વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલી મહિલા IPS અધિકારી છે. મહિલાનું નામ કાજલ સિંગલા છે, પરંતુ તેઓ IPS ઓફિસર હોવાનો દાવો ભ્રામક છે.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સોશિયલ મીડિયા પર ફરી એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં મહિલાને ‘લવ જેહાદ’ના નામે ભડકાઉ નિવેદન આપતા સાંભળી શકાય છે. વીડિયોને શેર કરતા યુઝર આ મહિલાને ગુજરાતના IPS અધિકારી કાજલ સિંગલા જણાવી રહ્યા છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલી મહિલા IPS અધિકારી છે. મહિલાનું નામ કાજલ સિંગલા છે, પરંતુ તેઓ IPS ઓફિસર હોવાનો દાવો ભ્રામક છે.
ફેસબુક યુઝરે વાયરલ પોસ્ટને શેર કરતા લખ્યું કે, ”આ ગુજરાતના IPS મહિલા અધિકારી કાજલ સિંગલા છે અને તેઓ લવ જેહાદનો પર્દાફાશ કરીને છોકરીઓને ચેતવણી આપી રહ્યા છે. હું હિન્દુ ધર્મના લોકોને ચેતવણી આપવા માંગુ છું. તમારા પરિવારની દીકરીઓને આ વીડિયો મોકલી દો.”
પોસ્ટના આર્કાઈવ વર્ઝનને અહીં જુઓ
અમારી તપાસને શરૂ કરતા અમે સૌથી પહેલા ગૂગલ કાજલ સિંગલા સર્ચ કર્યું. આ નામનું અમને એક વેરિફાઈડ ફેસબુક પેજ મળ્યું. જ્યાં આ મહિલાની પોસ્ટને જોઈ શકાય છે. આ પ્રોફાઈલના સ્કેનિંગમાં અમને આ વાયરલ વીડિયો 21 જૂન, 2021ના રોજ અપલોડ થયેલો મળ્યો.
તો કાજલ સિંગલાના ફેસબુક બાયો મુજબ, તેઓ એક બિઝનેસવુમેન અને સામાજિક કાર્યકર્તા છે.
કાજલ સિંગલાના ફેસબુક એકાઉન્ટ પર અમને તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલની લિંક પણ મળી. તેમણે 24 જૂન 2021ના રોજ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ વીડિયો અપલોડ કર્યો હતો.
કાજલ સિંગલાના એક્સ હેન્ડલ પર આપેલા બાયોમાં લખ્યું છે કે તેઓ બિઝનેસવુમેન અને સામાજિક કાર્યકર્તા છે.
અમારી તપાસને આગળ વધારતા અમે કાજલ સિંગલા અને તેમના વાયરલ નિવેદન સાથે સંબંધિત ન્યૂઝ સર્ચ કર્યા. સર્ચમાં અમને જનસત્તાની વેબસાઈટ પર 6 એપ્રિલ 2023ના રોજ અપલોડ કરાયેલો એક આર્ટિકલ મળ્યો. અહીં અપાયેલી જાણકારી અનુસાર, કાજલ સિંગલા રાજસ્થાનના વતની છે. ગુજરાતના ગીર સોમનાથના ઉના શહેરમાં એક રેલી દરમિયાન કાજલ સિંગલા ઉર્ફે કાજલ હિન્દુસ્તાનીના ભાષણ બાદ પોલીસે તેમની સામે ગુનો નોંધ્યો હતો. આ સમાચારમાં અમને ઉના પોલીસ ઈન્સ્પેક્ટરનું નિવેદન પણ મળ્યું છે, તેમનું કહેવું છે કે કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ભડકાઉં ભાષણ અને સાંપ્રદાયિક તણાવ ફેલાવવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, આ સમાચારમાં ક્યાંય પણ અમને તેમના IPS અધિકારી હોવાનો ઉલ્લેખ જોવા મળ્યો નથી.
આ વીડિયો આ પહેલા પણ વાયરલ થઈ ચૂક્યો છે અને તે સમયે અમે ગુજરાતમાં દૈનિક જાગરણના તે સમયના બ્યુરો હેડ શત્રુઘ્ન શર્માનો સંપર્ક કર્યો હતો. તેમનું કહેવું હતું કે, ”વાયરલ વીડિયો કાજલ સિંગલાનો છે. હાલ તેઓ જામીન પર બહાર છે. તેઓ આઈપીએસ અધિકારી નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો દાવો ખોટો છે.”
ભ્રામક પોસ્ટને શેર કરતા ફેસબુક યુઝરના સોશિયલ સ્કેનિંગમાં અમને જાણવા મળ્યું કે યુઝર મણિપુરનો રહેવાસી છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલી મહિલા IPS અધિકારી છે. મહિલાનું નામ કાજલ સિંગલા છે, પરંતુ તેઓ IPS ઓફિસર હોવાનો દાવો ભ્રામક છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923