Fact Check: સો.મીડિયા પર વાયરલ વીડિયો શાહજહાંપુરનો નહીં વડોદરાનો 5 વર્ષ જૂનો છે

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો વડોદરાનો છે. લગભગ પાંચ વર્ષ પહેલા ભારે વરસાદ બાદ ત્યાં પાણી ભરાયા હતા. આ દરમિયાન મગરો રહેણાંક વિસ્તારમાં ઘુસી ગયા હતા. આ ઘટનાનો વીડિયો પહેલા આસામનો જણાવીને વાયરલ થઈ ચૂક્યો છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)ચોમાસાની સિઝનમાં દેશના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ છે. આ દરમિયાન ઘણી જગ્યાએ રસ્તાઓ પર મગર આવવાના અહેવાલો પણ સામે આવ્યા છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં રહેણાંક વિસ્તારમાં મગરને જોઈ શકાય છે. કેટલાક યુઝર્સ આ વીડિયોને શેર કરીને તેને ઉત્તર પ્રદેશના શાહજહાંપુરનો જણાવી રહ્યા છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો વડોદરાનો છે. લગભગ પાંચ વર્ષ પહેલા ભારે વરસાદ બાદ ત્યાં પાણી ભરાયા હતા. આ દરમિયાન મગરો રહેણાંક વિસ્તારમાં ઘુસી ગયા હતા. આ ઘટનાનો વીડિયો પહેલા આસામનો જણાવીને વાયરલ થઈ ચૂક્યો છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

ઇન્સ્ટાગ્રામ યુઝર shahjahanpurzoneએ 18 જુલાઈના રોજ વીડિયો (આર્કાઇવ લિંક) પોસ્ટ કર્યો. તેની સાથે લખ્યું છે કે, શાહજહાંપુરમાં આવેલા પૂરમાં ઘણી જગ્યાએ મગર જોવા મળ્યા.

ફેસબુક યુઝર અજય સિંહે પણ આ વીડિયોને શાહજહાંપુરનો જણાવીને કારણે શેર કર્યો છે.

તપાસ

વાયરલ વીડિયોની કીફ્રેમ્સ કાઢીને તેને ગૂગલ લેન્સની મદદથી સર્ચ કર્યા બાદ જાણવા મળ્યું કે આ વીડિયો અગાઉ અંબાલા અને દિલ્હીનો જણાવીને શેર કરવામાં આવ્યો હતો. એક વર્ષ પહેલા બે અલગ અલગ યુટ્યુબ ચેનલો પર આ વીડિયોને દિલ્હી અને અંબાલાનો જણાવવામાં આવ્યો હતો. 

https://www.youtube.com/watch?v=Y85-sYSi1h0

સર્ચ કરવા પર અમને ટાઈમ્સ ઑફ ઇન્ડિયાની વેબસાઈટ પર 4 ઓગસ્ટ 2019ના રોજ પ્રકાશિત એક વીડિયો ન્યૂઝ મળ્યા. આમાં વાયરલ વીડિયોને જોઈ શકાય છે. સમાચાર મુજબ વાયરલ થયેલો વીડિયો ગુજરાતના વડોદરાનો છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. આ દરમિયાન કેટલાક ભાગોમાં મગર જોવા મળ્યા હોવાના કિસ્સા સામે આવ્યા. લાલબાગ તળાવનું સ્તર વધવાને કારણે રહેણાંક વિસ્તારોમાં મગરો ઘૂસી જાય છે.

ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસમાં 16 ઓગસ્ટ, 2019ના રોજ પ્રસિદ્ધ થયેલા સમાચારમાં લખવામાં આવ્યું છે કે ફોરેસ્ટ ઓફિસરના જણાવ્યા અનુસાર છેલ્લા 15 દિવસમાં શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ બાદ વડોદરાના વિવિધ વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 35 મગરોને બચાવી લેવામાં આવ્યા છે. શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં 1 ઓગસ્ટની સવાર સુધી એક દિવસમાં 500 મીમી જેટલો વરસાદ પડ્યો હતો, જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. વિશ્વામિત્રી નદીના પાણી શહેરના અનેક વિસ્તારોમાં ઘૂસી ગયા હતા. તેની સાથે અનેક મગરો પણ રહેણાંક વિસ્તારોમાં ઘુસી ગયા હતા.

આ પહેલા આ વીડિયો આસામના નામે પણ વાયરલ થઈ ચૂક્યો છે. ત્યારે વિશ્વાસ ન્યૂઝે વડોદરાની સ્થાનિક ન્યૂઝ ચેનલ ‘Our Vadodara’નો સંપર્ક કર્યો હતો. તેમણે આ વીડિયોને વડોદરાનો જણાવ્યો હતો. તેથી સ્પષ્ટ થાય છે કે આ વીડિયો વડોદરાનો જ છે અને 5 વર્ષ જૂનો છે. 

વીડિયોને ભ્રામક દાવાની સાથે શેર કરનારા યુઝરની પ્રોફાઈલને અમે સ્કેન કરી. યુઝરના 19 હજારથી વધારે ફોલોઅર્સ છે. 

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો વડોદરાનો છે. લગભગ પાંચ વર્ષ પહેલા ભારે વરસાદ બાદ ત્યાં પાણી ભરાયા હતા. આ દરમિયાન મગરો રહેણાંક વિસ્તારમાં ઘુસી ગયા હતા. આ ઘટનાનો વીડિયો પહેલા આસામનો જણાવીને વાયરલ થઈ ચૂક્યો છે.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ