Fact Check: ધુમ્મસના કારણે 2017માં થયેલા અકસ્માતના વીડિયોને અત્યારે કરાયો વાયરલ

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ. અકસ્માતના ઘણા વર્ષ જૂના વીડિયોને અત્યારે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) દેશના ઘણા વિસ્તારોમાં કડકડતી ઠંડીની વચ્ચે ધુમ્મસનો પ્રકોપ પણ જોવા મળી રહ્યો છે. રસ્તાઓ પર અકસ્માતના બનાવોમાં એકાએક વધારો થયો છે. ઘણી જગ્યાએથી ધુમ્મસના કારણે વાહનો એકબીજા સાથે અથડાયા હોવાના સમાચાર પણ આવી રહ્યા છે. આ બધાની વચ્ચે હવે એક વીડિયોને વાયરલ કરવામાં આવી રહ્યો છે. જેમાં એક પછી એક અનેક કારોને એકબીજા સાથે અથડાતા જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ આ વીડિયોને તાજેતરનો જણાવીને શેર કરી રહ્યા છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં વાયરલ દાવો ભ્રામક હોવાનું જાણવા મળ્યું. નવેમ્બર 2017માં સર્જાયેલા એક અકસ્માતના વીડિયોને અત્યારે વાયરલ કરીને ભ્રમ પેદા કરવામાં આવી રહ્યો છે.

શું થઈ રહ્યું છે વાયરલ? 

ઈન્સ્ટાગ્રામ યુઝર lovefeelings141એ 28 ડિસેમ્બરના રોજ અકસ્માતના એક વીડિયોને અપલોડ કરતા લખ્યું, “શિયાળામાં ધુમ્મસને કારણે અકસ્માત. ધુમ્મસનો સમય ચાલી રહ્યો છે. મહેરબાની કરીને કાર ધીમે ચલાવો.”

વાયરલ પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. પોસ્ટના આર્કાઈવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે અગાઉ પણ આ વીડિયોની તપાસ કરી હતી. તેની સત્યતા જાણવા માટે ઈનવિડ ટૂલનો ઉપયોગ કરીને કેટલીક ગ્રૈબ્સ કાઢવામાં આવી. ત્યારબાદ તેને ગૂગલ લેન્સ ટૂલની મદદથી સર્ચ કરવામાં આવી.

આ વીડિયો અમને 8 નવેમ્બર 2017ના રોજ ઝી-ન્યૂઝની યુટ્યુબ ચેનલ પર અપલોડ થયેલો મળ્યો. વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસ-વે પર ધુમ્મસના કારણે અનેક વાહનો એકબીજા સાથે અથડાયા. લોકો કારમાંથી બહાર નીકળીને ભાગતા રહ્યા અને ગાડીઓ એકબીજા સાથે અથડાતી રહી. આ ઘટના મથુરા જિલ્લાના બલદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. આ વીડિયોને નીચે જોઈ શકાય છે.

વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયો અંગે દૈનિક જાગરણના મથુરાના તંત્રી પ્રભારી વિનીત મિશ્રા સાથે પણ સંપર્ક કર્યો. તેમણે પણ જણાવ્યું કે, વાયરલ વીડિયો તાજેતરનો નથી.

ત્યારબાદ અમે ભ્રામક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરી. જાણવા મળ્યું કે યુઝરને 23 હજારથી વધુ લોકો ફોલો કરે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ. અકસ્માતના ઘણા વર્ષ જૂના વીડિયોને અત્યારે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ