Fact Check: ભૂસ્ખલનના નામે વાયરલ થયેલા વીડિયોનો હિમાચલ પ્રદેશ સાથે કોઈ સંબંધ નથી

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદનો કહેર યથાવત છે. ઘણા વિસ્તારોમાં વરસાદ, ભૂસ્ખલન અને પૂર વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પાણીના જોરદાર પ્રવાહની વચ્ચે કાદવ વહેતો જોઈ શકાય છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને હિમાચલ પ્રદેશનો જણાવીને વાયરલ કરી રહ્યા છે. વિશ્વાસ ન્યૂઝે તેની ઝીણવટભરી તપાસ કરી હતી. જાણવા મળ્યું કે જે વીડિયો હાલ હિમાચલ પ્રદેશનો જણાવીને વાયરલ કરવામાં આવી રહ્યો છે, તે 2016થી ઈન્ટરનેટ પર હાજર છે. અલગ-અલગ દેશોના નામ પર આ વીડિયો વાયરલ થઈ ચૂક્યો છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએથી ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. જોકે, વાયરલ થઈ રહેલા આ વીડિયોને હિમાચલ પ્રદેશ સાથે કોઈ લેવાદેવા નથી.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક પેજ ધ વોઈસ ઓફ ઈન્ડિયાએ 26 જુલાઈના રોજ એક વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે ‘હિમાચલ વાલો અબ ભી વક્ત હૈ અલ્લાહ સે તૌબા કર લો.’ 

આ વીડિયોને હિમાચલ પ્રદેશનો માનીને અન્ય યુઝર્સ પણ વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.

તપાસ

હિમાચલ પ્રદેશના નામે વાયરલ થયેલા વીડિયોની સત્યતા જાણવા માટે સૌથી પહેલા ઇનવિડ ટૂલનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ટૂલના માધ્યમથી કેટલાક  કીફ્રેમ્સ કાઢવામાં આવ્યા. ત્યારપછી તેને ગૂગલ રિવર્સ ઈમેજ ટૂલ પર અપલોડ કરીને અસલી વીડિયો શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 1 ઓગસ્ટ, 2020ના રોજ ટ્વિટર હેન્ડલ પર આ વીડિયોને અપલોડ કરીને તેને પૂર્વ આફ્રિકાનો જણાવવામાં આવ્યો હતો. 

ઓનલાઈન સર્ચ દરમિયાન આ વીડિયો એક યુટ્યુબ ચેનલ પર પણ જોવા મળ્યો. 22 જૂન 2020ના રોજ અપલોડ કરીને તેને નેપાળમાં આવેલા પૂરનો જણાવવામાં આવ્યો હતો. 

વિશ્વાસ ન્યૂઝે તેની તપાસ ચાલુ રાખી. સૌથી જૂનો વીડિયો 24 મે 2016નો મળ્યો હતો. યુટ્યુબ પર આ વીડિયોને ગોપાલ પ્રધાને દુબઈનો જણાવ્યો હતો. 

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા દૈનિક જાગરણ, હિમાચલ પ્રદેશના પત્રકાર રાજેશ શર્મા સાથે સંપર્ક કર્યો. તેમણે સ્પષ્ટતા કરી કે આ વીડિયો હિમાચલ પ્રદેશનો નથી. તે ઘણા વર્ષોથી વાયરલ છે.

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ ભૂસ્ખલનથી ભારે નુકસાન થયું છે. જાગરણ.કોમ પર પ્રકાશિત સમાચારમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં પાંચ હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે. આ ઉપરાંત જાનમાલનું પણ મોટું નુકસાન થયું છે. સેંકડો મકાનો અને દુકાનોને નુકસાન થયું છે. આ સમાચારને અહીં વાંચો.

વિશ્વાસ ન્યૂઝ સ્વતંત્ર રીતે આ વાતની પુષ્ટી નથી કરતું કે વાયરલ વીડિયો ક્યા દેશનો છે, પરંતુ આ સ્પષ્ટ છે કે આ વીડિયોનો હિમાચલ પ્રદેશમાં તાજેતરમાં થયેલા ભૂસ્ખલન સાથે કોઈ સંબંધ નથી.

તપાસના અંતે ફેક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી હતી. ફેસબુક પેજ ધ વોઈસ ઓફ ઈન્ડિયાના 6.7 હજાર ફોલોઅર્સ છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ફેક સાબિત થઈ. જે વીડિયોને હિમાચલ પ્રદેશના નામે વાયરલ કરવામાં આવી રહ્યો છે, તે 2016થી ઈન્ટરનેટ પર હાજર છે. 

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ