Fact Check: રોહિત શર્મા અને વિરાટ કોહલીનો એડિટેડ વીડિયો ખોટા દાવાની સાથે કરાઈ રહ્યો છે શેર

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ. બે અલગ-અલગ ક્લિપને એડિટ કરીને ફેક પોસ્ટ બનાવવામાં આવી છે. રોહિત શર્માની સાથે ઓરિજનલ વીડિયોમાં જસપ્રિત બુમરાહ અને વિરાટ કોહલીની સાથે રવિચંદ્રન અશ્વિન છે. એટિડેડ વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

Fact Check: રોહિત શર્મા અને વિરાટ કોહલીનો એડિટેડ વીડિયો ખોટા દાવાની સાથે કરાઈ રહ્યો છે શેર

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બીજી વખત માતા-પિતા બન્યા છે. વિરાટ કોહલીના ઘરે દીકરાનો જન્મ થયો છે. આ દરમિયાન અનેક સેલિબ્રિટીઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે. હવે તેની સાથે જોડીને વિરાટ કોહલી અને રોહિત શર્માનો એક વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે. વીડિયોને તાજેતરનો ગણાવીને દાવો કરવામાં આવી રહ્યો છે કે કોહલીને બીજી વખત પિતા બનવા પર રોહિત શર્માએ વીડિયો ચેટ દ્વારા અભિનંદન પાઠવ્યા.

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ. બે અલગ-અલગ ક્લિપને એડિટ કરીને ફેક પોસ્ટ બનાવવામાં આવી છે. રોહિત શર્માની સાથે ઓરિજનલ વીડિયોમાં જસપ્રિત બુમરાહ અને વિરાટ કોહલીની સાથે રવિચંદ્રન અશ્વિન છે. એટિડેડ વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર MON (આર્કાઇવ લિંક)એ 24 ફેબ્રુઆરીએ વીડિયોને પોસ્ટ કરીને લખ્યું, “Rohit sharma ne virat ko badhai di papa banane per”

તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઈવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.

તપાસ

વાયરલ વીડિયોની તપાસ કરવા માટે અમે વીડિયોના સ્ક્રીનશોટને ગૂગલ ઈમેજ પર અપલોડ કર્યો. અમને વીડિયો સંબંધિત ઘણા સમાચારો મળ્યા, પરંતુ બંને વીડિયોમાં અલગ-અલગ ક્રિકેટરો હતા.

રોહિત શર્માનો વીડિયોઃ

સૌથી પહેલા અમે રોહિત શર્માના વીડિયોને સર્ચ કર્યો. અમને રોહિત શર્માનો વીડિયો સ્પોર્ટ્સ તકની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર મળ્યો. 2 એપ્રિલ 2020ના રોજ અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં રોહિતની સાથે જસપ્રિત બુમરાહ જોવા મળી રહ્યા છે. વીડિયો બંને વચ્ચેની લાઈવ ચેટનો છે. રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહની આ લાઈવ ચેટ સાથે જોડાયેલા સમાચાર ઘણી અન્ય ન્યૂઝ વેબસાઈટ પર વાંચી શકાય છે.

https://youtu.be/uFaZJUr2e4w

વિરાટ કોહલીનો વીડિયોઃ

તપાસમાં આગળ અમે વિરાટ કોહલીના વીડિયોને લઈને સર્ચ કર્યું. અમને ઓરિજનલ વીડિયો રવિચંદ્રન અશ્વિનના વેરિફાઈડ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મળ્યો. 30 મે 2020ના રોજ પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં રવિચંદ્રન અશ્વિનને વિરાટ કોહલીની સાથે લાઈવ ચેટ કરતા જોઈ શકાય છે.

અમને CDS Indiaની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ બંને ક્રિકેટરો વચ્ચેની ચેટનો આ વીડિયો મળ્યો. વીડિયોમાં 3 મિનિટ 25 સેકન્ડથી વિરાટ કોહલીના વાયરલ વીડિયોના ભાગને જોઈ શકાય છે. રવિચંદ્રન અશ્વિન અને વિરાટ કોહલીની આ ઈન્સ્ટાગ્રામ ચેટ 31 મે 2020ના રોજ થઈ હતી. વિરાટ કોહલી અને અશ્વિન વચ્ચેની આ ચેટ સંબંધિત અન્ય ન્યૂઝ રિર્પોટને અહીં વાંચી શકાય છે.

https://youtu.be/Zyk9_pWawIM

વાયરલ વીડિયોને લઈને અમે દૈનિક જાગરણના સ્પોર્ટ્સ સંવાદદાતા અભિષેક ત્રિપાઠી સાથે વાત કરી. તેમણે વીડિયોને એડિટેડ ગણાવ્યો છે.

વધુ તપાસમાં અમને રોહિત શર્માએ વિરાટ કોહલીને અભિનંદન આપતા અંગે સર્ચ કર્યું. અમને ઘણા ક્રિકેટરો સાથે જોડાયેલા સમાચાર મળ્યા. પરંતુ અમને રોહિત શર્મા સાથે જોડાયેલા કોઈ સમાચાર મળ્યા નથી.

અંતે અમે વીડિયોને શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. યુઝરને 201 લોકો ફોલો કરે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ભ્રામક સાબિત થઈ. બે અલગ-અલગ ક્લિપને એડિટ કરીને ફેક પોસ્ટ બનાવવામાં આવી છે. રોહિત શર્માની સાથે ઓરિજનલ વીડિયોમાં જસપ્રિત બુમરાહ અને વિરાટ કોહલીની સાથે રવિચંદ્રન અશ્વિન છે. એટિડેડ વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ