Fact Check: આમિર ખાનનો પુત્ર આઝાદ સાથે ‘જવાન’ ફિલ્મ જોવા જવાને લઈને વાયરલ કરાઈ રહેલો વીડિયો જૂનો છે

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે આમિર ખાનના નામે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું કે આ વીડિયો માર્ચ 2023નો છે, જ્યારે આમિર ખાન તેમના પુત્ર સાથે બહાર ફરવા ગયા હતા. આ જ વીડિયોને હવે ફિલ્મ ‘જવાન’ સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ કમાણીના મામલે દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. ‘જવાન’ ફિલ્મ રિલીઝ થયા બાદથી જ સોશિયલ મીડિયા પર કેટલીક ભ્રામક અને ફેક પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે. હવે આની સાથે જોડીને એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અભિનેતા આમિર ખાન તેમના પુત્ર આઝાદ સાથે ફિલ્મ ‘જવાન’ જોવા પહોંચ્યા હતા.

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં દાવો ફેક નીકળ્યો. વાયરલ વીડિયો એડિટેડ છે. આમિર ખાન અને તેમના પુત્રનો આ વીડિયો માર્ચ 2023નો છે. જેને હવે ‘જવાન’ ફિલ્મ સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે. વાયરલ વીડિયોને ઘણા જુદા-જુદા વીડિયોને જોડીને બનાવવામાં આવ્યો છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક પેજ Janta Newsએ 11 સપ્ટેમ્બર, 2023ના રોજ આમિર ખાનનો પુત્ર સાથેનો એક વીડિયો શેર કરીને લખ્યું, “આમિર ખાન તેમના દિકરા સાથે શાહરૂખ ખાનની ફિલ્મ જવાન જોવા પહોંચ્યા.”

પોસ્ટના આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.

તપાસ

વાયરલ વીડિયોની તપાસ કરવા માટે અમે Google Images પર વીડિયોના સ્ક્રીનશોટને સર્ચ કર્યો. સર્ચ દરમિયાન અમને આ વીડિયો માર્ચ 2023માં ઘણી જગ્યાએ અપલોડ મળ્યો. ‘htcity’ના વેરિફાઈડ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વાયરલ વીડિયો સાથે સંબંધિત એક પોસ્ટ જોવા મળી. 6 માર્ચ, 2023ના રોજ કરવામાં આવેલી પોસ્ટમાં આમિર ખાન અને તેમના પુત્ર આઝાદને એ જ કપડામાં જોઈ શકાય છે. પોસ્ટમાં લખ્યું હતું કે, ”આમિર ખાન તેમના દિકરા આઝાદ રાવ ખાન સાથે જોવા મળ્યા, પિતા-પુત્રની જોડી આઉટિંગનો આનંદ માણી રહી હતી અને ફોટા પડાવી રહી હતી.”

વાયરલ વીડિયો સાથે સંબંધિત સમાચારને Pinkvilla.com વેબસાઇટ પર પણ વાંચી શકાય છે. 4 માર્ચ, 2023ના રોજ પ્રકાશિત થયેલા સમાચારમાં વીડિયોના સ્ક્રીનશૉટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આપવામાં આવેલી માહિતી મુજબ, “આઉટિંગ માટે નીકળેલા આમિર ખાન અને તેમના પુત્ર આઝાદને પાપારાઝીએ જોયા હતા.”

વાયરલ વીડિયો વિરલ ભાયાણી  (Viral Bhayani)ની વેરિફાઈડ યુટ્યુબ ચેનલ પર 4 માર્ચ 2023ના રોજ અપલોડ મળ્યો. વીડિયોને અહીં જુઓ.

https://youtu.be/UcS7L74rLts

વીડિયો સાથે સંબંધિત ઘણા અન્ય રિપોર્ટ્સને અહીં વાંચી શકાય છે. અમે આમિર ખાનના જવાન ફિલ્મ જોવા જવાના દાવાને લઈને સર્ચ કર્યું. અમને એવા કોઈ સમાચાર ન મળ્યા, જેનાથી પુષ્ટિ થઈ શકે કે આમિર ખાન તેમના દિકરા સાથે જવાન ફિલ્મ જોવા ગયા હતા. 

વાયરલ વીડિયોને લઈને અમે મુંબઈના વરિષ્ઠ ફિલ્મ પત્રકાર પરાગ છાપેકર સાથે સંપર્ક કર્યો. તેમણે જણાવ્યું કે, “વીડિયો જૂનો છે. વીડિયોને એડિટ કરીને શેર કરવામાં આવી રહ્યો છે.”

ખોટી પોસ્ટ કરનાર ફેસબુક પેજને અમે સ્કેન કર્યું. જે મુજબ, ફેસબુક પર આ પેજને એક લાખ 63 હજાર લોકો ફોલો કરે છે. આ પેજ પર ફિલ્મ ‘જવાન’ સંબંધિત ઘણી પોસ્ટ શેર કરવામાં આવી છે. 

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે આમિર ખાનના નામે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું કે આ વીડિયો માર્ચ 2023નો છે, જ્યારે આમિર ખાન તેમના પુત્ર સાથે બહાર ફરવા ગયા હતા. આ જ વીડિયોને હવે ફિલ્મ ‘જવાન’ સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ