Fact Check: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના નામે વાયરલ કરવામાં આવી બેલી ડાન્સરની એડિટેડ તસવીર

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના નામે એક તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં તેમને કથિત રીતે બેલી ડાન્સરના આઉટફિટમાં જોઈ શકાય છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ આ તસવીરને શેર કરી દાવો કરી રહ્યા છે કે આ સ્મૃતિ ઈરાનીની જવાનીના દિવસોની તસવીર છે.

વિશ્વાસ ન્યૂઝે વાયરલ તસવીરની તપાસ કરી અને જાણવા મળ્યું કે આ તસવીર સ્મૃતિ ઈરાનીની નહીં, પરંતુ એક તુર્કીની બેલી ડાન્સરની છે. તસવીરને એડિટ કરીને બેલી ડાન્સરના ચહેરા પર સ્મૃતિ ઈરાનીનો ચહેરો લગાડવામાં આવ્યો છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝર ‘Viffrelo Vadhiari’એ 10 ઓગસ્ટના રોજ વાયરલ તસવીરને શેર કરતાં ગુજરાતીમાં કેપ્શનમાં લખ્યું છે, “આ સંસ્કારની ઝલક છે, નહીં તો રાહુલ ગાંધી તમને ફ્લાઈંગ કિસ ન આપેત.” તસવીરની ઉપર લખેલું છે “અંધ ભક્તોની માતા, ઘણી મહેનત પછી આ તસવીર હાથમાં આવી છે!!”

પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં ક્લિક કરીને જોઈ શકાય છે.

તપાસ

સ્મૃતિ ઈરાનીના નામે વાયરલ થયેલી આ એડિટેડ તસવીર એકવાર પહેલા પણ વાયરલ થઈ હતી. તે સમયે પણ વિશ્વાસ ન્યૂઝે તેની તપાસ કરી હતી. તે સમયે તપાસ કરવા માટે વિશ્વાસ ન્યુઝે તસવીરને ગુગલ રિવર્સ ઈમેજ દ્વારા સર્ચ કરી હતી. આ દરમિયાન અમને અસલ તસવીર Trip Advisor.comની વેબસાઈટ પર મળી હતી. પરંતુ તસવીરમાં ચહેરો સ્મૃતિ ઈરાનીનો નહતો. આ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, તુર્કીની આ બેલી ડાન્સરની તસવીરને એક ટર્કિશ BBQ નાઈટ દરમિયાન લેવામાં આવી હતી. અસલી તસવીરની સાથે-સાથે ક્લબની ઘણી અન્ય તસવીરો પણ શેર કરવામાં આવી હતી.

વધુ જાણકારી માટે વિશ્વાસ ન્યૂઝે ભાજપના પ્રવક્તા શિવરાય કુલકર્ણી સાથે સંપર્ક કર્યો હતો. તેમણે અમને કહ્યું હતું કે, “લોકોની વચ્ચે નફરત ફેલાવવાના ઈરાદાથી તસવીરને એડિટ કરી બનાવવામાં આવી છે.”

અસલી અને એડિટિંગ તસવીર વચ્ચેનો તફાવત નીચે આપેલા કોલાજમાં જોઈ શકાય છે.

તપાસના અંતે અમે આ પોસ્ટને શેર કરનાર યુઝર ‘Viffrelo Vadhiari’નું સોશિયલ સ્કેનિંગ કર્યું, ફેસબુક પર યુઝરના લગભગ 5 હજાર ફોલોઅર્સ છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી અને જાણવા મળ્યું કે આ તસવીર સ્મૃતિ ઈરાનીની નહીં, પરંતુ એક તુર્કીની બેલી ડાન્સરની છે. તસવીરને એડિટિંગ ટૂલ્સની મદદથી તૈયાર કરવામાં આવી છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ