વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વાસ્તવમાં વાયરલ વીડિયો રાહુલ ગાંધીની રેલીનો નથી. પરંતુ બિહારના મહારાજગંજમાં યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીનો છે.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) લોકસભા ચૂંટણી 2024ના પાંચ તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ચૂક્યું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ભીડનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે આ રાહુલ ગાંધીની રેલીમાં તેમને સાંભળવા આવેલી ભીડનો વીડિયો છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વાસ્તવમાં વાયરલ વીડિયો રાહુલ ગાંધીની રેલીનો નથી. પરંતુ બિહારના મહારાજગંજમાં યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીનો છે.
ફેસબુક યુઝર ‘રોહિત મિશ્રા’એ 21 મે 2024ના રોજ વાયરલ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે, “આ રેલી જોયા પછી મોદીજીને ખબર પડી ગઈ હશે કોણ છે રાહુલ?”
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.
વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે ઇનવિડ ટૂલની મદદથી વીડિયોના કેટલાક કીફ્રેમ્સ કાઢ્યા અને તેને ગૂગલ રિવર્સ ઈમેજની મદદથી સર્ચ કર્યા. અમને વાયરલ વીડિયો (આર્કાઇવ લિંક) ન્યૂઝ એજન્સી IANSના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર મળ્યો. વીડિયો 21 મે 2024ના રોજ અપલોડ થયેલો મળ્યો. અપાયેલી માહિતી અનુસાર, આ વીડિયો બિહારના મહારાજગંજમાં યોજાયેલી રેલીનો છે.
આ માહિતીના આધારે અમે સંબંધિત કીવર્ડ્સની મદદથી ગૂગલ પર સર્ચ કર્યું છે. અમને વાયરલ વીડિયો પીએમ મોદી અને ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર એક્સ એકાઉન્ટ્સ પર મળ્યો. આ વીડિયોને 21 મે 2024ના રોજ શેર કરવામાં આવ્યો હતો. અહીં પણ આ વીડિયો મહારાજગંજમાં પીએમ મોદીની રેલીનો જણાવવામાં આવ્યો છે. વીડિયો શેર કરીને કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ”મહારાજગંજમાં એકઠી થયેલી ભીડ દર્શાવે છે કે બિહારમાં BJP-NDAને અહીં મારા પરિવારજનો તરફથી અભૂતપૂર્વ આશીર્વાદ મળી રહ્યા છે.”
પત્રકાર રૂબિકા લિયાકતે પણ 21 મે, 2024ના રોજ આ વીડિયો શેર કર્યો છે, તેમણે આ વીડિયોને બિહારમાં પીએમ મોદીની રેલી પહેલાના દ્રશ્ય તરીકે વર્ણવ્યો છે.
વધુ જાણકારી માટે અમે આ રેલીને કવર કરનાર દૈનિક જાગરણ મહારાજગંજના રિપોર્ટર કીર્તિ સિવાન સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે વાયરલ વીડિયો પીએમ મોદીની રેલીનો છે.
અંતે અમે ખોટા દાવાની સાથે વીડિયો શેર કરનાર યુઝરનું એકાઉન્ટ સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝર પહેલા પણ ફેક પોસ્ટ શેર કરી ચૂક્યો છે. પ્રોફાઇલમાં યુઝરે પોતાને હિમાચલ પ્રદેશનો રહેવાસી ગણાવ્યો છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વાસ્તવમાં વાયરલ વીડિયો રાહુલ ગાંધીની રેલીનો નથી. પરંતુ બિહારના મહારાજગંજમાં યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીનો છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923