Fact Check: પત્ની અને દીકરીને બચાવવા માટે દીપડાની હત્યા કરનાર શખ્સનો વીડિયો ફરીથી વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર ફરી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ઈજાગ્રસ્ત શખ્સને મૃત દીપડા સાથે જમીન પર બેઠેલો જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ આ વીડિયોને અત્યારનો જણાવીને વાયરલ કરી રહ્યા છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. જેમાં આ પોસ્ટ ભ્રામક હોવાનું સામે આવ્યું. 2021ની ઘટના સાથે જોડાયેલા વીડિયોને તાજેતરનો જણાવીને વાયરલ કરીને લોકોમાં ભ્રમ પેદા કરવામાં આવી રહ્યો છે. આ ઘટના 2021માં કર્ણાટકમાં બની હતી. ત્યારે એક શખ્સ તેની પત્ની અને પુત્રીનો જીવ બચાવવા માટે દીપડા સામે ટકરાઈ ગયો હતો. વિશ્વાસ ન્યૂઝ આ પહેલા પણ આ વીડિયોની તપાસ કરી ચૂક્યું છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર ધર્મેન્દ્ર મૌર્યએ 23 મેના રોજ એક વીડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે ,“જય જોહાર તેની પુત્રી અને પત્નીને બચાવવા માટે એક પિતાએ દીપડા સાથે બાથ ભીડી લીધી અને દીપડાનું ગળું દબાવી દીધું. આવા પિતાને મારી વંદન. જય જોહાર. આદિવાસી ટાઈગર પણ કોઈ વાઘથી ઓછો નથી.”

પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ અહીં લખવામાં આવ્યું છે. આ વીડિયોને અત્યારનો માનીને અન્ય યુઝર્સ પણ વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે આ પહેલા પણ આ પોસ્ટની તપાસ કરી હતી. તે સમયે આ વીડિયોને હિમાચલ પ્રદેશના મંડીનો જણાવીને વાયરલ કરવામાં આવ્યો હતો. ત્યારે ઈન્વિડ ટૂલની મદદથી વીડિયોના કેટલાક કીફ્રેમ્સ કાઢીને સર્ચ કરવા પર ઘણી વેબસાઈટ પર ઘટના સંબંધિત સમાચાર જોવા મળ્યા હતા. ઘટનાને લગતો વીડિયો 23 ફેબ્રુઆરી 2021ના રોજ યુકે ન્યૂઝ ડોટ યાહૂ ડોટ કોમ (uk.news.yahoo.com) પર પ્રકાશિત થયો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે કર્ણાટકના એક ગામમાં એક શખ્સે તેની પત્ની અને પુત્રીનો જીવ બચાવવા માટે દીપડાને મારી નાખ્યો. આ સમાચારને અહીં જુઓ.

તેવી જ રીતે TheNewsMinute.comએ લખ્યું કે કર્ણાટકના હાસન જિલ્લાના એક ગામમાં રાજગોપાલ નામનો વ્યક્તિ જ્યારે તેની પત્ની અને બાળક સાથે બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એક દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. પોતાના પરિવારને બચાવવા માટે રાજગોપાલે આ દીપડાને નિઃશસ્ત્ર મારી નાખ્યો હતો. 24 ફેબ્રુઆરી 2021ના​રોજ પ્રકાશિત સમાચાર અહીં વાંચી શકાય છે.

વિશ્વાસ ન્યૂઝે 20 સપ્ટેમ્બર 2022ના રોજ વાયરલ થયેલા વીડિયોની સત્યતા વાંચકો સમક્ષ મૂકી હતી. તે અહીં ક્લિક કરીને વાંચી શકાય છે.

તપાસના અંતે ફેસબુક યુઝર ધર્મેન્દ્ર મૌર્યના એકાઉન્ટની તપાસ કરવામાં આવી હતી. આ એકાઉન્ટને પાંચ હજાર લોકો ફોલો કરે છે. યુઝર પંજાબનો છે. આ એકાઉન્ટ એપ્રિલ 2017માં બનાવવામાં આવ્યું હતું.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ. કેટલાક યુઝર્સ 2021ની ઘટનાના આ વીડિયોને તાજેતરનો જણાવીને વાયરલ કરી રહ્યા છે. પત્ની અને દીકરીને દીપડાથી બચાવવા માટે જંગલી પ્રાણીની હત્યા કરવાની આ ઘટના 2021માં કર્ણાટકમાં બની હતી.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ