વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ખોટો સાબિત થયો. વાયરલ કરવામાં આવી રહેલી તસવીર અસલી નથી, પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટૂલની મદદથી તૈયાર કરવામાં આવી છે.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) ઈઝરાયેલ-હમાસ યુદ્ધની વચ્ચે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરવામાં આવી રહી છે, જેમાં ઘણી ટેન્કો જોવા મળી રહી છે. ફોટામાં ઘણા બધા સૈનિકો અને ધ્વસ્ત ઈમારતોને પણ જોઈ શકાય છે. હવે કેટલાક લોકો આ પોસ્ટને શેર કરીને દાવો કરી રહ્યા છે કે આ તસવીર ગાઝાની છે.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ખોટો સાબિત થયો. વાયરલ કરવામાં આવી રહેલી તસવીર અસલી નથી, પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટૂલની મદદથી તૈયાર કરવામાં આવી છે.
ફેસબુક યુઝર પરવીન રાવતે 4 નવેમ્બરે આ તસવીર શેર કરી અને સાથે લખ્યું, “અબ આઈ શાંતિ આવી શાંતિ | શાંતિ કા મજહબ શાંતિ લેકર આતા હૈ. સબ રેત રેત હો જાતા હૈ – બિલકુલ શાંત | સભ્ય સમાજ કો ગાઝા મેં એસી હી શાંતિ પસંદ હૈ. લવ યુ કાફિર”
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.
એક અન્ય ફેસબુક યુઝર ‘મુક્ષા દુદૌદ’ (આર્કાઇવ લિંક)એ પણ આ તસવીરને શેર કરી છે અને લખેલું છે કે, “ગાઝા કા બાજા બજા દીયા યહુદીઓને અપનો કે લિએ લડના ઈનસે શીખના ચાહીએ”
વાયરલ તસવીરની તપાસ કરવા માટે અમે ગૂગલ રિવર્સ ઈમેજ પર સર્ચ કર્યું. અમને આ તસવીર ‘livefromisrael’નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મળી. 30 ઑક્ટોબર 2023ના રોજ શૅર કરાયેલ તસવીરની સાથે લખવામાં આવ્યું છે “For the AI lovers” અનુવાદ- “AI લવર્સ માટે”
અમે આ Instagram એકાઉન્ટની તપાસ કરી. અમને આ પેજ પર AIથી બનેલી ઘણી તસવીરો મળી.
તપાસમાં આગળ અમે AI ટૂલ્સથી બનેલી તસવીરોને ઓળખવા માટેનું ટૂલ ‘hivemoderation.com’પર વાયરલ ફોટોને અપલોડ કર્યો. તપાસમાં આ તસવીરને AI દ્વારા બનાવવામાં આવી હોવાની સંભાવના 99.9% હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ વિશે વધુ પુષ્ટિ માટે અમે AI આર્ટિસ્ટ ભાર્ગવ વાલેરા સાથે સંપર્ક કર્યો અને તેમને વાયરલ તસવીર મોકલી. તેમનું કહેવું છે, “આ AI જનરેટેડ ઈમેજ છે. આ અસલી નથી. આને AI ટૂલ્સની મદદથી બનાવવામાં આવી છે.”
આ પહેલા પણ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ સાથે જોડાયેલી ઘણી AI તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂકી છે. જેની તપાસ વિશ્વાસ ન્યુઝે કરી છે. તમે તે ફેક્ટ-ચેક રિર્પોટને અહીં વાંચી શકો છો. AI સંબંધિત ઘણા રિર્પોટને અહીં ક્લિક કરીને વાંચી શકાય છે.
તપાસના અંતે અમે AI જનરેટેડ ઈમેજને અસલી સમજીને શેર કરનાર યુઝરની તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે યુઝર ઉત્તરાખંડના કાશીપુરનો રહેવાસી છે. યુઝરને 584 લોકો ફોલો કરે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ખોટો સાબિત થયો. વાયરલ કરવામાં આવી રહેલી તસવીર અસલી નથી, પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટૂલની મદદથી તૈયાર કરવામાં આવી છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923