X
X

Fact Check: AI જનરેટેડ તસવીરને ગાઝાની અસલી તસવીર જણાવીને ફેલાવવામાં આવી રહ્યો છે ભ્રમ

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ખોટો સાબિત થયો. વાયરલ કરવામાં આવી રહેલી તસવીર અસલી નથી, પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટૂલની મદદથી તૈયાર કરવામાં આવી છે.

  • By: Jyoti Kumari
  • Published: Nov 21, 2023 at 11:41 AM
  • Updated: Nov 23, 2023 at 10:10 AM

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) ઈઝરાયેલ-હમાસ યુદ્ધની વચ્ચે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરવામાં આવી રહી છે, જેમાં ઘણી ટેન્કો જોવા મળી રહી છે. ફોટામાં ઘણા બધા સૈનિકો અને ધ્વસ્ત ઈમારતોને પણ જોઈ શકાય છે. હવે કેટલાક લોકો આ પોસ્ટને શેર કરીને દાવો કરી રહ્યા છે કે આ તસવીર ગાઝાની છે.

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ખોટો સાબિત થયો. વાયરલ કરવામાં આવી રહેલી તસવીર અસલી નથી, પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટૂલની મદદથી તૈયાર કરવામાં આવી છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝર પરવીન રાવતે 4 નવેમ્બરે આ તસવીર શેર કરી અને સાથે લખ્યું, “અબ આઈ શાંતિ  આવી શાંતિ | શાંતિ કા મજહબ શાંતિ લેકર આતા હૈ. સબ રેત રેત હો જાતા હૈ – બિલકુલ શાંત  | સભ્ય સમાજ કો ગાઝા મેં એસી હી શાંતિ પસંદ હૈ. લવ યુ કાફિર”

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

એક અન્ય ફેસબુક યુઝર ‘મુક્ષા દુદૌદ’ (આર્કાઇવ લિંક)એ પણ આ તસવીરને શેર કરી છે અને લખેલું છે કે, “ગાઝા કા બાજા બજા દીયા યહુદીઓને અપનો કે લિએ લડના ઈનસે શીખના ચાહીએ”

તપાસ

વાયરલ તસવીરની તપાસ કરવા માટે અમે ગૂગલ રિવર્સ ઈમેજ પર સર્ચ કર્યું. અમને આ તસવીર ‘livefromisrael’નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મળી. 30 ઑક્ટોબર 2023ના રોજ શૅર કરાયેલ તસવીરની સાથે લખવામાં આવ્યું છે “For the AI lovers” અનુવાદ- “AI લવર્સ માટે” 

અમે આ Instagram એકાઉન્ટની તપાસ કરી. અમને આ પેજ પર AIથી બનેલી ઘણી તસવીરો મળી.

તપાસમાં આગળ અમે AI ટૂલ્સથી બનેલી તસવીરોને ઓળખવા માટેનું ટૂલ  ‘hivemoderation.com’પર વાયરલ ફોટોને અપલોડ કર્યો. તપાસમાં આ તસવીરને AI દ્વારા બનાવવામાં આવી હોવાની સંભાવના 99.9% હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ વિશે વધુ પુષ્ટિ માટે અમે AI આર્ટિસ્ટ ભાર્ગવ વાલેરા સાથે સંપર્ક કર્યો અને તેમને વાયરલ તસવીર મોકલી. તેમનું કહેવું છે, “આ AI જનરેટેડ ઈમેજ છે. આ અસલી નથી. આને AI ટૂલ્સની મદદથી બનાવવામાં આવી છે.”

આ પહેલા પણ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ સાથે જોડાયેલી ઘણી AI તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂકી છે. જેની તપાસ વિશ્વાસ ન્યુઝે કરી છે. તમે તે ફેક્ટ-ચેક રિર્પોટને અહીં વાંચી શકો છો. AI સંબંધિત ઘણા રિર્પોટને અહીં ક્લિક કરીને વાંચી શકાય છે.

તપાસના અંતે અમે AI જનરેટેડ ઈમેજને અસલી સમજીને શેર કરનાર યુઝરની તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે યુઝર ઉત્તરાખંડના કાશીપુરનો રહેવાસી છે. યુઝરને 584 લોકો ફોલો કરે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ખોટો સાબિત થયો. વાયરલ કરવામાં આવી રહેલી તસવીર અસલી નથી, પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટૂલની મદદથી તૈયાર કરવામાં આવી છે.

  • Claim Review : વાયરલ તસવીર ગાઝાની છે.
  • Claimed By : ફેસબુક યુઝર - પરવીન રાવત
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later