Fact Check: સિરસામાં કોંગ્રેસના સમર્થકોની વચ્ચે થયેલી મારપીટના વીડિયોને BJPનો જણાવીને કરવામાં આવી રહ્યો છે વાયરલ

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે મારપીટનો વાયરલ વીડિયો વાસ્તવમાં સિરસામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચેની અથડામણનો છે, જેને લોકો હવે ખોટા દાવાઓની સાથે બીજેપીના નામે શેર કરી રહ્યા છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર મારપીટના એક વીડિયોને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે હરિયાણાના સિરસામાં વોટ માંગવા ગયેલા બીજેપી નેતાને જનતાએ ખૂબ માર માર્યો.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે મારપીટનો વાયરલ વીડિયો વાસ્તવમાં સિરસામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચેની અથડામણનો છે, જેને લોકો હવે ખોટા દાવાઓની સાથે બીજેપીના નામે શેર કરી રહ્યા છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર વિજય ગુપ્તાએ 9 મે 2024ના રોજ વાયરલ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે, “સિરસામાં ભાજપ નેતાને મળ્યો પ્રસાદ, આ વખતે સીટ જરૂર 400ને પાર થશે.”

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

તપાસ

વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર કીવર્ડ્સની મદદથી સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને વાયરલ વીડિયો (આર્કાઇવ લિંક) સિરસા સમાચાર નામના એક ફેસબુક એકાઉન્ટ પર મળ્યો. પોસ્ટને 5 મે 2024ના રોજ શેર કરવામાં આવી હતી. કેપ્શન મુજબ, ”સિરસા લોકસભા ચૂંટણીમાં સંભવિત હારને લઈને શૈલજા અને હુડ્ડા સમર્થકોમાં મારપીટ. ગઈકાલે ભાજપના ઉમેદવાર અશોક તંવરના નામાંકન સમયે એકત્ર થયેલી ભીડે એ સ્પષ્ટ કરી દીધું કે સિરસા લોકસભા ચૂંટણીમાં ભાજપ જ સૌથી આગળ રહેવાની છે. આ મુદ્દે કોંગ્રેસના કાર્યકર્તાઓની વચ્ચે મારપીટ થઈ. કોંગ્રેસમાં બે જૂથ છે, એક હુડ્ડા જૂથ અને બીજુ કોંગ્રેસના ઉમેદવાર કુમારી સેલજા જૂથ. હુડ્ડા સમર્થકોનું કહેવું છે કે શૈલજાના સમર્થકોએ જાણી જોઈને અમને ઉશ્કેર્યા અને મારપીટ કરી.”

તપાસ દરમિયાન અમને વાયરલ વીડિયો (આર્કાઇવ લિંક) લોકલ ન્યૂઝ હરિયાણા ટુડે અને અંબાલા મિરર (આર્કાઇવ લિંક)ના સત્તાવાર ફેસબુક પેજ પર 5 મે 2024ના રોજના અપલોડ કરેલો મળ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વીડિયો સિરસાના સૈમાણ ગામનો છે. જ્યાં કોંગ્રેસના જ બે જૂથો સામસામે આવી ગયા હતા. એક જૂથ કોંગ્રેસના નેતા શૈલજા કુમારીનું હતું, જ્યારે બીજું જૂથ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના સમર્થકોનું હતું.

વધુ માહિતી માટે અમે દૈનિક જાગરણ ફતેહાબાદના જિલ્લા પ્રભારી અમિત રૂક્ય સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે વાયરલ દાવો ખોટો છે. આ વીડિયો સિરસાના સૈમાણ ગામમાં કોંગ્રેસના બે જૂથો વચ્ચે થયેલી મારપીટનો છે.

અંતે અમે વીડિયોને ખોટા દાવાની શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું છે કે યુઝર એક વિચારધારા સાથે સંબંધિત પોસ્ટને શેર કરે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે મારપીટનો વાયરલ વીડિયો વાસ્તવમાં સિરસામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચેની અથડામણનો છે, જેને લોકો હવે ખોટા દાવાઓની સાથે બીજેપીના નામે શેર કરી રહ્યા છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ