વિશ્વાસ ન્યૂઝની તપાસમાં દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું. મધ્યપ્રદેશના આ વીડિયોને ઉત્તર પ્રદેશનો જણાવીને જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)દેશમાં લોકસભા ચૂંટણીની વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિને મતદાન કેન્દ્ર પર હોબાળો મચાવતા જોઈ શકાય છે. સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેફોર્મ પર આ વીડિયોને ઉત્તર પ્રદેશના મતદાન મથકનો જણાવીને વાયરલ કરવામાં આવી રહ્યો છે.
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. જાણવા મળ્યું કે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની એક ઘટનાના વીડિયોને યુપીનો જણાવીને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. અમારી તપાસમાં વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ.
Faraz Siddiqui નામના ફેસબુક યુઝરે આ વીડિયોને 16 મેના રોજ શેર કરતા અંગ્રેજીમાં લખ્યું છે ”Voting is being stopped in Uttar Pradesh because Muslims are voting more and more. Look at the situation here, how democracy is being murdered. @SpeakMdAli@ECISVEEP @abhisar_શર્માના વીડિયોને વધુને વધુ શેર કરો.”
તેનું ગુજરાતી અનુવાદ કંઈક આવું હશે, કે ઉત્તર પ્રદેશમાં મતદાન એટલા માટે અટકાવવામાં આવી રહ્યું છે કારણ કે મુસ્લિમો વધુને વધુ મતદાન કરી રહ્યા છે. અહીંની સ્થિતિ જુઓ, કેવી રીતે લોકશાહીની હત્યા થઈ રહી છે.
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ માટે ગૂગલ રિવર્સ ઈમેજ પર વાયરલ વીડિયોના સ્ક્રીનગ્રેબ્સ સર્ચ કર્યા. અમને આ વીડિયો કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા 7 મેના રોજ આ જાણકારી સાથે અપલોડ મળ્યો કે આ ભોપાલની ઘટના છે.
વીડિયોની એક ફ્રેમમાં પાછળ મધ્યપ્રદેશ લખેલું પણ જોઈ શકાય છે.
આ પોસ્ટમાંથી એકમાં વીડિયોમાં જોવા મળી રહેલા શખ્સનું નામ ઈસા અહેમદ જણાવવાં આવ્યું છે. સર્ચ કરવા પર અમને ઈસા અહેમદનું ફેસબુક પેજ મળ્યું, જેમાં આ વ્યક્તિનો લુક વાયરલ વીડિયોમાં દેખાતા શખ્સ જેવો જ હતો.
તપાસને આગળ વધારતા અમે ઈસા અહેમદનો સંપર્ક કર્યો. તેમની પ્રોફાઈલ પ્રમાણે તેઓ એક પત્રકાર છે. વિશ્વાસ ન્યૂઝ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે વાયરલ વીડિયો તેમનો જ છે. આ વીડિયો યુપીનો નથી, પરંતુ ભોપાલનો છે.
આ અંગે ઈસા અહેમદનો એક ઈન્ટરવ્યું 14 મેના રોજ ન્યૂઝ ઓન ગ્રાઉન્ડ નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ મળ્યો, આ ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે મામલો 7 મેનો છે અને ભોપાલનો છે.
અમે આ વિષય પર આ ઈન્ટરવ્યુ લેનારા ભોપાલના પત્રકાર નીતિશ ઉચબાગલે સાથે પણ વાત કરી. તેમણે જણાવ્યું કે આ ઘટના ભોપાલની છે અને આ ઘટના ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન 7 મેના રોજ બની હતી.
વિશ્વાસ ન્યૂઝ સ્વતંત્ર રીતે વાયરલ વીડિયોમાં લગાવવામાં આવેલા આરોપોની પુષ્ટી કરતું નથી. પરંતુ એ સ્પષ્ટ છે કે વીડિયો યુપીનો નહીં, પરંતુ મધ્યપ્રદેશનો છે.
આ વાયરલ પોસ્ટ Faraz Siddiqui નામના યુઝરે શેર કરી હતી. યુઝર ગાઝીપુરનો રહેવાસી છે અને ફેસબુક પર તેના 2000થી વધુ ફોલોઅર્સ છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું. મધ્યપ્રદેશના આ વીડિયોને ઉત્તર પ્રદેશનો જણાવીને જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923