later