Fact Check: રાજીવ અને સોનિયા ગાંધીના ‘નિકાહ’ના દાવાની સાથે વાયરલ તસવીર તેમના લગ્નની નહીં, ફ્રેન્સી ડ્રેસ કોમ્પિટિશનની છે
રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના લગ્ન બાદ આયોજિત ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનની તસવીરને આ ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહી છે કે બંનેએ ધર્મ બદલીને ‘નિકાહ’ કર્યા હતા. રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના લગ્ન હિન્દુ રીતિ-રિવાજ મુજબ થયા હતા.
- By: Abhishek Parashar
- Published: Oct 21, 2023 at 11:09 AM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત થયા બાદ સોશિયલ મીડિયા પર ચૂંટણી દુષ્પ્રચાર સંબંધિત દાવાઓને શેર કરવામાં આવી રહ્યા છે. આની સાથે જોડીને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીની એક તસવીરને શેર કરવામાં આવી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તેમના નિકાહની તસવીર છે. રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીએ ધર્મ પરિવર્તન કરીને લગ્ન કર્યા હતા.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો ખોટો અને રાજકીય દુષ્પ્રચાર નિકળ્યો. વાયરલ થઈ રહેલી તસવીર રાજીવ ગાંધીના લગ્ન પછી આયોજિત ફેન્સી ડ્રેસ પાર્ટીની છે, જેમાં રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, સંજય ગાંધી અને મોહમ્મદ યુનુસ ગાંધી ફેન્સી ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. ફેબ્રુઆરી 1968માં લેવાયેલી આ તસવીર નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરીમાં હાજર છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
વિશ્વાસ ન્યૂઝના વોટ્સએપ ટિપલાઈન નંબર +91 9599299372 પર યુઝરે આ પોસ્ટને મોકલીની તેનું સત્ય જણાવવાની વિનંતી કરી છે.
સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર પણ ઘણા અન્ય યુઝર્સે આ તસવીરને સમાન દાવાની સાથે શેર કરી છે.
તપાસ
વાયરલ તસવીરમાં રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને સંજય ગાંધી ફેન્સી ડ્રેસમાં જોવા મળી રહ્યા છે અને આને લઈને દાવો કરવામાં આવ્યો છે કે આ રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના ‘નિકાહ’ની તસવીર છે, જ્યારે તેઓએ પોતાનો ધર્મ બદલીને લગ્ન કર્યા હતા. તસવીરના ઓરિજનલ સોર્સને શોધવા માટે અમે રિવર્સ ઈમેજ સર્ચની મદદ લીધી.
સર્ચ દરમિયાન આ તસવીર indianculture.gov.inની વેબસાઈટ પર મળી. તસવીરની સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, ”આ તસવીર નવી દિલ્હીમાં ફેબ્રુઆરી 1968માં રાજીવ ગાંધીના લગ્ન બાદ આયોજિત ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનની છે, જેમાં રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, સંજય ગાંધી અને મોહમ્મદ યુનુસ ફેન્સી ડ્રેસમાં જોવા મળી રહ્યા છે.”
“Rajiv gandhi sonia gandhi wedding” કી-વર્ડ સર્ચમાં રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના લગ્નની ઘણી તસવીરો મળી. ન્યૂઝ 18ના 7 ઓક્ટોબર, 2015ના રિપોર્ટ મુજબ, “રાજીવ ગાંધી અને સોનિયા માયનોના લગ્ન 25 ફેબ્રુઆરી 1968ના રોજ 1 સફદરજંગ રોડ પર એક ખાનગી હોલમાં થયા હતા.”
રિપોર્ટમાં રશીદ કિદવઈના પુસ્તકને ટાંકીને કહેવામાં આવ્યું છે કે વૈદિક મંત્રોચ્ચાર સાથે બંનેએ એકબીજાને માળા પહેરાવી અને પછી ડેપ્યુટી કમિશનર બી.એન ટંડનની હાજરીમાં રજિસ્ટ્રાર બુક પર હસ્તાક્ષર કર્યા. આ પછી બંનેએ એકબીજાને વીંટી પણ પહેરાવી. આ દરમિયાન માત્ર ગાંધી પરિવારની નજીકના લોકો જ હાજર હતા.
‘British Movietone’ નામની યુ-ટ્યુબ ચેનલ પર બંનેના લગ્નના વીડિયો હાજર છે, જેમાં રાજીવ ગાંધી પટિયાલા અચકન અને ચૂરીદારની સાથે પાઘડીમાં જોવા મળી રહ્યા છે, જ્યારે સોનિયા ગાંધીને સાડીમાં જોઈ શકાય છે.
inc.inની વેબસાઈટ પર હાજર જાણકારી અનુસાર, 1968ના રોજ નવી દિલ્હીમાં બંનેના લગ્ન હિન્દુ રીતિ-રિવાજ મુજબ થયા હતા.
અમારી તપાસથી સ્પષ્ટ થાય છે કે વાયરલ થઈ રહેલી તસવીર રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના લગ્નની નથી. બંનેના હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન થયા હતા.
વાયરલ તસવીરને લઈને વિશ્વાસ ન્યૂઝે રાશિદ કિદવઈ સાથે સંપર્ક કર્યો, તેમણે પુષ્ટિ કરતા જણાવ્યું કે ”આ તસવીર રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના લગ્નની નથી, પરંતુ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનની છે.” તેમણે તેમના પુસ્તક પર આધારિત એક ન્યૂઝ રિપોર્ટની લિંક પણ શેર કરી, જે મુજબ દંપતીએ હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.
निष्कर्ष: રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના લગ્ન બાદ આયોજિત ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનની તસવીરને આ ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહી છે કે બંનેએ ધર્મ બદલીને ‘નિકાહ’ કર્યા હતા. રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના લગ્ન હિન્દુ રીતિ-રિવાજ મુજબ થયા હતા.
- Claim Review : રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના 'નિકાહ'ની તસવીર.
- Claimed By : X User-The UnPaid Times
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.