ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગયા વર્ષે જુલાઈમાં કહ્યું હતું કે તેમની સરકાર પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત કરવાની વ્યવસ્થા પર વિચાર-વિમર્શ કરશે. જોકે, હજુ સુધી આ અંગે કોઈ નિયમ કે કાયદો બનાવવામાં આવ્યો નથી.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)લોકસભાની ચૂંટણી પહેલા સોશિયલ મીડિયા પર ગુજરાતને લઈને એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. તેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે, જ્યાં પ્રેમ લગ્ન પહેલા પરિવારની પરવાનગી લેવી પડશે. આ દાવાને શેર કરીને યુઝર્સ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માની રહ્યા છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગયા વર્ષે જુલાઈમાં આ અંગે વિચાર કરવાની વાત કહી હતી. પાટીદાર સમાજની માંગ પર મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત બનાવવાની સંભાવના પર વિચાર કરશે. જોકે, તેને કાયદો બનવાનો અથવા આ નિયમ લાગુ થવાનો દાવો ખોટો છે.
વિશ્વાસ ન્યૂઝના ટિપલાઈન નંબર +91 95992 99372 પર યુઝરે આ પોસ્ટને મોકલીને તેનું સત્ય જણાવવા વિનંતી કરી. તેમાં લખ્યું છે કે, ”બ્રેકિંગ ન્યૂઝ… મોટા સમાચાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત, પ્રેમ લગ્ન કરતા પહેલા પરિવારની લેવી પડશે મંજૂરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર, તેમણે રજિસ્ટર મેરેજમાં માતા-પિતાની સહી અને જરૂરી ડોક્યુમેન્ટ્સ ફરજિયાત બનાવ્યા, હવે કોઈ પણ દીકરો કે દીકરી તેમના માતા-પિતાને પૂછ્યા વિના લગ્ન કરી શકશે નહીં.”
ફેસબુક યુઝર Lala Nath Yogi (આર્કાઇવ લિંક) અને એક્સ યુઝર @Vini__007 (આર્કાઇવ લિંક)એ પણ આ પોસ્ટને શેર કરી છે.
વાયરલ દાવાની તપાસ કરવા માટે અમે કીવર્ડ્સથી ગૂગલ પર સર્ચ કર્યું. 31 જુલાઈ, 2023ના રોજ એબીપી લાઈવની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક કાર્યક્રમ કહ્યું હતું કે, તેમની સરકાર પ્રેમ લગ્ન માટે માતા-પિતાની મંજૂરી ફરજિયાત કરવા વિશે વિચારશે. વાસ્તવમાં પાટીદાર સમાજના એક ગ્રુપે પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત બનાવવાની માંગ કરી હતી.
દૈનિક જાગરણની વેબસાઈટ પર 31 જુલાઈ 2023ના રોજ PTIને ટાંકીને પ્રકાશિત થયેલા સમાચારમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પાટીદાર સમાજના કેટલાક લોકોએ પ્રેમ લગ્ન માટે માતા-પિતાની ફરજિયાત પરવાનગીની માંગ કરી હતી. આના જવાબમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે તેમની સરકાર આ અંગે વિચાર કરશે.
દૈનિક ભાસ્કરની વેબસાઈટ પર છ મહિના પહેલા પ્રકાશિત થયેલા સમાચારમાં લખવામાં આવ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રીએ આ અંગે વિચાર કરવા જણાવ્યું છે.
આ સિવાય અમને એવો કોઈ મીડિયા રિપોર્ટ નથી મળ્યો, જેનાથી સાબિત થઈ શકે કે ગુજરાતમાં પ્રેમ લગ્ન માટે માતા-પિતાની પરવાનગી જરૂરી બની ગઈ હોય એવો નિયમ બનાવવામાં આવ્યો છે.
આ અંગે ગુજરાતી જાગરણના એસોસિયેટ એડિટર જીવન કપૂરિયાનું કહેવું છે કે હજુ સુધી આવો કોઈ નિયમ કે કાયદો બન્યો નથી. મુખ્યમંત્રીએ ગયા વર્ષે એક કાર્યક્રમમાં આ અંગે વિચારણા કરવાની વાત કરી હતી.
અમે ખોટો દાવો કરનાર ફેસબુક યુઝરની પ્રોફાઈલને સ્કેન કરી. અજમેરમાં રહેતા યુઝરના લગભગ 5100 ફોલોઅર્સ છે.
निष्कर्ष: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગયા વર્ષે જુલાઈમાં કહ્યું હતું કે તેમની સરકાર પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત કરવાની વ્યવસ્થા પર વિચાર-વિમર્શ કરશે. જોકે, હજુ સુધી આ અંગે કોઈ નિયમ કે કાયદો બનાવવામાં આવ્યો નથી.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923