Fact Check: હિમવર્ષાના જૂના વીડિયોને તાજેતરનો જણાવીને ફેલાવવામાં આવી રહ્યો છે ભ્રમ

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ફેક નીકળી. વાયરલ વીડિયો મે 2023નો છે. જમ્મુ-કાશ્મીરના ડક્સમ કોકરનાગમાં તાજેતરમાં હિમવર્ષા થઈ નથી.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર હિમવર્ષાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ વીડિયો કાશ્મીરના ડક્સમ કોકરનાગમાં તાજેતરમાં થયેલી હિમવર્ષાનો છે.

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો ખોટો સાબિત થયો. વાયરલ વીડિયો મે 2023નો છે. ડક્સમ કોકરનાગમાં તાજેતરમાં હિમવર્ષા થઈ નથી.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર મીર બિલાલે 22 સપ્ટેમ્બરે આ વીડિયોને પોસ્ટ કરીને દાવો કર્યો કે “22 સપ્ટેમ્બર 2023ના રોજ ડક્સમ કોકરનાગમાં હિમવર્ષા થઈ.”

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જોઈ શકાય છે.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે સૌથી પહેલા વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલા દાવાની તપાસ માટે ગૂગલ રિવર્સ ઈમેજ સર્ચ ટૂલનો ઉપયોગ કર્યો. અમને આ વીડિયો સજ્જાદ વાની નામના ફેસબુક યુઝરની પ્રોફાઇલ પર 22 સપ્ટેમ્બરે અપલોડ મળ્યો. પોસ્ટમાં વીડિયોની સાથે લખ્યું હતું કે, “દરેક લોકો ધ્યાન આપો, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે સોશિયલ મીડિયા પર વાયરલ ડક્સમ કોકરનાગ વિસ્તારનો જે વીડિયો તમે જોયો છે, તે તાજેતરનો નથી. તેને મૂળરૂપે મેં મે 2023માં એક રીલ તરીકે અપલોડ કર્યો હતો, જે તે સમયે થયેલી હિમવર્ષાનો નજારો છે. મહેરબાની કરીને સાવધાન રહો અને આ વીડિયોને શેર કરવાનું ટાળો, કારણ કે તેનાથી ભ્રમ પેદા થઈ શકે છે અને સંભવિત રીતે ખોટી માહિતી ફેલાઈ શકે છે. હાલમાં કાશ્મીરની ખીણોમાં શરદ ઋતુ ચાલી રહી છે અને હિમવર્ષાની શક્યતાઓ ઘણી ઓછી છે. હું દરેકને વિનંતી કરું છું કે આ 26 સેકન્ડના જૂના વીડિયોને શેર ન કરો, જેને કેટલાક પેજ આજના ફૂટેજ તરીકે ખોટો દાવો કરીને પ્રસારિત કરી રહ્યા છે. આવી ખોટી માહિતી ફેલાવવાથી લોકોમાં બિનજરૂરી ગભરાટ પેદા થઈ શકે છે. ચાલો આપણે જે કન્ટેન્ટ શેર કરીએ છીએ તેના પ્રત્યે જવાબદાર બનીએ. તમારી સમજ બદલ આભાર. સાદર પ્રણામ. (સજ્જાદ વાની)”

સર્ચ કરવા પર અમને સજ્જાદ વાનીના ફેસબુક એકાઉન્ટ પર આ વીડિયો 8 મે 2023ના રોજ રીલ તરીકે અપલોડ થયેલો મળ્યો.

અમને આ વીડિયોને લઈને સ્થાનિક મીડિયા પર એક રિર્પોટ પણ મળ્યો. સ્થાનિક ન્યૂઝ વેબસાઈટ ‘કોકરનાગ ન્યૂઝ‘એ પણ આ બાબતે એક ફેસબુક એલર્ટ જારી કર્યું હતું, જેમાં લખ્યું હતું “*ધ્યાન આપો* >>> કેટલાક ફેસબુક પેજ દ્વારા ડક્સમ કોકરનાગમાં હિમવર્ષા વિશે ફેક ન્યૂઝ પ્રસારિત કરવામાં આવ્યા છે. દરેકને વિનંતી છે કે આ વીડિયોને પ્રસારિત ન કરો, ડક્સમ કોકરનાગમાં અત્યાર સુધી હિમવર્ષાના કોઈ સમાચાર નથી. આ વીડિયો જૂનો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ છે.”

અમે આ મામલે સજ્જાદ વાની સાથે પણ વાત કરી. તેમણે કહ્યું, “મેં આ વીડિયો મે 2023માં મારા ફોનથી શૂટ કર્યો હતો. મેં તેને 8મે 2023ના રોજ મારા ફેસબુક પર પોસ્ટ પણ કર્યો હતો. વીડિયો તાજેતરનો નથી.”

આ પછી અમે હવામાનની જાણકારી આપતી વેબસાઇટ્સ પર સર્ચ કર્યું. અમને ક્યાંય 22 સપ્ટેમ્બર 2023ના રોજ ડક્સમ કોકરનાગ વિસ્તારમાં હિમવર્ષાના કોઈ પુરાવા ન મળ્યા.

તપાસના અંતે ફેક પોસ્ટ કરનાર યુઝર મીર બિલાલની તપાસ કરવામાં આવી. ફેસબુક યુઝર જમ્મુ-કાશ્મીરનો રહેવાસી છે અને હાલમાં અમેરિકામાં રહે છે. યુઝરના ફેસબુક પર લગભગ 5000 ફ્રેન્ડ્સ છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ફેક નીકળી. વાયરલ વીડિયો મે 2023નો છે. જમ્મુ-કાશ્મીરના ડક્સમ કોકરનાગમાં તાજેતરમાં હિમવર્ષા થઈ નથી.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ