Fact Check: ફરી વાયરલ થયો આદુથી કોરોનાની સારવારના ઉપાયો જણાવનાર શખ્સનો વીડિયો

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલી વ્યક્તિ મુંબઈના પ્રખ્યાત ડોક્ટર ઝરીર ઉદવાડિયા નથી. એટલું જ નહીં વીડિયોમાં તેઓ કોરોનાથી બચવાના જે ઉપાયો જણાવી રહ્યા છે, તે પણ ખોટો છે. આવું કરવું ખતરનાક સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ પ્રકારના ઉપાયો સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ડોક્ટરની સલાહ વિના આવા કોઈ પગલાં ન ઉઠાવો. આદુ દ્વારા કોરોનાની સારવાર કરી શકાતી નથી.

Fact Check: ફરી વાયરલ થયો આદુથી કોરોનાની સારવારના ઉપાયો જણાવનાર શખ્સનો વીડિયો

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સોશિયલ મીડિયા પર એક વ્યક્તિના વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મુંબઈના ડો. ઝરીર ઉદવાડિયા છે, જેઓ કોરોનાના નવા વેરિએન્ટથી બચવાના ઉપાયો જણાવી રહ્યા છે. વીડિયોમાં વ્યક્તિને કહેતા જોઈ શકાય છે કે આદુથી કોરોનાની સારવાર કરવી શક્ય છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોમાં કરવામાં આવી રહેલો દાવો ખોટો છે.  વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલી વ્યક્તિ મુંબઈના પ્રખ્યાત ડોક્ટર ઝરીર ઉદવાડિયા નથી. એટલું જ નહીં વીડિયોમાં તેઓ કોરોનાથી બચવાના જે ઉપાયો જણાવી રહ્યા છે, તે પણ ખોટો છે. આવું કરવું ખતરનાક સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ પ્રકારના ઉપાયો સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ડોક્ટરની સલાહ વિના આવા કોઈ પગલાં ન ઉઠાવો. આદુ દ્વારા કોરોનાની સારવાર કરી શકાતી નથી.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર મનોજ મહેતાએ 28 ડિસેમ્બર 2023ના રોજ વાયરલ વીડિયોને શેર કર્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, “This is Dr Zarir Udwadia one of the top Chest physicians not only in Mumbai but pan India. Very simple remedy & scientifically explained for preventing viral infection including covid.* ડો. ઝરીર ઉદવાડિયા ફક્ત મુંબઈમાં જ નહીં પરંતુ ભારતમાં ટોચના છાતીના ચિકિત્સકો (chest physicians)માંથી એક છે. કોવિડ સહિત વાયરલ સંક્રમણથી બચવા માટે ખૂબ જ સરળ અને વૈજ્ઞાનિક રીતે જણાવવામાં આવેલો ઉપાય. “

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

તપાસ 

વાયરલ વીડિયો પહેલા પણ અલગ-અલગ દાવાઓની સાથે વાયરલ થઈ ચૂક્યો છે. અગાઉ આ વીડિયો ડો. સુશીલ ઉદવાડિયાના નામથી વાયરલ થયો હતો. તે સમયે પણ વિશ્વાસ ન્યૂઝે સાબિત કર્યું હતું કે આ વ્યક્તિ ડો. સુશીલ ઉદવાડિયા નથી. થોડા સમય બાદ આ વીડિયો ફરી અલગ દાવાની સાથે ડો. ઝરીર ઉદવાડિયાના નામે વાયરલ થયો. તે સમય દરમિયાન પણ અમે સાબિત કર્યું કે આ વ્યક્તિ ડોક્ટર ઝરીર ઉદવાડિયા નથી.  આ રિર્પોટને અહીં વાંચો.

વીડિયોમાં આદુની મદદથી કોરોનાની સારવારના દાવાની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કરવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન અમને અમેરિકાની નેશનલ એકેડેમી ઓફ સાયન્સ, એન્જિનિયરિંગ એન્ડ મેડિસિનની વેબસાઇટ પર દાવા સાથે જોડાયેલો એક રિર્પોટ મળ્યો. ઉપલબ્ધ માહિતી અનુસાર, “આદુનું સેવન – આદુની ચા, આદુની કેપ્સ્યુલ્સ તરીકે, આદુને સૂંઘીને અથવા ભોજનમાં આદુ પાવડરને મિક્સ કરીને કરવું. આમ કરવાથી કોરોના વાયરસના સંક્રમણને રોકી શકાતું નથી અને ન તો કોરોના સામે લડી શકાશે. વાયરલ સંક્રમણ તમારા શરીરમાં ત્યારે ફેલાય છે જ્યારે વાયરસ તમારા કોષોમાં પ્રવેશ કરે છે. આદુ તમારા શરીરમાં વાયરસનો નાશ નહીં કરે, પણ આદુથી રોગપ્રતિકારક શક્તિ જરૂર વધે છે. “

તપાસ દરમિયાન અમને દાવા સાથે સંબંધિત ઘણા ન્યૂઝ રિર્પોટ્સ મળ્યા. આ રિર્પોટ્સમાં જણાવવામાં આવ્યું છે કે ભારત સરકારે આવા દાવાઓનું ખંડન કર્યું છે. સરકારે આવા ઉપાયોને ખતરનાક અને જીવલેણ ગણાવ્યા છે. સરકારે લોકોને સાવધાની રાખવા માટે કહ્યું છે. સરકારનું કહેવું છે કે કાળામરી, મધ અને આદુ દ્વારા અથવા પછી આવી કોઈપણ વસ્તુઓથી કોરોનાની સારવાર કરી શકાતી નથી.

વધુ માહિતી માટે અમે એઈમ્સના એસોસિએટ પ્રોફેસર ડો. નિશ્ચલ સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે, વાયરલ દાવો ખોટો છે. કોરોનાના ફરીથી કેસો સામે આવ્યા બાદ ભ્રમ ફેલાવનારા વીડિયા ફરી એકવાર વાયરલ થવા લાગ્યા છે. આવા કોઈપણ વીડિયો પર વિશ્વાસ કરવો નહીં. જો તમને કોઈ લક્ષણ દેખાય છે તમે તમારા નજીકના હોસ્પિટલમાં જઈને સારવાર કરાવો અને ડોક્ટર પાસેથી સલાહ લો. આ રીતે કોઈ પગલું ભરવું તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

વિશ્વાસ ન્યૂઝે આ અંગે RMLમાં કામ કરનાર ડો.ગૌતમ શર્મા સાથે સંપર્ક કર્યો હતો. તેમણે પણ દાવાનું ખંડન કરતા તેને ખોટું ગણાવ્યું હતું.

અંતે અમે વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝરના 1,731 ફ્રેન્ડ્સ છે અને યુઝરે પ્રોફાઇલ પર પોતાને આગ્રાનો રહેવાસી જણાવ્યો છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલી વ્યક્તિ મુંબઈના પ્રખ્યાત ડોક્ટર ઝરીર ઉદવાડિયા નથી. એટલું જ નહીં વીડિયોમાં તેઓ કોરોનાથી બચવાના જે ઉપાયો જણાવી રહ્યા છે, તે પણ ખોટો છે. આવું કરવું ખતરનાક સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ પ્રકારના ઉપાયો સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ડોક્ટરની સલાહ વિના આવા કોઈ પગલાં ન ઉઠાવો. આદુ દ્વારા કોરોનાની સારવાર કરી શકાતી નથી.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ