Fact Check: ગુજરાતમાં બનેલી પીએમ મોદીની સોનાની મૂર્તિને સાઉદી અરેબિયાની જણાવીને કરાઈ રહી છે શેર
વિશ્વાસ ન્યૂઝે જ્યારે પીએમ મોદીની સોનાની મૂર્તિને લઈને વાયરલ દાવાની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ દાવો ખોટો છે. આ મૂર્તિને સાઉદી અરેબિયાએ નહીં પરંતુ ગુજરાતના બસંત બોહરા જ્વેલર્સે તેમની ટીમ સાથે મળીને બનાવી છે.
- By: Pragya Shukla
- Published: Sep 28, 2023 at 01:48 PM
વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી) સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોનાની મૂર્તિનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે આ મૂર્તિને એક મુસ્લિમ દેશ સાઉદી અરેબિયા દ્વારા બનાવવામાં આવી છે અને ત્યાં સ્થાપિત કરવામાં આવી છે.
વિશ્વાસ ન્યૂઝે જ્યારે વાયરલ દાવાની તપાસ કરી તો જાણવા મળ્યું કે વાયરલ દાવો ખોટો છે. આ મૂર્તિને સાઉદી અરેબિયાએ નહીં, પરંતુ ગુજરાતના બસંત બોહરા જ્વેલર્સે તેમની ટીમની સાથે મળીને બનાવી હતી.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર સુનીતા મિશ્રાએ 14 સપ્ટેમ્બર, 2023ના રોજ વાયરલ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “લોકોની મીણની પ્રતિમાઓ બને છે, પરંતુ મુસ્લિમ દેશ સાઉદી અરેબિયાએ મોદીજીની સોનાની પ્રતિમા બનાવીને સ્થાપિત કરી છે અને અહીંના દેશદ્રોહીઓને મરચા લાગી રહ્યા છે.”
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.
તપાસ
વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને દાવા સાથે સંબંધિત રિપોર્ટ દૈનિક જાગરણની વેબસાઇટ પર 20 જાન્યુઆરી, 2023ના રોજ પ્રકાશિત થયેલો મળ્યો. રિપોર્ટ અનુસાર, “સુરતના એક જ્વેલરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોનાની મૂર્તિ બનાવી છે. 18 કેરેટ સોનામાંથી બનેલી આ મૂર્તિનું વજન 156 ગ્રામ છે. તેઓએ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની એકતરફી જીતની યાદમાં આ મૂર્તિ બનાવી છે. બસંત બોહરા મેન્યુફેક્ચરિંગ કંપની રાધિકા ચેઈન્સના માલિક છે.
અન્ય ન્યૂઝ રિપોર્ટ્સને અહીં વાંચો.
ધ પ્રિન્ટની વેબસાઈટ પર 20 જાન્યુઆરી 2023ના રોજ પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપની રાધિકા ચેઈન્સના માલિક બસંત બોહરાએ કહ્યું કે ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 182 બેઠકોમાંથી 156 બેઠકો જીતી હતી, તેથી વડાપ્રધાનની સોનાની મૂર્તિનું વજન પણ 156 ગ્રામ રાખવામાં આવ્યું છે. મૂળ રાજસ્થાનના બસંત બોહરા છેલ્લા 20 વર્ષોથી સુરતમાં સ્થાયી થયા છે. તેમણે કહ્યું કે, હું નરેન્દ્ર મોદીનો પ્રશંસક છું અને તેમના પ્રત્યે મારું સન્માન દર્શાવવા માટે કંઈક કરવા માંગતો હતો. એક દિવસ મારા મગજમાં પીએમ મોદીની પ્રતિમા બનાવવાનો વિચાર આવ્યો. તેમણે જણાવ્યું કે આ મૂર્તિને બનાવવા માટે 20 કારીગરોને લગભગ ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો. હું મૂર્તિથી સંતુષ્ટ છું. હજુ તેની કોઈ કિંમત નક્કી કરવામાં આવી નથી, કારણ કે તે વેચાણ માટે નથી.”
તપાસ દરમિયાન અમને જનસત્તાની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર બસંત બોહરાના ઈન્ટરવ્યુનો એક વીડિયો મળ્યો. વીડિયોને 21 જાન્યુઆરી 2023ના રોજ અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયોમાં બસંત બોહરાને કહેતા સાંભળી શકાય છે કે પીએમ મોદીની 156 ગ્રામની સોનાની મૂર્તિને તેમણે અને તેમની ટીમે બનાવી છે.
વિશ્વાસ ન્યૂઝે તપાસના આગલા તબક્કામાં ગુજરાતી જાગરણ, સુરતના રિપોર્ટર મયુર ઠાકુર સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે, વાયરલ દાવો ખોટો છે આ મૂર્તિને સુરતના જ્વેલર બસંત બોહરાએ બનાવી છે. તેનો સાઉદી અરેબિયા સાથે કોઈ સંબંધ નથી.
અંતે અમે ખોટા દાવા સાથે વીડિયોને શેર કરનાર યુઝરનું એકાઉન્ટ સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝરે પોતાના વિશે વધુ માહિતી શેર કરેલી નથી. પ્રોફાઈલ પર ઉપલબ્ધ માહિતી અનુસાર યુઝર ગોરખપુરનો રહેવાસી છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝે જ્યારે પીએમ મોદીની સોનાની મૂર્તિને લઈને વાયરલ દાવાની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ દાવો ખોટો છે. આ મૂર્તિને સાઉદી અરેબિયાએ નહીં પરંતુ ગુજરાતના બસંત બોહરા જ્વેલર્સે તેમની ટીમ સાથે મળીને બનાવી છે.
- Claim Review : સાઉદી અરેબિયાએ મોદીજીની સોનાની મૂર્તિ બનાવી અને સ્થાપિત કરી
- Claimed By : ફેસબુક યુઝર સુનીતા મિશ્રા
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.