વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયોની તપાસ કરી તો જાણવા મળ્યું કે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ દેહરાદૂનના વીડિયોને શ્રીનગરના લાલ ચોકનો જણાવીને વાયરલ કરી રહ્યા છે. અમારી તપાસમાં આ વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ-પ્રતિષ્ઠાની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ સોશિયલ મીડિયા પર તેને લગતી પોસ્ટ પણ વધવા લાગી છે. આમાંથી કેટલીક પોસ્ટ ફેક અને ભ્રામક પણ છે, જેની તપાસ વિશ્વાસ ન્યૂઝ કરી ચૂક્યું છે. હવે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ક્લોક ટાવર પર ભગવાન શ્રીરામની તસવીર જોવા મળી રહી છે. તેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે આ વીડિયો શ્રીનગરના લાલ ચોકનો છે.
વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયોની તપાસ કરી તો જાણવા મળ્યું કે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ દેહરાદૂનના વીડિયોને શ્રીનગરના લાલ ચોકનો જણાવીને વાયરલ કરી રહ્યા છે. અમારી તપાસમાં આ વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ.
ફેસબુક પેજ હિન્દુ હેલ્પ લાઈન દિલ્હીએ 18 જાન્યુઆરી, 2024ના રોજ એક વીડિયોને પોસ્ટ કરીને દાવો કર્યો કે, “શ્રીનગરનો લાલ ચોક, જ્યાં ત્રિરંગો પણ લહેરાતો ન હતો, આજે ત્યાં શ્રીરામ વિરાજમાન છે….જય હિન્દુ રાષ્ટ્ર, હવે હિન્દુ જ આગળ”
પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.
વિશ્વાસ ન્યૂઝે સૌથી પહેલા વાયરલ વીડિયો વિશે જાણકારી એકઠી કરવા માટે ઈનવિડ ટૂલનો ઉપયોગ કર્યો. તેના માધ્યમથી વાયરલ વીડિયોના ઘણા ગ્રેબ્સ કાઢવામાં આવ્યા. પછી તેને ગૂગલ લેન્સ ટૂલમાં અપલોડ કરીને અસલી વીડિયોની તપાસ કરવામાં આવી. ગૂગલ લેન્સ દ્વારા સર્ચ કરવા પર વાયરલ વીડિયો જેવા ઘણા વીડિયો ઈન્ટરનેટ પર મળ્યા. 15 જાન્યુઆરી, 2024ના રોજ તેને યુટ્યુબ ચેનલ પર અપલોડ કરીને તેને દેહરાદૂનનો જણાવવામાં આવ્યો હતો.
તપાસને આગળ વધરાતા અમે ગુગલ ઓપન સર્ચ ટૂલમાં વીડિયો વિશે સર્ચ કર્યું. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, દહેરાદૂનના ઘંટાઘર પર LED સ્ક્રીન અને લેસર લાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 16 જાન્યુઆરી, 2024ના રોજ પ્રકાશિત ETV ભારતની વેબસાઈટના સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે, દેહરાદૂનનું હૃદય કહેવાતું ઘંટાઘર રામમય બની ગયું છે. અહીં રામના ભજન વાગી રહ્યા છે. આ ઉપરાંત એલઇડી સ્ક્રીન અને લેસર લાઇટ દ્વારા પ્રાણ-પ્રતિષ્ઠામાં આવવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.
તપાસના આગલા તબક્કામાં ગૂગલ મેપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો. જ્યારે અમે દેહરાદૂનના ઘંટાઘર વિશે સર્ચ કર્યું, ત્યારે તેનો સ્ટ્રીટ વ્યૂ જોવા મળ્યો. તેને નીચે જોઈ શકાય છે.
તપાસને આગળ વધારતા વિશ્વાસ ન્યૂઝે દહેરાદૂનના દૈનિક જાગરણના રિપોર્ટર અંકુર અગ્રવાલનો સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ વીડિયો શેર કર્યો. તેમણે માહિતી આપતા જણાવ્યું કે વાયરલ વીડિયો દેહરાદૂન ખાતે આવેલા ઘંટાઘરનો છે.
જમ્મુ-કાશ્મીરના દૈનિક જાગરણના વરિષ્ઠ સંવાદદાતા નવીન નવાઝે પણ પુષ્ટિ કરી અને વાયરલ પોસ્ટને ફેક ગણાવી.
તપાસના અંતે હિન્દુ હેલ્પલાઈન દિલ્હીના ફેસબુક પેજને સ્કેન કરવામાં આવ્યું. પાંચ હજારથી વધુ લોકો આ પેજને ફોલો કરે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયોની તપાસ કરી તો જાણવા મળ્યું કે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ દેહરાદૂનના વીડિયોને શ્રીનગરના લાલ ચોકનો જણાવીને વાયરલ કરી રહ્યા છે. અમારી તપાસમાં આ વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923