X
X

Fact Check: સિગારેટ પીતા સોનિયા ગાંધીની વાયરલ તસવીર AI ટૂલથી બનાવાઈ છે

સિગારેટ પીતા સોનિયા ગાંધીની વાયરલ થઈ રહેલી તસવીર ફેક છે, જેને AI ટૂલની મદદથી બનાવવામાં આવી છે. AI ફેસ સ્વેપિંગ ટૂલની મદદથી એક અન્ય મહિલાની 2012માં લેવાયેલી તસવીરને એડિટ કરીને તેમાં સોનિયા ગાંધીનો ચહેરો જોડી દેવામાં આવ્યો છે.સિગારેટ પીતા સોનિયા ગાંધીની વાયરલ થઈ રહેલી તસવીર ફેક છે, જેને AI ટૂલની મદદથી બનાવવામાં આવી છે. AI ફેસ સ્વેપિંગ ટૂલની મદદથી એક અન્ય મહિલાની 2012માં લેવાયેલી તસવીરને એડિટ કરીને તેમાં સોનિયા ગાંધીનો ચહેરો જોડી દેવામાં આવ્યો છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર રાજ્યસભાના સાંસદ અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની એક તસવીર વાયરલ થઈ રહી છે. વાયરલ તસવીરમાં તેમને કથિત રીતે સિગારેટ પીતા જોઈ શકાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસવીર તેમના યુવાવસ્થાની છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં આ તસવીર ફેક હોવાનું જાણવા મળ્યું, જેને AIની મદદથી તૈયાર કરવામાં આવી છે.  AI ફેસ સ્વેપિંગ ટૂલની મદદથી એક અન્ય મહિલાની 2012માં લેવાયેલી તસવીરને એડિટ કરીને તેમાં સોનિયા ગાંધીનો ચહેરો જોડી દેવામાં આવ્યો છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

વિશ્વાસ ન્યૂઝના ટીપલાઈન નંબર +91 9599299372 પર યુઝરે આ પોસ્ટ મોકલીને તેની સત્યતા જણાવવાની વિનંતી કરી છે. સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર પણ ઘણા અન્ય યુઝર્સે આ તસવીરને સોનિયા ગાંધીની જણાવીને શેર કરી છે.

એક્સ પ્લેટફોર્મ પર ઘણા યુઝર્સે (આર્કાઇવ લિંક) આ તસવીરને સમાન દાવાની સાથે શેર કરી છે.

તપાસ

વાયરલ તસવીરમાં સોનિયા ગાંધીને કથિત રીતે સિગારેટ પીતા જોઈ શકાય છે. સાર્વજનિક જીવનમાં સોનિયા ગાંધીની આવી કોઈ તસવીર ઉપલબ્ધ નથી, જે તેમની વિશ્વસનીયતા પર શંકા ઊભી કરે. તેથી અમે તેને AI ટૂલની મદદથી ચેક કર્યું.

AI જનરેટેડ તસવીરોની તપાસ કરતા ટૂલ hivemoderation.com પર અમે આ તસવીરને ચેક કરી. તપાસના પરિણામમાં આ તસવીર AIની મદદથી બનેલી હોવાની સંભાવના 99.9 ટકા આવી.

વાયરલ તસવીર AI દ્વારા બનેલી હોવાની સંભાવના લગભગ 100 ટકા છે.

વાયરલ તસવીરમાં ડાબી બાજુ નીચે remaker લખેલું જોવા મળી રહ્યું છે. ગૂગલ સર્ચમાં અમને જાણવા મળ્યું કે આ રીમેકર વાસ્તવમાં AI ફેસ સ્વેપિંગ ઓનલાઈન ટૂલ છે અને આ વેબસાઈટ પર અમને એવી ઘણી તસવીરો મળી, જેને આ ટૂલની મદદથી બનાવવામાં આવી છે અને આ તસવીરો વાયરલ તસવીર જેવી જ છે.

સર્ચ દરમિયાન અમને ઓરિજનલ તસવીર Tumblr.comની વેબસાઇટ (આર્કાઇવ લિંક) પર પોસ્ટ કરાયેલી મળી, જેને 2012માં ફરઝાદ સફરઝારી દ્વારા લેવામાં આવી હતી. આ તસવીરને રીમેકર ટૂલની મદદથી બદલીને સોનિયા ગાંધીની તસવીર બનાવી દેવામાં આવી છે. બંને તસવીરોની વચ્ચેના તફાવતને નીચે દર્શાવેલ કોલાજમાં બે સ્પષ્ટપણે જોઈ શકાય છે.

વાયરલ તસવીર અંગે અમે AI અને મશીન લર્નિંગ પર કામ કરતા નિષ્ણાત અભિજીત પરાશર સાથે સંપર્ક કર્યો. તેમણે પુષ્ટિ કરતા જણાવ્યું, ”સામાન્ય રીતે આવી તસવીર ફેસ સ્વેપિંગ જેવા ટૂલની મદદથી રિક્રિએટ કરવામાં આવે છે અને જો તે તસવીરોને એડિટ કરવામાં આવી ન હોય તો આવા ટૂલની મદદથી બનેલી તસવીરોમાં સંબંધિત ટૂલના વોટરમાર્કને જોઈ શકાય છે, જેવું સોનિયા ગાંધીની વાયરલ તસવીરમાં જોવા મળી રહ્યું છે.”

વિશ્વાસ ન્યૂઝના AI ચેક સેક્શનમાં આવા અન્ય ડીપફેક વીડિયોના ફેક્ટ ચેક રિપોર્ટ્સને વાંચી શકાય છે. આ ઉપરાંત લોકસભા ચૂંટણી 24 સંબંધિત અન્ય ભ્રામક અને ફેક દાવાની તપાસ કરતા ફેક્ટ ચેક રિર્પોટ્સને વિશ્વાસ ન્યૂઝના ચૂંટણી સેક્શનમાં વાંચી શકાય છે.

વાયરલ તસવીરને ફેક દાવાની સાથે શેર કરનાર યુઝરને ફેસબુક પર પાંચ હજારથી વધુ લોકો ફોલો કરે છે અને આ પ્રોફાઈલ પરથી કોઈ ચોક્કસ વિચારધારાથી પ્રેરિત કન્ટેન્ટ શેર કરવામાં આવે છે.

निष्कर्ष: સિગારેટ પીતા સોનિયા ગાંધીની વાયરલ થઈ રહેલી તસવીર ફેક છે, જેને AI ટૂલની મદદથી બનાવવામાં આવી છે. AI ફેસ સ્વેપિંગ ટૂલની મદદથી એક અન્ય મહિલાની 2012માં લેવાયેલી તસવીરને એડિટ કરીને તેમાં સોનિયા ગાંધીનો ચહેરો જોડી દેવામાં આવ્યો છે.સિગારેટ પીતા સોનિયા ગાંધીની વાયરલ થઈ રહેલી તસવીર ફેક છે, જેને AI ટૂલની મદદથી બનાવવામાં આવી છે. AI ફેસ સ્વેપિંગ ટૂલની મદદથી એક અન્ય મહિલાની 2012માં લેવાયેલી તસવીરને એડિટ કરીને તેમાં સોનિયા ગાંધીનો ચહેરો જોડી દેવામાં આવ્યો છે.

  • Claim Review : સિગારેટ પીતા સોનિયા ગાંધીની તસવીર.
  • Claimed By : FB USER-Sawan Kushwah Hindu
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later