X
X

Fact Check: ગુજરાતમાં હનુમાનજીના ભીતચિત્રોને નુકસાન પહોંચાડવાના કિસ્સામાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી

વિશ્વાસ ન્યૂઝે તપાસ કરી અને વાયરલ પોસ્ટનો દાવો નકલી હોવાનું જણાયું. ગુજરાતમાં હનુમાનજીના ભીંતચિત્રને નુકસાન કરનાર વ્યક્તિનું નામ હર્ષદ ગઢવી હતું. આમાં કોઈ મુસ્લિમ સામેલ નહોતો. તેને ખોટો સાંપ્રદાયિક રંગ આપવામાં આવી રહ્યો છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક વ્યક્તિ હનુમાનજીની વિશાળ મૂર્તિના કેટલાક ભાગને તોડતો જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને કેટલાક યુઝર્સ ચોક્કસ ધર્મના લોકોને નિશાન બનાવીને ભડકાઉ પોસ્ટ કરી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એક મુસ્લિમ વ્યક્તિ હનુમાનજીની પ્રતિમાને તોડી રહ્યો છે.

વિશ્વાસ ન્યૂઝે તેની તપાસમાં આ દાવો ભ્રામક હોવાનું જણાયું હતું. વાયરલ થઈ રહેલો વીડિયો ગુજરાતના સાળંગપુરનો છે. હનુમાનજીની પ્રતિમા નીચે વિવાદાસ્પદ ભીંતચિત્રો મુકવામાં આવતા નારાજ હર્ષદ ગઢવી મંદિરે પહોંચ્યા હતા અને તેને તોડવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેની અને તેના બે સાગરિતો જયસિંહ ભરવાડ અને બલદેવ ભરવાડની ધરપકડ કરવામાં આવી હતી. આ બાબતમાં કોઈ સાંપ્રદાયિક એંગલ નહોતો.

શું વાયરલ થઈ રહ્યું છે

ફેસબુક યુઝર Krishna Channdra Bung એ 4 સપ્ટેમ્બર, 2023ના રોજ એક વીડિયો પોસ્ટ કર્યો. જેમાં દાવો કર્યો કે, એક ઈસ્લામિક મુસ્લિમ હિંદુઓના આદરણીય દેવ શ્રી હનુમાનજીની પ્રતિમાને તોડી રહ્યો છે. આ બધું રાજકારણીઓના મતો અને નબળા ન્યાયતંત્ર/કોર્ટનું પરિણામ છે. નહીંતર ભારતમાં આવું કરવાની હિંમત ભાગ્યે જ કોઈ કરે. હિંદુ સમાજે નપુંસકતા અને કાયરતા છોડવી પડશે અને પોતાની સુરક્ષાની વ્યવસ્થા જાતે કરવી પડશે. સરકાર, વહીવટ, પોલીસ, કોર્ટ, આ બધું માત્ર દેખાડા માટે છે. 

પોસ્ટની સામગ્રી જેમ છે તેમ અહીં લખેલ છે. તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ તેને વાયરલ કરી રહ્યા છે. પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકો છો.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે સૌપ્રથમ સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો ધ્યાનથી જોયો. આ વીડિયોમાં સફેદ કપડા પહેરેલા એક વ્યક્તિ હનુમાનજીની મૂર્તિની નીચે પ્લેટફોર્મ પર ભીંતચિત્રોને નુકસાન પહોંચાડતો જોઈ શકાય છે. આ પછી કેટલાક પોલીસકર્મીઓ આવીને તેને રોકે છે. વિશ્વાસ ન્યૂઝે આ વીડિયોને તેના સંબંધિત કીવર્ડ્સના આધારે ગૂગલ ઓપન સર્ચ ટૂલની મદદથી સર્ચ કર્યો. 

અમને 3 સપ્ટેમ્બર, 2023ના રોજ ન્યૂઝ 18 ઈન્ડિયાની વેબસાઈટ પર અપલોડ કરાયેલા સમાચાર મળ્યા. વાઈરલ થયેલા વીડિયોનો ઉપયોગ આ અહેવાલમાં જોઈ શકાય છે. ગુજરાતના બોટાદ જિલ્લામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સહજાનંદ સ્વામી સમક્ષ ઘૂંટણિયે પડેલા ભગવાન હનુમાનને દર્શાવતા ભીંતચિત્રને નુકસાન કરવા બદલ સ્થાનિક પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. એક આરોપીની ઓળખ હર્ષદ ગઢવી તરીકે થઈ છે. આ ઉપરાંત તેના બે સાગરિતો જયસિંહ ભરવાડ અને બલદેવ ભરવાડની પણ ધરપકડ કરવામાં આવી હતી. સંપૂર્ણ સમાચાર અહીં કરીને વાંચી શકાય છે.

વધુ તપાસ કરતા યુટ્યુબ પર વાયરલ વીડિયો સર્ચ કર્યો. અમને 4 સપ્ટેમ્બર 2023ના રોજ AR મીડિયા ન્યૂઝની ચેનલ પર અપલોડ કરવામાં આવેલ એક વીડિયો રિપોર્ટ મળ્યો. આ વીડિયો ગુજરાતનો હોવાનું પણ કહેવાય છે. આ વીડિયો અહીં જોઈ શકાય છે.

https://youtu.be/kc5hdW3ZIeQ

સર્ચ દરમિયાન ધ વાયરની વેબસાઈટ પર વાયરલ વીડિયો સાથે જોડાયેલા સમાચાર મળ્યા. તેમાં પણ વ્યક્તિનું નામ હર્ષદ ગઢવી હોવાનું જણાવ્યું હતું. આ સમાચાર 5 સપ્ટેમ્બર 2023 ના રોજ પ્રકાશિત થયા હતા. સંપૂર્ણ સમાચાર અહીં વાંચી શકાય છે.

વિશ્વાસ ન્યૂઝની અત્યાર સુધીની તપાસમાં સાબિત થયું છે કે વાયરલ વીડિયોમાં દેખાતો વ્યક્તિ મુસ્લિમ નથી. વિશ્વાસ ન્યૂઝે આ સંદર્ભે દૈનિક જાગરણના ગુજરાત રાજ્ય બ્યુરો શત્રુઘ્ન શર્માનો સંપર્ક કર્યો અને તેમની સાથે વાયરલ દાવો શેર કર્યો. તેણે જણાવ્યું કે વીડિયોમાં ભીંતચિત્રોને નુકસાન કરનાર વ્યક્તિનું નામ હર્ષદ ગઢવી છે. વિવાદાસ્પદ ભીંતચિત્રોથી નારાજ થઈને તેણે આવું પગલું ભર્યું હતું. આમાં કોઈ મુસ્લિમ સામેલ નહોતો.

તપાસના અંતે ફેસબુક યુઝર Krishna Channdra Bung ના એકાઉન્ટની તપાસ કરવામાં આવી હતી. તેમાં જાણવા મળ્યું કે યુઝરને 4.6 હજાર લોકો ફોલો કરે છે.

  • Claim Review : મુસ્લિમોએ હનુમાનજીની ગ્રેફિટીમાં તોડફોડ કરી હતી.
  • Claimed By : ફેસબુક યુઝર -Krishna Channdra Bung
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later