Fact Check: વીડિયોમાં ડાન્સ કરી રહેલ વ્યક્તિ સિનિયર વકીલ સૌરભ કૃપાલ નથી, ફેક છે વાયરલ પોસ્ટ

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ વીડિયોની સાથે કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થયો. સિનિયર એડવોકેટ સૌરભ કૃપાલના નામે વાયરલ થયેલો વીડિયો દમન સિંહ ચૌધરીનો હોવાનું સામે આવ્યું છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સમલૈંગિક લગ્ન પર સુપ્રીમ કોર્ટે 17 ઓક્ટોબરે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે ચુકાદો સંભળાવતા સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યાર બાદથી સિનિયર એડવોકેટ સૌરભ કૃપાલની વિરુદ્ધ દુષ્પ્રચાર માટે એક વીડિયોને વાયરલ કરવામાં આવી રહ્યો છે. જેમાં એક શખ્સને બોલિવૂડના ગીત ‘કભી ભુલા કભી યાદ કિયા’ પર ડાન્સ કરતા જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ આ વીડિયોને વાયરલ કરીને દાવો કરી રહ્યા છે કે ડાન્સ કરી રહેલ શખ્સ સૌરભ કૃપાલ છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું. વાયરલ વીડિયો ફેશન અને લાઈફસ્ટાઈલ કંપની ‘રનવે લાઈફસ્ટાઈલ’ના કો-ફાઉન્ડર દમન સિંહ ચૌધરીનો છે. તેમના ઘણા વીડિયો સૌરભ કૃપાલના જણાવીને વાયરલ કરવામાં આવી ચૂક્યા છે. વીડિયોનો સૌરભ કૃપાલ સાથે કોઈ સંબંધ નથી.

શું થઈ રહ્યું છે વાયરલ? 

ફેસબુક યુઝર અમિત ત્રિવેદીએ 22 ઓક્ટોબરે ‘મોદી યોગી સમર્થક વંદે માતરમ ગ્રુપ’ પર એક વીડિયોને અપલોડ કરીને દાવો કર્યો કે, “આ સૌરભ કૃપાલ છે, તેઓ ભારતના પ્રથમ CJI (ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા) જસ્ટિસ એસબી કૃપાલના પૌત્ર અને ભારતના પૂર્વ CJI જસ્ટિસ બી કૃપાલના પુત્ર છે અને આ નમૂનાનું નામ પણ કોલેજિયમે દિલ્હી હાઈકોર્ટમાં જજ (ન્યાયાધીશ) માટે આપ્યું હતું, જેને મોદી સરકારે રિજેક્ટ કરી દીધું હતું, તેના પર ન્યાયતંત્ર અને મોદી સરકાર વચ્ચે કડવાશ પણ ઉભી થઈ હતી.”

સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર અન્ય ઘણા યુઝર્સે આ વીડિયોને સમાન દાવાની સાથે શેર કર્યો છે. પોસ્ટના કન્ટેટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.

તપાસ

વાયરલ પોસ્ટ્સમાં ઉપયોગ કરાયેલા વીડિયો વિશે જાણવા માટે અમે સૌથી પહેલા ઓનલાઈન ટૂલ ઈનવિડનો ઉપયોગ કર્યો. તેનાથી વીડિયોની ઘણી કીફ્રેમ્સ કાઢ્યા પછી ગૂગલ લેન્સ ટૂલની મદદથી ઓરિજનલ વીડિયોને શોધવાનું શરૂ કર્યું. વાયરલ વીડિયો damandiaries નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર જોવા મળ્યો. તેને 21 ઓગસ્ટ 2023ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.

ઈન્સ્ટાગ્રામ હેન્ડલના બાયો સેક્શનમાં શખ્સનું નામ દમન એસ ચૌધરી જણાવવામાં આવ્યું છે. બાયોમાં આપેલી માહિતી અનુસાર, દમન ચૌધરી ‘રનવે લાઈફસ્ટાઈલ’ના કો-ફાઉન્ડર છે.

તપાસના આગળના તબક્કામાં દમન ચૌધરી સાથે સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે તેમના ઘણા વીડિયો પહેલા પણ વાયરલ થઈ ચૂક્યા છે. વીડિયોની સાથે કરવામાં આવેલો દાવો ખોટો છે. અસલ વીડિયો તેમનો જ છે.

સિનિયર વકીલ સૌરભ કૃપાલ ત્યારે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે કૃપાલની નિમણૂક કરવા માટે ફરીથી ભલામણ કરી હતી. 

તપાસના અંતે ફેક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી. ફેસબુક યુઝર અમિત ત્રિવેદી ગુજરાતનો રહેવાસી છે. તેના એકાઉન્ટને આઠ હજારથી વધુ લોકો ફોલો કરે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ વીડિયોની સાથે કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થયો. સિનિયર એડવોકેટ સૌરભ કૃપાલના નામે વાયરલ થયેલો વીડિયો દમન સિંહ ચૌધરીનો હોવાનું સામે આવ્યું છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ