વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વિરાટ અને અનુષ્કાના દિકરાની જણાવીને શેર કરવામાં આવી રહેલી તસવીર તેમની દિકરી વામિકા કોહલીની છે, જ્યારે બીજી તસવીરમાં વિરાટ-અનુષ્કા એકલા પૂજા કરી રહ્યાં છે. જેને હવે ખોટા દાવાઓની સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બીજી વખત માતા-પિતા બન્યા છે. વિરાટ કોહલીના ઘરે દિકરાનો જન્મ થયો છે, જેનું નામ તેમણે અકાય રાખ્યું છે. આ દરમિયાન ઘણા ખોટા અને ભ્રામક દાવાઓ વાયરલ કરવામાં આવી રહ્યા છે. હવે તેની સાથે જોડીને એક તસવીર વાયરલ થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તસવીરમાં વિરાટ કોહલીની સાથે તેમનો પુત્ર અકાય છે. આવી જ ઘણી એડિટેડ તસવીરો અકાય કોહલીની જણાવીને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ખોટો સાબિત થયો. અસલ તસવીરમાં વિરાટ કોહલીની સાથે વામિકા છે, જેને હવે અકાયની જણાવીને શેર કરવામાં આવી રહી છે.
ફેસબુક યુઝર Rakesh Jangid (આર્કાઇવ લિંક)એ 29 ફેબ્રુઆરીએ તસવીરને શેર કરતા લખ્યું, “વિરાટ કોહલી તેમના પુત્ર અકાયની સાથે.”
એક અન્ય યુઝર પ્રદીપ પાંડે (આર્કાઇવ વર્ઝન)એ પણ એક તસવીર શેર કરી છે. પોસ્ટને શેર કરી લખ્યું કે, “વિરાટ અને અનુષ્કાની સુંદર તસવીર તેમના પુત્ર અકાયની સાથે.”
અમે એક-એક કરીને વાયરલ તસવીરોને સર્ચ કરવાનું શરૂ કર્યું. અમે સૌથી પહેલા ધોનીની તસવીરને સર્ચ કરી. ગૂગલ રિવર્સ ઈમેજનો ઉપયોગ કરતા અમને આ તસવીર ઘણી ન્યૂઝ વેબસાઈટ્સ પર મળી. હિન્દુસ્તાન ટાઈમ્સના એક સમાચારમાં વાયરલ તસવીર મળી. 21 જુલાઇ 2022ના રોજ પ્રકાશિત સમાચાર અનુસાર તસવીર વામિકાની છે.
અમને વાયરલ તસવીર અનુષ્કા શર્માના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ મળી. 11 ડિસેમ્બર 2021ના રોજ અનુષ્કાએ કેટલીક તસવીરોને શેર કરી હતી, જેમાંથી એક આ તસવીર હતી. આનાથી સ્પષ્ટ થાય છે કે અકાય કોહલીની જણાવીને શેર કરવામાં આવી રહેલી તસવીર વામિકાની છે.
બીજી તસવીર
હવે અમે બીજી તસવીર, જેમાં અનુષ્કા અને વિરાટની સાથે અકાયને જોઈ શકાય છે, તેને સર્ચ કરી. અમે આ તસવીરને ગૂગલ રિવર્સ ઈમેજ પર સર્ચ કરી. અમને આ તસવીર ઘણી ન્યૂઝ વેબસાઈટ પર જૂની તારીખ પર મળી. અહીં વિરાટ અને અનુષ્કાની સાથે અકાય નથી, પરંતુ બંને પૂજા કરી રહ્યા છે.
સર્ચ દરમિયાન અમને Jagran.comની વેબસાઈટ પર વાયરલ તસવીર સાથે સંબંધિત સમાચાર મળ્યા. 29 ઓક્ટોબર 2019ના રોજ પ્રકાશિત થયેલા સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે, ”અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ખૂબ જ ગ્લેમરસ આઉટફિટમાં દિવાળી સેલિબ્રેટ કરી છે. અનુષ્કાએ તેમની ઈન્સ્ટા સ્ટોરી પર તેમના ઘરની સજાવટ, રીતિ-રિવાજ અને દિવાળી પૂજાની તસવીરો શેર કરી છે. આ તમામ ફોટા ખૂબ જ સુંદર છે.”
અમને Filmfare.comની વેબસાઈટ પર વાયરલ તસવીર સાથે સંબંધિત સમાચાર મળ્યા. 28 ઓક્ટોબર 2019ના રોજ પ્રકાશિત સમાચાર અનુસાર, વિરાટ-અનુષ્કાની આ તસવીર દિવાળી પૂજાની છે.
તપાસમાં આગળ અમને વિરાટ-અનુષ્કાના સોશિયલ મીડિયા હેન્ડલ્સને સર્ચ કર્યા. અમને તેમના દિકરા અકાયને લગતી કોઈપણ પોસ્ટ ન મળી. આમ પણ અનુષ્કા-વિરાટ તેમના બાળકોની તસવીરોને શેર કરતા નથી. જો અકાયની તસવીર શેર કરવામાં આવી હોત, તો અત્યાર સુધી હેડલાઈન્સમાં આવી ગઈ હોત.
વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા દૈનિક જાગરણ મુંબઈના વરિષ્ઠ સંવાદદાતા સ્મિતા શ્રીવાસ્તવ સાથે સંપર્ક કર્યો. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આ દાવો ખોટો છે. હજુ સુધી આવી કોઈ તસવીર શેર કરવામાં આવી નથી.
તપાસના અંતે અમે પોસ્ટને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝરને 46 હજાર લોકો ફોલો કરે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વિરાટ અને અનુષ્કાના દિકરાની જણાવીને શેર કરવામાં આવી રહેલી તસવીર તેમની દિકરી વામિકા કોહલીની છે, જ્યારે બીજી તસવીરમાં વિરાટ-અનુષ્કા એકલા પૂજા કરી રહ્યાં છે. જેને હવે ખોટા દાવાઓની સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923