Fact Check: 2019ના વીડિયોને ‘હિટ એન્ડ રન’ના નવા કાયદા સાથે જોડીને કરાઈ રહ્યો છે વાયરલ
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ કરવામાં આવી રહેલો વીડિયો ઓડિશાના નુઆપાડાનો 2019નો છે. આ જૂના વીડિયોને હવે નવા હિટ એન્ડ રન કાયદા સાથે જોડીને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
- By: Umam Noor
- Published: Jan 10, 2024 at 11:31 AM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક શખ્સને ટ્રકની નીચે આવીને આત્મહત્યા કરતા જોઈ શકાય છે. યુઝર વીડિયોને શેર કરીને દાવો કરી રહ્યા છે કે હિટ એન્ડ રનનો નવો કાયદો લાગું થતાં જ આ યુવકે આપઘાત કરી લીધો.
વિશ્વાસ ન્યૂઝને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ કરવામાં આવી રહેલો વીડિયો ઓડિશાના નુઆપાડાનો 2019નો છે. આ જૂના વીડિયોને હવે ભ્રામક દાવાની સાથે હિટ એન્ડ રન કાયદાની સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું છે વાયરલ પોસ્ટમાં?
વાયરલ કરવામાં આવી રહેલી પોસ્ટમાં લખ્યું છે કે, ‘કાળા કાયદાના કારણે ડ્રાઈવરે મોતને વ્હાલુ કરી લીધું છે. 02.01.2024.’
તપાસ
અમારી તપાસને શરૂ કરતા જ સૌથી પહેલા અમે ગૂગલ લેન્સ દ્વારા વાયરલ વીડિયોની કીફ્રેમ્સને સર્ચ કરી. સર્ચ દરમિયાન અમને આ મામલાની તસવીર aknandy નામના એક બ્લોગ પર મળી. અહીં આપવામાં આવેલી જાણકારી મુજબ, 28 જુલાઈ, 2019ના રોજ ઓડિશાના નુઆપાડામાં એક યુવકે ચાલતી ટ્રક નીચે કૂદીને આત્મહત્યા કરી હતી. મૃતકની ઓળખ રાજુ સાબર (40) તરીકે થઈ છે, જેઓ નુઆપાડા NAC વોર્ડ નંબર 13ના મહુઆભાટા ગામના રહેવાસી છે.
આ આધારે અમે અમારી તપાસને આગળ વધારી. અમને ફેક્ટ નાઉની વેબસાઈટ પર આ મામલાને લગતા સમાચાર મળ્યા. 28 જુલાઈ 2019ના રોજ પ્રકાશિત થયેલા આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, “નુઆપાડા શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી, જ્યાં એક યુવકે ચાલતી ટ્રકના પાછલા ટાયરની સામે કૂદીને આત્મહત્યા કરી લીધી. મૃતકની ઓળખ નુઆપાડા જિલ્લાના મહુઆભાટા ગામના રહેવાસી રાજુ સાબર તરીકે થઈ છે, આ સમગ્ર ઘટના નુઆપાડા પોલીસ સ્ટેશનની સામે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
ANIના 28 જુલાઈ, 2019ના સમાચાર મુજબ, “ઓડિશાના નુઆપાડા શહેરમાં નેશનલ હાઈવે 353 પર શનિવારે બપોરે એક વ્યક્તિએ ટ્રકની સામે કૂદીને આપઘાત કરી લીધો. નુઆપાડાના એસડીપીઓ પ્રશાંત પટનાયકે જણાવ્યું કે, આ સમગ્ર ઘટના નુઆપાડા પોલીસ સ્ટેશનની સામે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસની પ્રાથમિક તપાસ ચાલુ છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.”
વાયરલ પોસ્ટ અંગે પુષ્ટિ માટે અમે ઓડિશાના ફેક્ટ ચેકર અને કનક ટીવીના પત્રકાર અનુજ દાસ સાથે સંપર્ક કર્યો અને વાયરલ પોસ્ટ તેમની સાથે શેર કરી. તેમણે અમને જણાવ્યું કે વાયરલ વીડિયો જૂનો છે.
તમને જણાવી દઈએ કે, ટ્રક ઓપરેટર્સના વિરોધ બાદ સરકારે આ કાયદો પાછો ખેંચી લીધો છે. સરકારનું કહેવું છે કે આગામી સમયમાં તમામ સંબંધિત પક્ષો સાથે વાત કર્યા બાદ તમામ કાયદા લાગુ કરવામાં આવશે.
ભ્રામક પોસ્ટને શેર કરનાર એક્સ (ટ્વિટર) યુઝરના સોશિયલ સ્કેનિંગ દરમિયાન અમને જાણવા મળ્યું કે, યુઝરને 63 હજારથી વધુ લોકો ફોલો કરે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ કરવામાં આવી રહેલો વીડિયો ઓડિશાના નુઆપાડાનો 2019નો છે. આ જૂના વીડિયોને હવે નવા હિટ એન્ડ રન કાયદા સાથે જોડીને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
- Claim Review : હિટ એન્ડ રનનો નવો કાયદો લાગુ થતાં જ યુવકે આપઘાત કરી લીધો.
- Claimed By : X Post: Sayyad Uzma Parveen
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.