Fact Check: સીમા હૈદરના પાકિસ્તાન જવાના દાવાની સાથે વાયરલ વીડિયો એડિટેડ છે

સચિન મીણાના પરિવારોના સભ્યોના મારપીટથી કંટાળીને પાકિસ્તાન જવાના દાવાની સાથે વાયરલ થઈ રહેલો સીમા હૈદરનો વીડિયો એઆઈ ટૂલની મદદથી ટૈયાર કરેલો એક ડીપ ફેક વીડિયો છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેને એ કહેતા સાંભળી શકાય છે કે તે હવે ભારત છોડીને પાકિસ્તાન પરત જઈ રહી છે. વીડિયોમાં તેને એ કહેતા સાંભળી શકાય છે કે તે સચિનના પરિવારના સભ્યોની મારપીટથી કંટાળી ગઈ છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. વાયરલ થઈ રહેલો વીડિયો સાચો નથી, પણ ડિજિટલી ક્રિએટેડ વીડિયો છે. સાથે જ તેની સાથે કરવામાં આવી રહેલો દાવો પણ ખોટો છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

સોશિયલ મીડિયા યુઝર‘Zaka Ullah Khan’એ વાયરલ વીડિયોને શેર કર્યો છે, જેમાં લખેલું છે કે હું (સીમા હૈદર)પરત જઈ રહી છું. સોશિયલ મીડિયા પર નકલી દાવાની સાથે વીડિયોનો સ્ક્રીનશોટ વાયરલ 

તપાસ

વાયરલ વીડિયોમાં સીમા હૈદરને એ કહેતા સાંભળી શકાય છે, “…મિત્રો હું ગુલામ હૈદરની સાથે પરત જઈ રહી છું. મને અહીં માર મારવામાં આવી રહ્યો છે. સચિનના પિતા સંજન મને રોજ મારે છે…કહે છે કે તને અહીં લાવીને અમે ભૂલ કરી છે અને મારી પાસે જેટલા પણ પૈસા હતા, તે પણ લઈ લીધા. મને હવે દરરોજ મારે છે અને કહે છે કે પાછી ચાલી જા. મારા બાળકોને મારે છે.”

વીડિયોમાં સીમા હૈદરને એક જ ફ્રેમમાં આ કહેતા સાંભળી શકાય છે અને સમગ્ર વીડિયોમાં તેની બોડી લેંગ્વેજમાં કોઈ કુદરતી બદલાવ જોવા મળ્યો નથી. સામાન્ય રીતે આવું તે વીડિયોમાં જોવા મળે છે, જે ડીજીટલ રીતે અથવા AI ટૂલ્સની મદદથી બનેલો હોય છે.

વાયરલ વીડિયોને લઈને અમે ટીવી ચેનલમાં કામ કરતા સિનિયર વીડિયો એડિટર આશિષ જૈન સાથે સંપર્ક કર્યો. તેમણે પુષ્ટિ કરતા જણાવ્યું કે, આ બનાવેલો વીડિયો છે. તેમણે કહ્યું કે AI ટૂલ્સની મદદથી હવે આવા વીડિયો બનાવવા ખૂબ જ સરળ છે.

ન્યૂઝ સર્ચમાં અમને એવા ઘણા આર્ટિકલ મળ્યા, જે વાયરલ વીડિયોના દાવાઓને સમર્થન આપતા નથી. રિર્પોટ મુજબ, પાકિસ્તાન મોકલવાના નામ પર સીમા હૈદર રડવા લાગી. રિપોર્ટ અનુસાર, “સીમા હૈદરનું કહેવું છે કે તે સચિન મીણાને સાચો પ્રેમ કરે છે અને તે તેને છોડીને ક્યાંય જવાની નથી.”

એટલું જ નહીં સીમા હૈદરે  ભારતીય નાગરિકતાની માંગ સાથે રાષ્ટ્રપતિને પત્ર પણ લખ્યો છે. આ પહેલા પણ સીમા હૈદરનો આવો જ વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે પોતાને પાકિસ્તાની જાસૂસ ગણાવી રહી હતી. વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં આ વીડિયો ડીપ ફેક હોવાનું જાણવા મળ્યું હતું, જેને AI ટૂલની મદદથી બનાવવામાં આવ્યો છે. અમારા ફેક્ટ ચેક રિપોર્ટને અહીં જોઈ શકાય છે.

AI ટૂલ્સની મદદથી બનાવેલા અન્ય મલ્ટિમીડિયાના ફેક્ટ ચેક રિપોર્ટ્સને વિશ્વાસ ન્યૂઝના AI ચેક સેક્શન્સમાં વાંચી શકાય છે. વાયરલ વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરને ફેસબુક પર લગભગ 2500 લોકો ફોલો કરે છે.

निष्कर्ष: સચિન મીણાના પરિવારોના સભ્યોના મારપીટથી કંટાળીને પાકિસ્તાન જવાના દાવાની સાથે વાયરલ થઈ રહેલો સીમા હૈદરનો વીડિયો એઆઈ ટૂલની મદદથી ટૈયાર કરેલો એક ડીપ ફેક વીડિયો છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ