29 માર્ચથી 10 રૂપિયાની નોટ બંધ થવાનો દાવો અફવા છે. RBIએ આ પ્રકારની કોઈ સૂચના જાહેર કરી નથી.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર ઘણીવાર નોટો બંધ થવાની પોસ્ટ વાયરલ થતી રહે છે. હવે કેટલાક યુઝર્સ એક પોસ્ટ શેર કરી દાવો કરી રહ્યા છે કે 29 માર્ચથી 10 રૂપિયાની નોટો બંધ થઈ જશે. યુઝર્સ 10 રૂપિયાની નોટની તસવીરને શેર કરીને આ દાવો કરી રહ્યા છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે સોશિયલ મીડિયા પર 29 માર્ચથી 10 રૂપિયાની નોટ બંધ થવાની પોસ્ટ માત્ર અફવા છે. RBIએ આ પ્રકારની કોઈપણ સૂચના જાહેર કરી નથી. આ પહેલા પણ 100 રૂપિયાની નોટ બંધ થવાની અફવા ફેલાઈ હતી, જેની તપાસ વિશ્વાસ ન્યૂઝે કરી હતી.
ઈન્સ્ટાગ્રામ યુઝર ramapir_ka_divana01 (આર્કાઇવ લિંક) એ 7 માર્ચ 2024ના રોજ એક તસવીર પોસ્ટ કરી છે. એમાં 10 રૂપિયાની નોટોને શ્રદ્ધાંજલિ આપતા બતાવવામાં આવી છે. સાથે લખ્યું છે, “29 માર્ચે 10 રૂપિયાની નોટ બંધ થઈ જશે, જલ્દી તમારા મિત્રોની સાથે શેર કરો”
વાયરલ દાવાની તપાસ કરવા માટે અમે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની વેબસાઈટને સ્કેન કરી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની પ્રેસ રિલીઝ અને નોટિફિકેશન સેક્શનમાં અમને આવી કોઈ માહિતી મળી નથી. જો આવી કોઈ માર્ગદર્શિકા હોત, તો RBIની વેબસાઈટ પર જાણકારી જરુર આપવામાં આવી હોત.
RBIના સત્તાવાર એક્સ હેન્ડલ પર પણ અમને આવી કોઈ માહિતી મળી નથી.
RBIના F&Q સેક્શનમાં આપવામાં આવ્યું છે કે 1000 અને 10000ની બેંક નોટો જાન્યુઆરી 1946માં બંધ કરી દેવામાં આવી હતી. 1000, 5000 અને 10000ની ઉચ્ચ મૂલ્યની બેંકનોટો વર્ષ 1954માં ફરીથી શરુ કરવામાં આવી. 1000, 5000 અને 10000ની બેંકનોટને જાન્યુઆરી 1978માં ફરીથી બંધ કરી દેવામાં આવી. તાજેતરમાં જ મહાત્મા ગાંધી શ્રેણી હેઠળ જારી કરાયેલ 500 અને 1000ના મૂલ્યની બેંક નોટોને 08 નવેમ્બર 2016ની મધ્યરાત્રિથી ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી હતી. તેમાં 10 રૂપિયાની નોટ બંધ થવા અંગેની કોઈ માહિતી નથી.
24 જાન્યુઆરી 2021ના રોજ PIBએ પોસ્ટ (આર્કાઈવ લિંક) કરી કહ્યું હતું કે આરબીઆઈએ માર્ચ 2021 પછી 5, 10 અને 100 રૂપિયાની જૂની નોટોને બંધ કરવાની કોઈ જાહેરાત કરી નથી.
આ અંગે અમે RBI સાથે સંપર્ક કર્યો. તેમનું કહેવું છે, RBIએ 10 રૂપિયાની નોટને બંધ કરવાનો કોઈ નિર્ણય લીધો નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો દાવો અફવા છે. જો આ પ્રકારની કોઈ માહિતી મળે છે તો તેને પહેલા RBIની સત્તાવાર વેબસાઈટ પર ચેક કરી લો.
10 રૂપિયાની નોટ અંગે ખોટો દાવો કરનાર ઈન્સ્ટાગ્રામ યુઝરની પ્રોફાઈલને અમે સ્કેન કરી. યુઝરના લગભગ 1 લાખ 79 હજાર ફોલોઅર્સ છે.
निष्कर्ष: 29 માર્ચથી 10 રૂપિયાની નોટ બંધ થવાનો દાવો અફવા છે. RBIએ આ પ્રકારની કોઈ સૂચના જાહેર કરી નથી.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923