Fact Check: વાયરલ વીડિયો ઉત્તર પ્રદેશની સ્કૂલનો છે, દિલ્હીનો જણાવીને કરાઈ રહ્યો છે શેર
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે દિલ્હીની સ્કૂલનો જણાવીને શેર કરવામાં આવી રહેલો દાવો ભ્રામક છે. અસલમાં આ વીડિયો વર્ષ 2021માં ગાઝિયાબાદની વિજય નગરની પ્રાથમિક વિદ્યાલયમાં થયેલી ઘટનાનો છે, જેને હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવાના ઈરાદાથી ખોટા દાવાની સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
- By: Jyoti Kumari
- Published: Dec 6, 2023 at 12:21 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે. જેમાં એક સ્કૂલમાં કેટલાક મુસ્લિમ સમાજના બાળકો બેઠા છે. કેટલાક યુઝર્સ આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દિલ્હીના વિજય નગરની એક સ્કૂલનો વીડિયો છે. જ્યાં શાળામાં કલમા અને ઉર્દૂ ભણવાની પરવાનગી આપવામાં આવી છે.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ભ્રામક નીકળ્યો. વાયરલ વીડિયોને દિલ્હી સાથે કોઈ સંબંધ નથી. આ ઘટના વર્ષ 2021માં ગાઝિયાબાદની સ્કૂલમાં બની હતી. તે વીડિયોને હવે આમ આદમી પાર્ટી અને સીએમ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવાના ઈરાદાથી શેર કરવામાં આવી રહ્યો છે.
શું છે વાયરલ પોસ્ટમાં?
વાયરલ વીડિયોને શેર કરીને ફેસબુક યુઝર દીપુ સિંહે કેપ્શનમાં લખ્યું છે કે, “આ છે કેજરીવાલની દિલ્હી સ્કૂલનું મોડલ, જે સેકુલર હિન્દુઓને લાગે છે કે કેજરીવાલ સારું કામ કરી રહ્યા છે. જોઈ લો દિલ્હીની સરકારી સ્કૂલોને કેજરીવાલે મદરેસામાં બદલવાનું શરુ કરી દીધું છે. દિલ્હીના વિજયનગરની એક સરકારી સ્કૂલ છે. આ સ્કૂલમાં કલમા, ઉર્દુ ભણવાની પરવાનગી આપી છે. કેજરીવાલ કે તેમના ધારાસભ્ય અને સરકારનું સમર્થન છે. હવે હિન્દુઓને નક્કી કરવાનું છે કે આ જિહાદી વિચારધારાવાળા અરવિંદ કેજરીવાલની પાર્ટીની સાથે શું કરવું જોઈએ.”
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જોઈ શકાય છે.
તપાસ
વાયરલ વીડિયોની તપાસ કરવા માટે અમે સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કર્યું. આ દરમિયાન અમને વાયરલ વીડિયો ઘણી જગ્યાએ અપલોડ થયેલો મળ્યો. ‘Shingham Sanatani ॐ’ નામની યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ મળ્યો. 28 નવેમ્બર 2021ના રોજ અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, વીડિયો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની વિજયનગર પ્રાથમિક વિદ્યાલય મિર્ઝાપુરનો છે.
સર્ચમાં વીડિયો Dr. Ashutosh Gupta Ghaziabad Vidhansabha 56ના ફેસબુક એકાઉન્ટ પર પણ મળ્યો. 20 નવેમ્બર, 2021ના રોજ અપલોડ કરાયેલા વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ”વીડિયો ગાઝિયાબાદના ભૂડભારત નગરની પ્રાઈમરી સ્કૂલનો છે. શાળામાં મીટ-બિરયાનીની પાર્ટી ચાલી રહી હતી. જેમાં પુરૂષો ઉપરાંત મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં હાજર હતા. સામાજિક કાર્યકર ડૉ. આશુતોષ ગુપ્તાએ વીડિયો બનાવ્યો અને પોલીસ ફરિયાદ નોંધાવી.”
પહેલા પણ આ વીડિયો અલગ-અલગ તક પર સમાન દાવાની સાથે વાયરલ થઈ ચૂક્યો છે. જેની તપાસ વિશ્વાસ ન્યૂઝે કરી હતી. આ વીડિયોને લઈને અમે આમ આદમી પાર્ટીના મીડિયા કો-ઓર્ડિનેટર વેદ કુમાર સાથે સંપર્ક કર્યો. તેમણે કહ્યું હતું કે વાયરલ વીડિયો અંગે કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. તેમણે એ પણ જણાવ્યું કે, આ વીડિયો દિલ્હીનો નથી.
અમે આ ઘટનાને કવર કરનાર દૈનિક જાગરણના ગાઝિયાબાદના રિપોર્ટર દીપા શર્મા સાથે પણ વાત કરી હતી, જેમણે અમને જણાવ્યું હતું કે વીડિયો દિલ્હીનો નહીં, પરંતુ ગાઝિયાબાદના વિજયનગરની પ્રાથમિક સ્કૂલનો છે. વર્ષ 2021માં એક ઈસ્લામિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું . રિયાઝુદ્દીન નામનો એક વ્યક્તિ જે શાળાની દેખરેખ રાખતો હતો તે તેની પત્ની સાથે ત્યાં રહેતો હતો. તેણે શાળાની રજાના દિવસે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. હોબાળો થતાં પોલીસ ત્યાં પહોંચી હતી અને સમગ્ર મામલાની પોલીસે ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી.
તપાસના અંતે અમે જૂના વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે, યુઝરને ફેસબુક પર 2 હજારથી વધુ લોકો ફોલો કરે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે દિલ્હીની સ્કૂલનો જણાવીને શેર કરવામાં આવી રહેલો દાવો ભ્રામક છે. અસલમાં આ વીડિયો વર્ષ 2021માં ગાઝિયાબાદની વિજય નગરની પ્રાથમિક વિદ્યાલયમાં થયેલી ઘટનાનો છે, જેને હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવાના ઈરાદાથી ખોટા દાવાની સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
- Claim Review : વાયરલ વીડિયો સીએમ અરવિંદ કેજરીવાલની દિલ્હી સ્કૂલ મોડલનો છે.
- Claimed By : ફેસબુક યુઝર Deepu Singh
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.