X
X

Fact Check: અમદાવાદ ટેસ્ટ મેચના વીડિયોને વર્લ્ડ કપ 2023નો જણાવીને કરવામાં આવી રહ્યો છે વાયરલ

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો વર્લ્ડ કપ 2023નો નહીં, પરંતુ માર્ચ 2023માં અમદાવાદમાં રમાયેલી ટેસ્ટ મેચનો છે. જેને હવે તાજેતરનો જણાવીને શેર કરવામાં આવી રહ્યો છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) ઓસ્ટ્રેલિયાએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ભારતને 6 વિકેટે હરાવ્યું અને છઠ્ઠી વખત વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો. આ દરમિયાન ઘણા ખોટા અને ભ્રામક દાવાઓ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા. હવે આની સાથે જોડીને એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં પીએમ મોદીને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની સાથે હાથ મિલાવતા જોઈ શકાય છે. હવે કેટલાક યુઝર્સ આ વીડિયોને તાજેતરના વર્લ્ડ કપનો જણાવીને શેર કરી રહ્યા છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો તાજેતરનો નથી. અસલી વીડિયો ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝની અંતિમ મેચનો છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ વીડિયોને હવે હાલના વર્લ્ડ કપનો જણાવીને શેર કરવામાં આવી રહ્યો છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર Sachin Rathourએ 18 નવેમ્બર 2023ના રોજ વાયરલ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “ICC વર્લ્ડ કપ મોદીજી ભારતીય ટીમ સાથે હાથ મિલાવી રહ્યા છે.”

પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.

ઘણા યુઝર્સે આ વીડિયોને તાજેતરનો જણાવીને શેર કર્યો છે.

તપાસ

વાયરલ વીડિયોમાં ટીમ ઈન્ડિયાએ જે જર્સી પહેરી છે, તે ટેસ્ટ મેચની છે. વર્લ્ડ કપમાં ભારતીય ટીમની જર્સીનો રંગ વાદળી હતો.

અમે સંબંધિત કીવર્ડ્સ સાથે વાયરલ વીડિયો વિશે સર્ચ કર્યું. અમને વીડિયો સંબંધિત સમાચાર ઘણી ન્યૂઝ વેબસાઈટ્સ પર મળ્યા. દૈનિક જાગરણની વેબસાઈટ પર 9 માર્ચ 2023ના રોજ પ્રકાશિત થયેલા સમાચારમાં વાયરલ વીડિયો સાથે સંબંધિત સમાચારને વાંચી શકાય છે. સમાચાર અનુસાર, ”ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ જોવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્ટેડિયમ પહોંચ્યા હતા.” 

અસલ વીડિયો પીએમ મોદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ મળ્યો. 9 માર્ચ, 2023ના રોજ અપલોડ કરાયેલા વીડિયોના કેપ્શનમાં આ વીડિયોને ટેસ્ટ મેચનો જણાવવામાં આવ્યો છે. જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી.

વીડિયો સાથે સંબંધિત અન્ય સમાચારોને ઘણી ન્યૂઝ વેબસાઈટ પર વાંચી શકાય છે. વર્લ્ડ કપ 2023 સાથે સંબંધિત ઘણા ભ્રામક અને બનાવટી દાવાઓના ફેક્ટ ચેક રિપોર્ટને વિશ્વાસ ન્યૂઝની વેબસાઇટ પર વાંચી શકાય છે.

વાયરલ વીડિયોને લઈને અમે દૈનિક જાગરણના સ્પોર્ટ્સ સંવાદદાતા અભિષેક ત્રિપાઠી સાથે વાત કરી. તેઓએ વાયરલ થયેલા દાવાને ખોટો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ વીડિયો ટેસ્ટ મેચનો છે.

તપાસના અંતે અમે વાયરલ વીડિયોને શેર કરનાર યુઝરની તપાસ કરી. ફેસબુક પર યુઝરને 4 હજારથી વધુ લોકો ફોલો કરે છે. પ્રોફાઇલ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, યુઝર ફર્રુખાબાદનો રહેવાસી છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો વર્લ્ડ કપ 2023નો નહીં, પરંતુ માર્ચ 2023માં અમદાવાદમાં રમાયેલી ટેસ્ટ મેચનો છે. જેને હવે તાજેતરનો જણાવીને શેર કરવામાં આવી રહ્યો છે.

  • Claim Review : ICC વર્લ્ડ કપ મોદીજી ભારતીય ટીમ સાથે હાથ મિલાવી રહ્યા છે.
  • Claimed By : ફેસબુક યુઝર- Sachin Rathour
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later