Fact Check: હૈદરાબાદના રામોજી ફિલ્મ સ્ટૂડિયોના વીડિયોને રામ મંદિરનો જણાવીને કરાઈ રહ્યો છે વાયરલ

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોની સાથે કરવામાં આવી રહેલો દાવો ફેક છે. આ વીડિયોને રામ મંદિર સાથે કોઈ લેવાદેવા નથી, તે હૈદરાબાદના રામોજી ફિલ્મ સ્ટુડિયોનો વીડિયો છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મંદિરની આકૃતિ જોઈ શકાય છે. વીડિયોને શેર કરતા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ રામ મંદિરનો વીડિયો છે, જેની જાન્યુઆરીમાં પ્રાણ-પ્રતિષ્ઠા થવાની છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોની સાથે કરવામાં આવી રહેલો દાવો ફેક છે. આ વીડિયોને રામ મંદિર સાથે કોઈ લેવાદેવા નથી, તે હૈદરાબાદના રામોજી ફિલ્મ સ્ટુડિયોનો વીડિયો છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝરે વાયરલ પોસ્ટને શેર કરતા લખ્યું કે, “રામ મંદિરના દિવ્ય દર્શન.”

પોસ્ટના આર્કાઈવ વર્ઝનને અહીં જુઓ.

તપાસ

અમારી તપાસને શરૂ કરતા સૌથી પહેલા અમે વાયરલ વીડિયોની કીફ્રેમ્સને ગૂગલ લેન્સ દ્વારા સર્ચ કરી. સર્ચ કરવા પર અમને વાયરલ વીડિયો જેવું જ મંદિરનું દ્રશ્ય Pixie.comની વેબસાઈટ પર અપલોડ થયેલું મળ્યું. આપવામાં આવેલી માહિતી અનુસાર, આ હૈદરાબાદના રામોજી ફિલ્મ સ્ટુડિયોનો મહારાજા દરબાર સેટઅપ છે.

તેના આધારે અમે અમારી તપાસને આગળ વધારી અને અમે આ વીડિયો રામોજી ફિલ્મ સિટી નામની યુટ્યુબ ચેનલ પર પણ અપલોડ થયેલો મળ્યો. અહીં આપવામાં આવેલી માહિતી મુજબ, આ રામોજી ફિલ્મ સિટીના ભાગવતમ સેટનો વીડિયો છે.

વાયરલ વીડિયો સાથે જોડાયેલ પુષ્ટિ માટે અમે અયોધ્યામાં દૈનિક જાગરણના બ્યુરો ચીફ રામશરણ અવસ્થી સાથે સંપર્ક કર્યો અને વાયરલ વીડિયો તેમની સાથે શેર કર્યો. તેમણે અમને જણાવ્યું કે આ વીડિયો રામ મંદિરનો નથી, આ દાવો ખોટો છે.

ફેક પોસ્ટને શેર કરનાર ફેસબુક યુઝરના સોશિયલ સ્કેનિંગ દરમિયાન અમને જાણવા મળ્યું કે યુઝરના બાયો મુજબ, તે બાંગ્લાદેશનો રહેવાસી છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોની સાથે કરવામાં આવી રહેલો દાવો ફેક છે. આ વીડિયોને રામ મંદિર સાથે કોઈ લેવાદેવા નથી, તે હૈદરાબાદના રામોજી ફિલ્મ સ્ટુડિયોનો વીડિયો છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ