Fact Check : 2021માં જામનગરમાં આવેલા પૂરના વીડિયોને હવે બિપરજોયના નામે કરાઈ રહ્યો છે વાયરલ

એ વાત સાચી છે કે બિપરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે પવન અને વરસાદનો કહેર જોવા મળ્યો. વાયરલ વીડિયો સપ્ટેમ્બર 2021નો છે, જ્યારે પૂરના કારણે કેટલાક જિલ્લાઓમાં ભયંકર સ્થિતિ સર્જાઈ હતી. આ વીડિયોને બિપરજોય વાવાઝોડાની સાથે કોઈ લેવા

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): ગુજરાતમાં આવેલા વાવાઝોડા બિપરજોય પછી સોશિયલ મીડિયા પર ફેક અને ભ્રામક પોસ્ટનો સિલસિલો ચાલુ છે. હવે એક વીડિયોને જામનગરમાં બિપરજોયની અસરના દાવાની સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં પૂરમાં કેટલાક ઘરોને ડૂબી ગયેલા બતાવવામાં આવ્યા છે. વીડિયોમાં એક પુરુષ અને મહિલાને તેમના ઘર વિશે જણાવતા પણ સાંભળી શકાય છે. આ વીડિયોને વાયરલ કરીને કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે, જામનગરના એક ગામમાં બિપરજોયની આવી અસર જોવા મળી. વિશ્વાસ ન્યૂઝે આ પોસ્ટની તપાસ કરી. દાવો ભ્રામક સાબિત થયો. વાસ્તવમાં સત્ય કંઈક બીજું જ સામે આવ્યું. તપાસમાં જાણવા મળ્યું કે સપ્ટેમ્બર 2021માં આવેલા પૂરના વીડિયોને હવે કેટલાક લોકો બિપરજોયના નામે વાયરલ કરી રહ્યા છે.

શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યૂઝર વિનોદ શર્માએ 15 જૂનના રોજ એક વીડિયોને પોસ્ટ કરીને દાવો કર્યો કે, “બિપરજોય ચક્રવાતી તોફાનની અસર ઘુડસિયા ગામ…જામનગર..ગુજરાત.”

https://twitter.com/i/status/1669320653105946625

વીડિયોને બિપરજોય સાથે જોડીને અન્ય યુઝર્સ પણ વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.

તપાસ
વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયો વિશે માહિતી એકઠી કરવા માટે વિવિધ ઓનલાઈન ટૂલ્સનો ઉપયોગ કર્યો હતો. તેમાં ઇનવિડ, ગૂગલ રિવર્સ ઇમેજ ઉપરાંત ગૂગલ ઓપન સર્ચ ટૂલ પણ સામેલ રહ્યું. સૌથી પહેલા વીડિયોની કીફ્રેમ્સ કાઢવા માટે ઇનવિડ ટૂલનો ઉપયોગ કર્યો. આ પછી અહીં કાઢેલી કીફ્રેમ્સને ગૂગલ રિવર્સ સર્ચ ઇમેજ ટૂલમાં અપલોડ કરીને અસલ વીડિયોને શોધવાનું શરૂ કર્યું. યુટ્યુબ પર આ વીડિયો મળ્યો. 13 સપ્ટેમ્બર 2021ના ​​રોજ યુટ્યુબ પર અપલોડ કરાયેલા આ વીડિયોને લઈને ગુજરાતીમાં જણાવવામાં આવ્યું હતું કે, અવિરત વરસાદને કારણે જામનગરના અલિયાબાડા, જાંબુડા, બાલચડી, બિગી બાનુગર, સપડા, પસાયા બેરજા પેટાવિભાગોમાં આફત જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી.

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા ગૂગલ ઓપન સર્ચ ટૂલના માધ્યમથી સપ્ટેમ્બર 2021માં આવેલા પૂર વિશે માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું. ઘણી વેબસાઈટ પર આને લગતા સમાચાર મળ્યા. હિન્દુસ્તાન ટાઈમ્સની વેબસાઈટ પર 14 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત થયેલા એક સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે ભારે વરસાદને કારણે રાજકોટ અને જામનગરમાં હજારો લોકો પ્રભાવિત થયા હતા. આ સમાચારને અહીં વાંચો.

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા ગુજરાતી જાગરણના એસોસિયેટ એડિટર જીવન કપુરિયા સાથે સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ વીડિયોને શેર કર્યો. તેમણે માહિતી આપતા જણાવ્યું કે, બિપરજોયના નામે ઘણા જૂના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો પણ તેમાંથી એક છે.

તપાસના અંતે ફેસબુક યુઝર વિનોદ શર્માના એકાઉન્ટની તપાસ કરવામાં આવી. જાણવા મળ્યું કે, આ એકાઉન્ટને છ હજારથી વધુ લોકો ફોલો કરે છે. યૂઝર અમદાવાદમાં રહે છે.

નિષ્કર્ષ: એ વાત સાચી છે કે બિપરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે પવન અને વરસાદનો કહેર જોવા મળ્યો. વાયરલ વીડિયો સપ્ટેમ્બર 2021નો છે, જ્યારે પૂરના કારણે કેટલાક જિલ્લાઓમાં ભયંકર સ્થિતિ સર્જાઈ હતી. આ વીડિયોને બિપરજોય વાવાઝોડાની સાથે કોઈ લેવાદેવા નથી. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ.

निष्कर्ष: એ વાત સાચી છે કે બિપરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે પવન અને વરસાદનો કહેર જોવા મળ્યો. વાયરલ વીડિયો સપ્ટેમ્બર 2021નો છે, જ્યારે પૂરના કારણે કેટલાક જિલ્લાઓમાં ભયંકર સ્થિતિ સર્જાઈ હતી. આ વીડિયોને બિપરજોય વાવાઝોડાની સાથે કોઈ લેવા

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ