X
X

Fact Check: દરિયાની સપાટીમાં દ્વારકાના નામે વાયરલ થયેલો વીડિયો 3D એનિમેશન છે

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે જળમગ્ન દ્વારકાના દાવાની સાથે વાયરલ કરવામાં આવી રહેલો વીડિયો અસલી નહીં, પરંતુ 3D ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. વીડિયોને શ્રી રામ નામના કલાકારે બનાવ્યો છે, જેને ઓરિજનલ દ્રશ્ય સમજીને ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

  • By: Jyoti Kumari
  • Published: Mar 7, 2024 at 03:35 PM
  • Updated: Mar 7, 2024 at 04:08 PM

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર 15 સેકન્ડની એક વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં પાણીની અંદર એક મંદિરને બતાવવામાં આવ્યું છે. હવે કેટલાક યુઝર્સ આ ક્લિપને શેર કરી દાવો કરી રહ્યા છે કે આ ડૂબી ગયેલી દ્વારકા નગરીનો દુર્લભ વીડિયો છે.

વિશ્વાસ ન્યૂઝને તપાસમાં દાવો ફેક હોવાનું જાણવા મળ્યું. વાયરલ દ્રશ્ય અસલી નહીં, પરંતુ 3D ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. જેને યુઝર્સ ખોટા દાવાની સાથે શેર કરી રહ્યા છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર Priyanka Hindusthaniએ 27 ફેબ્રુઆરીએ એક વીડિયોને શેર કરીને લખ્યું છે કે, “સમુદ્રના તળિયે ભગવાન શ્રી કૃષ્ણની નગરીના દર્શન કરી લો. અદ્ભુત અલૌકિક. ”

વીડિયોને સાચો માનીને અન્ય યુઝર્સ પણ તેને વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઈવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.

તપાસ

વાયરલ વીડિયો વિશે જાણવા માટે અમે ફ્રેમ્સ કાઢીને તેને ગૂગલ લેન્સની મદદથી સર્ચ કર્યા. અમને આ વીડિયો ઘણા ફેસબુક પેજ પર અપલોડ થયેલો મળ્યો. લોસ્ટ ટેમ્પલ્સ નામના એક ફેસબુક પેજ પર 31 માર્ચ 2023ના રોજ આ વીડિયો અપલોડ મળ્યો. વીડિયોની સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, તેને 3D એનિમેશન દ્વારા બનાવવામાં આવ્યો છે. તેને બનાવવાનો ક્રેડિટ @artz_by_ramને આપવામાં આવ્યો છે.

તપાસને આગળ વધાારતા અમે @artz_by_ram પર વીડિયોને સર્ચ કર્યો. અમને @artz_by_ram નામના Instagram પેજ પર આ વીડિયો 20 માર્ચ 2023ના રોજ શેર કરવામાં આવેલો મળ્યો. વીડિયોના કેપ્શનમાં જણાવવામાં આવ્યું છે કે આ વીડિયો 3Dનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે.

અમે artz_by_ramના Instagram પેજને ચેક કર્યું. અમને આ એકાઉન્ટ પર ઘણા 3D વીડિયો મળ્યા. બાયોમાં આપેલી માહિતી અનુસાર, આ એકાઉન્ટના માલિક આર્ટ સ્ટુડન્ટ છે અને તેઓ 3D મોડલ, ડિજિટલ પોટ્રેટ વગેરે જેવા આર્ટવર્ક બનાવે છે.

અગાઉ પણ આ દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો છે. વિશ્વાસ ન્યૂઝે તે દરમિયાન દાવાની તપાસ કરી હતી. તે દરમિયાન વિશ્વાસ ન્યૂઝે દ્વારકાના પૂજારી જીતુ ગૌર સાથે વાયરલ પોસ્ટ અંગે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યું હતું કે આ ડૂબી ગયેલી દ્વારકા નગરીનો અસલી વીડિયો નથી. આ એડિટેડ છે. ફેક્ટ ચેક રિર્પોટને અહીં વાંચો.

છેલ્લે અમે પોસ્ટને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝરને 14,735 લોકો ફોલો કરે છે. યુઝર દિલ્હીનો રહેવાસી છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે જળમગ્ન દ્વારકાના દાવાની સાથે વાયરલ કરવામાં આવી રહેલો વીડિયો અસલી નહીં, પરંતુ 3D ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. વીડિયોને શ્રી રામ નામના કલાકારે બનાવ્યો છે, જેને ઓરિજનલ દ્રશ્ય સમજીને ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

  • Claim Review : આ જલમગ્ન થયેળી દ્વારકા નગરીનો દુર્લભ વીડિયો છે.
  • Claimed By : ફેસબુક યુઝર- Priyanka Hindusthani
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later