X
X

Fact Check: ફરી વાયરલ થયો ભારતમાં કેડબરીની પ્રોડક્ટ્સમાં બીફ હોવાનો દાવો

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે કેડબરીનો વાયરલ સ્ક્રીનશોટ વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાની વેબસાઈટનો છે. એટલે કે કંપનીએ આ માહિતી ઓસ્ટ્રેલિયા માટે આપી હતી. આ અંગે કેડબરી દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું. તેમણે વાયરલ દાવાને નકારી કાઢતાં કહ્યું હતું કે કંપની ભારતમાં શાકાહારી પ્રોડક્ટ બનાવે છે અને વેચે છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) કેડબરીના એક સ્ક્રીનશૉટને સોશિયલ મીડિયા પર શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે કંપની ભારતમાં બીફ પ્રોડક્ટ્સ વેચી રહી છે. કંપનીએ પોતે આ વાતનો સ્વીકાર કર્યો છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે કેડબરીનો વાયરલ સ્ક્રીનશોટ વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાની વેબસાઈટનો છે. એટલે કે કંપનીએ આ માહિતી ઓસ્ટ્રેલિયા માટે આપી હતી. આ અંગે કેડબરી દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું. તેમણે વાયરલ દાવાને નકારી કાઢતાં કહ્યું હતું કે કંપની ભારતમાં શાકાહારી પ્રોડક્ટ બનાવે છે અને વેચે છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર ‘હિન્દુ યુવા મંડળી’એ વાયરલ તસવીરને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે, “કેડબરીની તમામ પ્રોડક્ટમાં ગાયનું માંસ અને તેની ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે, આ વાત કંપનીએ પોતે સ્વીકારી છે. શું તમે હજુ પણ તેની ચોકલેટ અને બિસ્કીટ ખાવા માંગશો?”

પોસ્ટની આર્કાઈવ લિંકને અહીં જુઓ.

તપાસ

વાયરલ સ્ક્રીનશોટને ધ્યાનથી જોતા અમને જાણવા મળ્યું કે ત્યાં એક URL છે. જ્યારે અમે તે URL વિશે સર્ચ કર્યું, તો અમને જાણવા મળ્યું કે આ ઑસ્ટ્રેલિયાની વેબસાઇટ છે અને અહીં ઉપલબ્ધ માહિતી ઑસ્ટ્રેલિયા માટે છે. વેબસાઈટ પર વાયરલ સ્ક્રીનશોટ ઉપલબ્ધ છે.

અમે તપાસ આગળ વધારતા કેડબરી ઈન્ડિયાની વેબસાઈટને સર્ચ કરી. અમને ત્યાં પણ આવી કોઈ માહિતી મળી નથી.

તપાસ દરમિયાન અમે વાયરલ દાવા સાથે સંબંધિત એક સ્પષ્ટીકરણ પોસ્ટ કેડબરીના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર મળી. કેડબરીએ એમજે નામના એક યુઝરને જવાબ આપતા જણાવ્યું છે કે આ સ્ક્રીનશોટ ભારતનો નથી. કંપનીની ઈમેજને ખરાબ કરવા માટે આ પ્રકારની ખોટી માહિતી શેર કરવામાં આવી રહી છે.

વધુ માહિતી માટે અમે મેઈલ દ્વારા કેડબરીની અમેરિકન કંપની મોન્ડેલેઝ સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે વાયરલ દાવો ખોટો છે. આ સ્ક્રીનશોટ ભારતનો નથી. ભારતમાં વેચાતી કેડબરીની તમામ પ્રોડક્ટ્સ શાકાહારી છે.

આ દાવો સોશિયલ મીડિયા પર પહેલા પણ વાયરલ થઈ ચૂક્યો છે. વિશ્વાસ ન્યૂઝે તે દરમિયાન તેની ફેક્ટ ચેક કરી હતી. સંપૂર્ણ રિર્પોટને અહીં વાંચી શકાય છે.

છેલ્લે અમે વાયરલ સ્ક્રીનશોટને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું છે કે યુઝર એક વિચારધારા સંબંધિત પોસ્ટને શેર કરે છે. યુઝરને લગભગ પાંચ હજાર લોકો ફોલો કરે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે કેડબરીનો વાયરલ સ્ક્રીનશોટ વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાની વેબસાઈટનો છે. એટલે કે કંપનીએ આ માહિતી ઓસ્ટ્રેલિયા માટે આપી હતી. આ અંગે કેડબરી દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું. તેમણે વાયરલ દાવાને નકારી કાઢતાં કહ્યું હતું કે કંપની ભારતમાં શાકાહારી પ્રોડક્ટ બનાવે છે અને વેચે છે.

  • Claim Review : ભારતમાં કેડબરી બીફની પ્રોડક્ટ્સ વેચી રહી છે.
  • Claimed By : ફેસબુક યુઝર- હિન્દુ યૂવા મંડળી
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later