Fact Check: રાષ્ટ્રપતિ પુતિનની ધરપકડનો દાવો કરતી આ તસવીર AI નિર્મિત છે
AI એટલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલની મદદથી તૈયાર કરાયેલી તસવીરને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ધરપકડના ખોટા દાવાની સાથે વાયરલ કરવામાં આવી રહી છે.
- By: Pallavi Mishra
- Published: Mar 22, 2024 at 01:23 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)રશિયામાં તાજેતરમાં યોજાયેલા મતદાનમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ફરી એકવાર ચૂંટણી જીતી ગયા છે. આવી સ્થિતિમાં તેઓ 2030 સુધી રશિયાના રાષ્ટ્રપતિ રહેશે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં પુતિનના હાથોને પોલીસકર્મીઓએ પકડેલા છે. તસવીરો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે પુતિનની ધરપકડ કરી લેવામાં આવી છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે પુતિનની ધરપકડનો દાવો કરતી આ પોસ્ટ ફેક છે. વાયરલ તસવીર ડીપ ફેક છે, એટલે કે આ તસવીરને ડિજિટલ ટૂલ્સની મદદથી તૈયાર કરવામાં આવી છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
વિશ્વાસ ન્યૂઝના ટિપલાઈન નંબર +91 95992 99372 પર યુઝરે 17 માર્ચે આ પોસ્ટ મોકલીને આ તસવીરનું સત્ય જણાવવાની વિનંતી કરી છે. આ તસવીરમાં રાષ્ટ્રપતિ પુતિનને કેટલાક પોલીસકર્મીઓથી ઘેરાયેલા જોઈ શકાય છે. તસવીરને જોઈને એવું લાગી રહ્યું છે કે પુતિનની અટકાયત કરવામાં આવી રહી છે.
તપાસ
તપાસની શરૂઆત કરવા માટે અમે ન્યૂઝ સર્ચ કર્યા. અમને એવો કોઈ રિર્પોટ મળ્યો નથી, જેમાં પુતિનની ધરપકડ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય. Jagran.comના 18 માર્ચના સમાચાર અનુસાર, ”રશિયામાં ત્રણ દિવસની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ થયેલી મત ગણતરીમાં કુલ પડેલા મતોમાંથી 87.97 મત રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા છે. આમ વ્લાદિમીર પુતિને ચૂંટણી જીતી લીધી છે અને તેઓ 2030 સુધી રશિયાના રાષ્ટ્રપતિ રહેશે. અમેરિકાએ તેની પ્રતિક્રિયામાં કહ્યું છે કે રશિયામાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓ થઈ નથી
આ પછી અમે વાયરલ તસવીરને ધ્યાનથી જોઈ. તસવીરમાં જમણી બાજુના પોલીસકર્મીના હાથ પર 6 આંગળીઓ હતી. સાથે જ જમણી અને ડાબી બાજુએ ઉભેલા પોલીસકર્મીઓના ચહેરા એક જેવા જ છે.
આ પછી અમે આ તસવીરને AI ડિટેક્ટ કરનારી વેબસાઇટ હગિંગ ફેસ પર મૂકી. અહીં આ તસવીરને 97 ટકા AI દ્વારા બનાવવામાં આવી હોવાનું કહેવાયું.
અમે આ બાબતે AI એક્સપર્ટ ડૉ. અઝહર માકવે સાથે વાત કરી. તેમણે જણાવ્યું, ”આ AI જનરેટેડ ઈમેજ છે. આ અસલી નથી. આને AI ટૂલ્સની મદદથી બનાવવામાં આવી છે.”
આ રીતે તમે પણ ચેક કરી શકો છો AI જનરેટેડ કન્ટેન્ટ
1. ઝૂમ ઇન કરો અને ધ્યાનથી જુઓ: AI દ્વારા બનેલી ઘણી તસવીરો પ્રથમ નજરમાં અસલી લાગે છે. તેથી અમારું પ્રથમ સૂચન એ છે કે તસવીરને ધ્યાનથી જુઓ. આમ કરવા માટે સૌથી વધુ-સંભવિત રિઝોલ્યુશનમાં તસવીર શોધો અને પછી તેને ઝૂમ ઇન કરો. ઇમેજને ઝૂમ કરવાથી એવી વિસંગતતાઓ અને ભૂલો સામે આવી શકે છે જે પ્રથમ નજરમાં દેખાતી નથી.
2. તસવીરના સ્ત્રોત શોધો: જો તમને ખાતરી ન હોય કે કોઈ તસવીર અસલી છે કે AI દ્વારા બનાવવામાં આવી છે, તો તેનો સ્ત્રોત શોધવાનો પ્રયાસ કરો. તમે પોસ્ટની નીચે અન્ય યુઝર્સ દ્વારા કરવામાં આવેલી કોમેન્ટ્સને વાંચીને પણ તસવીર વિશે ઘણું જાણી શકો છો અથવા તમે રિવર્સ ઈમેજ સર્ચ કરી શકો છો. આવું કરવા માટે તસવીરને ગૂગલ ઈમેજ રિવર્સ સર્ચ, TinEye અથવા Yandex જેવા ટૂલ પર અપલોડ કરો અને તમને ઇમેજનો અસલી સ્ત્રોત મળી શકે છે. ગૂગલ લેન્સનો ઉપયોગ કરીને પણ તમે સ્ત્રોત શોધી શકો છો.
3. શરીરના પ્રમાણ પર ધ્યાન આપો: ધ્યાનથી જુઓ કે શું દર્શાવવામાં આવેલા લોકોના શરીરનું પ્રમાણ યોગ્ય છે? ઉદાહરણ તરીકે, તસવીરમાં હાજર વ્યક્તિના પગ અને આંગળીઓને ધ્યાનથી જુઓ. AI-જનરેટેડ ઈમેજમાં ઘણીવાર આ અંગોનું પ્રમાણ વિકૃત હોય છે. કેટલીકવાર આંગળીઓની સંખ્યામાં પણ વધઘટ હોઈ શકે છે
निष्कर्ष: AI એટલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલની મદદથી તૈયાર કરાયેલી તસવીરને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ધરપકડના ખોટા દાવાની સાથે વાયરલ કરવામાં આવી રહી છે.
- Claim Review : પુતિનની ધરપકડ કરી લેવામાં આવી છે.
- Claimed By : Tipline user
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.