Fact Check: અમદાવાદના સાયન્સ સિટીના વીડિયોને દ્વારકાનો જણાવીને કરાઈ રહ્યો છે વાયરલ

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે દ્વારકાના નામે વાયરલ થયેલા વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વાયરલ વીડિયો અમદાવાદમાં આવેલા સાયન્સ સિટીના એક્વેરિયમનો છે, જેને સોશિયલ મીડિયા યુઝર્સ ખોટા દાવાની સાથે શેર કરી રહ્યા છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર પાણીની અંદર બનેલી એક ટનલનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અંડરવોટર ટર્નલની બહાર એક પ્રાચીન મંદિરના આકારની ઈમારત જોવા મળી રહી છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સમુદ્રમાં હાજર દ્વારકા નગરીનો વીડિયો છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વાયરલ વીડિયો અમદાવાદમાં આવેલા સાયન્સ સિટીના એક્વેરિયમનો છે, જેને સોશિયલ મીડિયા યુઝર્સ ખોટા દાવાની સાથે શેર કરી રહ્યા છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર શ્રી બદ્રીનાથ અને કેદારનાથ ધામ Snrએ 4 માર્ચના રોજ વાયરલ વીડિયોને શેર કરી કેપ્શનમાં લખ્યું છે કે, “સાક્ષાત દ્વારકાના દર્શન બોલો જય શ્રી કૃષ્ણ, જય શ્રી શ્યામ.”

પોસ્ટની આર્કાઈવ લિંકને અહીં જુઓ.

તપાસ

વાયરલ પોસ્ટની સત્યતા જાણવા માટે અમે વાયરલ વીડિયોના કેટલાક કીફ્રેમ્સ કાઢ્યા અને તેને ગૂગલ રિવર્સ ઈમેજની મદદથી સર્ચ કરવાનું શરૂ કર્યું. અમે વાયરલ વીડિયો જેવો જ એક વીડિયો એક્સપ્લોર વિથ નવાઝ નામના એક ફેસબુક પેજ પર  24 જૂન 2023ના રોજ અપલોડ મળ્યો. વીડિયોમાં 1.51 મિનિટ પર વાયરલ થયેલા વીડિયોના દ્રશ્યને જોઈ શકાય છે. અહીં અપાયેલી માહિતી અનુસાર, વીડિયો અમદાવાદમાં આવેલા સાયન્સ સિટીના એક્વેરિયમનો છે.

તપાસ દરમિયાન અમને વાયરલ વીડિયો આ જ માહિતીની સાથે ઘણા વીડિયો બ્લોગર્સની યુટ્યુબ ચેનલો પર અપલોડ મળ્યા. ક્રિએટિવ બેબી નામની એક યુટ્યુબ ચેનલે પણ અમદાવાદમાં આવેલા સાયન્સ સિટીના એક્વેરિયમનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં 13 સેકન્ડથી વાયરલ વીડિયોના ભાગને જોઈ શકાય છે.

વધુ જાણકારી માટે અમે ગુજરાત દૈનિક જાગરણના ડેપ્યુટી એડિટર રાજેન્દ્ર સિંહ સાથે સંપર્ક કર્યો. અમે વાયરલ વીડિયોને તેમની સાથે શેર કર્યો. તેમણે અમને જણાવ્યું કે વાયરલ દાવો ખોટો છે. આ વીડિયો અમદાવાદના સાયન્સ સિટીમાં આવેલા એક્વેરિયમનો છે.

અંતે અમે વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે 1.5 મિલિયન ફોલોઅર્સ છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે દ્વારકાના નામે વાયરલ થયેલા વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વાયરલ વીડિયો અમદાવાદમાં આવેલા સાયન્સ સિટીના એક્વેરિયમનો છે, જેને સોશિયલ મીડિયા યુઝર્સ ખોટા દાવાની સાથે શેર કરી રહ્યા છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ