વિશ્વાસ ન્યૂઝે વાયરલ દાવાની તપાસ કરી. આ ખોટો સાબિત થયો. વાસ્તવમાં તસવીર રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મુના નોમિનેશન વખતની છે. પીએમ મોદીએ હજુ સુધી ઉમેદવારી ફોર્મ ભર્યું જ નથી.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક તસવીર દ્વારા જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ મોદીના નોમિનેશનમાં રાષ્ટ્રપતિ પોતે હાજર રહ્યા.
વિશ્વાસ ન્યૂઝે વાયરલ દાવાની તપાસ કરી. આ ખોટો સાબિત થયો. વાસ્તવમાં તસવીર રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મુના નોમિનેશન વખતની છે. પીએમ મોદીએ હજુ સુધી ઉમેદવારી ફોર્મ ભર્યું જ નથી.
ફેસબુક એન્જિનિયર લોકેશ નિરાલાએ 6 મેના રોજ એક તસવીરને પોસ્ટ કરતા લખ્યું, ”એક સાંસદ ઉમેદવારના નામાંકનમાં દેશના પ્રથમ નાગરિક દેશના રાષ્ટ્રપતિનું જવું સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતની મહાન લોકશાહી તેનો અંતિમ શ્વાસ ગણી રહી છે અને મોદીના નામાંકનમાં પોતાની હાજરી આપીને મહામહિમ રાષ્ટ્રપતિએ દેશના સર્વોચ્ચ પદની ગરિમાને કલંકિત કરી છે. સ્વતંત્ર ભારતમાં આજ સુધી ક્યારેય એવું બન્યું નથી કે દેશના રાષ્ટ્રપતિ એક સાંસદનું નામાંકન કરાવવા પોતાને ગયા હોય. જ્યારે દેશનું રાષ્ટ્રપતિ પદ તેની સ્વાયત્તતા ગુમાવી ચૂક્યું હોય તો પછી ED, CBI જેવી સંસ્થાઓની શું ઓકાત, તેમને સ્વતંત્રતા સમજવી તો આપણી મૂર્ખતા જ હશે.”
પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેને સાચું માનીને ખૂબ જ વધુ વાયરલ કરવામાં આવી રહ્યું છે. પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.
વિશ્વાસ ન્યૂઝે વાયરલ તસવીર વિશે જાણવા માટે સૌથી પહેલા ગૂગલ લેન્સ ટૂલનો ઉપયોગ કર્યો. તસવીરને અહીં સર્ચ કરવા પર અમને અસલી તસવીર પીએમ નરેન્દ્ર મોદીના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર મળી. તેને 25 જૂન 2022ના રોજ પોસ્ટ કરવામાં આવી હતી. તેમાં જણાવવામાં આવ્યું કે દ્રૌપદી મુર્મુના નામાંકન દરમિયાન વિવિધ પક્ષોના નેતાઓની સાથે પીએમ મોદી પણ હાજર હતા.
સર્ચ દરમિયાન આ તસવીર જિતેન્દ્ર પટનાયક નામના એક એક્સ હેન્ડલ પર પણ મળી. તેને 24 જૂન 2022ના રોજ અપલોડ કરતા રાષ્ટ્રપતિ પદના નામાંકનના વખતની જણાવવામાં આવી છે.
અસલી તસવીર અમને પીએમ મોદીના એક્સ હેન્ડલ પર પણ મળી. તેને 24 જૂન 2022ના રોજ અપલોડ કરતા રાષ્ટ્રપતિ પદના નામાંકન દરમિયાનની જણાવવામાં આવી છે.
તપાસના આગામી તબક્કામાં અમે ભાજપની સોશિયલ મીડિયા ટીમના સહ-સંયોજક શશિ કુમાર સાથે સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ પોસ્ટને શેર કરી. તેમણે જણાવ્યું કે પીએમ મોદીએ હજુ સુધી ઉમેદવારી ફોર્મ ભર્યું નથી. વાયરલ દાવો સંપૂર્ણપણે ખોટો છે. જે તસવીરને ખોટા દાવાની વાયરલ થઈ રહી છે, તે દ્રૌપદી મુર્મુના રાષ્ટ્રપતિ પદના નામાંકન વખતની છે.
તપાસના અંતે ફેસબુક યુઝર લોકેશ નિરાલાના એકાઉન્ટની તપાસ કરવામાં આવી. યુઝર એક રાજકીય પક્ષ સાથે જોડાયેલો છે. તેના 1400 ફોલોઅર્સ છે. યુઝર હિમાચલ પ્રદેશનો રહેવાસી છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝે વાયરલ દાવાની તપાસ કરી. આ ખોટો સાબિત થયો. વાસ્તવમાં તસવીર રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મુના નોમિનેશન વખતની છે. પીએમ મોદીએ હજુ સુધી ઉમેદવારી ફોર્મ ભર્યું જ નથી.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923