Fact Check: છત્તીસગઢની હોસ્પિટલમાં પકડાયો કોબ્રા, વીડિયો મુંબઈનો હોવાનો કહી વાઇરલ કર્યો

ન્યુ દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ ફેસબુક, વોટ્સએપ અને યુટ્યુબ પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા સાપને પકડી રહી છે. કેટલાક યૂઝર્સ આ વીડિયો મુંબઈની ભારતીય જીવન વિમા ઓફિસનો હોવાનું કહી વાઇરલ કરી રહ્યા છે. વિશ્વાસ ન્યૂઝે આ વાઇરલ પોસ્ટ અંગે તપાસ કરી તો જાણવા મળ્યું કે, આ વીડિયોનો મુંબઈ સાથે કોઈ સંબંધ નથી. તેનું ખંડન એલઆઈસી દ્વારા પણ કરવામાં આવ્યું છે. અસલી વીડિયો છત્તીસગઢના બિલાસપુરનો છે. ગત 28 સપ્ટેમ્બરે એક ડૉક્ટરના ક્લિનિક પાસેથી આ કોબ્રા ઝડપાયો હતો. આ વીડિયો તે દરમિયાનનો છે.

કેમ થઈ રહ્યો છે વાઇરલ

ફેસબુક પેજ Expressions of Lifeએ 13 નવેમ્બરે એક વીડિયો અપલોડ કરી દાવો કર્યો કે, ‘Today Morning a Large Cobra Snake was found in the Record Room of the Mumbai Corporate Office of LIC at Santacruz West. A Fire Department Woman caught the Snake and is Displaying it Very Boldly. She obviously knows how to handle the Snake and is Enjoying the Spectacle. Truly Amazing’

દાવાનું ગુજરાતી ભાષાંતર એવું છે કે, આજે સવારે મુંબઈના સાંતાક્રુઝ વેસ્ટના એલઆઈસીના કોર્પોરેટ કાર્યાલયના રેકોર્ડ રૂમમાં એક મોટો કોબ્રા સાપ મળ્યો. ફાયર વિભાગની એક મહિલાએ સાપને પકડી લીધો અને તે બહાદુરીથી પ્રદર્શિત કરી રહી છે.

પોસ્ટમાં એવું જ લખવામાં આવ્યું છે. લોકો આ પોસ્ટને સાચી સમજીને વાઇરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.

તપાસ

વિશ્વાસ ન્યુઝે મુંબઈના નામથી વાઇરલ વીડિયોની તપાસ માટે અલગ-અલગ ઓનલાઇન ટૂલ્સનો ઉપયોગ કર્યો હતો. ગૂગલ રિવર્સ ઇમેજ ટૂલમાં અપલોડ આ વીડિયોના કીફ્રેમ્સને અપલોડ કરી સર્ચ કરતાં અમને ઓરિજિનલ વીડિયો તો મળ્યો નહીં, પણ વીડિયોમાં દેખાઈ રહેલી મહિલાનો બીજો વીડિયો મળ્યો.

જેનો કમલ ચૌધરી સ્નેક રેસ્ક્યૂ ટી

મ બિલાસપુર નામથી એક યૂટ્યુબ ચેન પર પણ અપલોડ કરવામાં આવ્યો હતો. આ ચેનલ પર સાપના ઘણાં વીડિયો અમને મળ્યા હતાં.

વિશ્વાસ ન્યૂઝએ વધુ તપાસ કરતાં બિલાસપુર સ્થિત કમલ ચૌધરીનો સંપર્ક કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે, વાઇરલ વીડિયોનો મુંબઈ સાથે કોઈ સંબંધ નથી. આ 28 સપ્ટેમ્બરની રાતે આઠ વાગ્યાનો વીડિયો છે. વીડિયો છત્તીસગઢના બિલાસપુરમાં સ્થિત બુધિયા હોસ્પિટલનો છે.

કમલ ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, વીડિયોમાં દેખાઈ રહેલી મહિલાનું નામ આરતી છે. તે બંને ઘણાં વર્ષોથી સાથે કામ કરી રહ્યા છે. તેમણે અમારી સાથે બુધિયા હોસ્પિટલમાં કોબ્રા પકડવાનો બીજા એન્ગલનો પણ વીડિયો ઉપલબ્ધ કરાવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ રીતે ડૉક્ટર રશ્મિ બુધિયા નામની નેમ પ્લેટ બેકગ્રાઉન્ડમાં પણ જોવા મળી રહી છે.

વિશ્વાસ ન્યૂઝે તપાસ કરતાં ગૂગલ મેપમાં બુધિયા હોસ્પિટલ સર્ચ કરી ત્યારે આ હોસ્પિટલ વિશે વધુ માહિતી મળી. ગૂગલ સર્ચ પરથી જાણ થઈ કે, ડૉક્ટર રશ્મિ બુધિયા આ હોસ્પિટલ સાતે જોડાઈ ગઈ છે.

તપાસના અંતમાં બિલાસપુરના વીડિયોને મુંબઈનો કહીને વાઇરલ કરનારા ફેસબુક પેજની તપાસ કરી હતી. આ ફેસબુક પેજ Expressions of Lifeના સોશિયલ સ્કેનિંગમાં ખબર પડી કે તેના પર વાઇરલ કન્ટેન્ટ વધુ અપલોડ કરવામાં આવી રહ્યું છે.

નિષ્કર્ષઃ મુંબઈની એલઆઈસી ઓફિસમાં કોબ્રા મળવાની વાઇરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ. બિલાસપુરની એક હોસ્પિટલમાં કોબ્રાને પકડવાનો વીડિયોને મુંબઈનો હોવાનું કહી વાઇરલ કરવામાં આવી રહ્યો છે.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ