Fact Check: ઉજ્જૈનમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીનું નથી થયું એન્કાઉન્ટર, વાયરલ પોસ્ટ ફેક છે
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ફેક સાબિત થઈ. ઉજ્જૈનમાં સગારા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમનું એન્કાઉન્ટર થયું નથી.જે જીવિત છે.
- By: Ashish Maharishi
- Published: Oct 5, 2023 at 10:54 AM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)ઉજ્જૈનમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમના એન્કાઉન્ટરના નામે એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પોલીસે દુષ્કર્મીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે.
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. તે ફેક સાબિત થઈ. આરોપી જીવિત છે. શરૂઆતમાં આરોપીઓનું એન્કાઉન્ટર થયું હોવાના કેટલાક સમાચાર આવ્યા હતા. બાદમાં આ વાત ખોટી સાબિત થઈ હતી.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર આશિષ શર્માએ 28 સપ્ટેમ્બરે એક પોસ્ટ કરીને દાવો કર્યો કે, “ઉજ્જૈનમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર નારાધમ મેડિકલ ટેસ્ટ કરાવતી વખતે હોસ્પિટલમાંથી ભાગવાના ચક્કરમાં પોલીસ દ્વારા માર્યો ગયો, આ ઘટનામાં બે પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થઈ ગયા..! આ નવું ભારત છે, દીકરીઓ સાથે જે કોઈ ખોટું કરશે તેને બક્ષવામાં નહીં આવે!”
સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઘણા અન્ય યુઝર્સે આ વીડિયોને સમાન દાવા સાથે શેર કર્યો છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.
તપાસ
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ માટે સૌથી પહેલા ગૂગલ ઓપન સર્ચ ટૂલનો ઉપયોગ કર્યો. સંબંધિત કીવર્ડના આધારે સર્ચ કરવા પર ઘણી જગ્યાએ મીડિયા રિપોર્ટ્સ મળ્યા. 28 સપ્ટેમ્બરના રોજ ન્યૂઝ 18 વેબસાઈટ પર પ્રકાશિત એક સમાચારમાં કહેવામાં આવ્યું છે કે સગીરા પર દુષ્કર્મના આરોપી ભરત સોનીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસની ધરપકડથી બચવાના પ્રયાસમાં તે ઈજાગ્રસ્ત થઈ ગયો. પોલીસ આરોપીને ઘટના સ્થળ પર લઈ ગઈ હતી. તે જ સમયે આરોપીએ પોલીસકર્મીઓને ધક્કો માર્યો અને ભાગવાનો પ્રયાસ કર્યો. તેને પકડવાના પ્રયાસમાં બે પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. આ સમાચારને અહીં વાંચો.
સર્ચ દરમિયાન ઝી ન્યૂઝની યુટ્યુબ ચેનલ પર એક સમાચાર મળ્યા. 28 સપ્ટેમ્બરના આ સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે સગીરા પર બળાત્કારની ઘટના 25 સપ્ટેમ્બરે બની હતી. મુખ્ય આરોપી પોલીસથી બચવાના ચક્કરમાં ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. આમાં ક્યાંય એન્કાઉન્ટરનો ઉલ્લેખ નહોતો.
ગૂગલ ઓપન સર્ચ દરમિયાન નઈદુનિયાની વેબસાઈટ પર એક સમાચાર મળ્યા. 29 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત થયેલા આ સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, “કિશોરી પર દુષ્કર્મના આચરનાર નરાધમને સજા અપાવવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ડીએનએ અને બ્લડ સેમ્પલ રિપોર્ટ જેવા વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવામાં વ્યસ્ત છે. સીસીટીવીની અસલ હાર્ડ ડિસ્ક પણ જપ્ત કરવામાં આવશે. આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે. ઉજ્જૈન બાર એસોસિએશને આરોપીનો કેસ નહીં લડવાનો નિર્ણય લીધો છે. આરોપીને સાત દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. ભાગતી વખતે પડી જવાથી ઘાયલ થયેલા આરોપીના પગનું શુક્રવારે જિલ્લા હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું.” આ સમાચાર અહીં વાંચો.
તપાસ દરમિયાન અમને ઉજ્જૈન એસપીના એક્સ હેન્ડલ પર એક પોસ્ટ મળી. 28 સપ્ટેમ્બરની આ પોસ્ટમાં એક પ્રેસનોટ અપલોડ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે પોલીસે સગીરા પર દુષ્કર્મ આચરના નરાધમની ધરપકડ કરી છે.
તપાસના અંતે નઈદુનિયાના ઉજ્જૈનના પ્રભારી સૂર્ય નારાયણ મિશ્રા સાથે સંપર્ક કરવામાં આવ્યો તેમની સાથે વાયરલ પોસ્ટને શેર કરવામાં આવી. તેમણે જણાવ્યું કે શરૂઆતમાં એન્કાઉન્ટરના સમાચાર આવ્યા હતા, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે દુષ્કર્મી જીવિત છે. વાયરલ પોસ્ટ ફેક છે.
તપાસ દરમિયાન નઈદુનિયા ડિજિટલમાં પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યાંના ડેપ્યુટી ન્યૂઝ એડિટર અરવિંદ દુબેએ જણાવ્યું કે ઉજ્જૈન દુષ્કર્મ કાંડના આરોપીઓના એન્કાઉન્ટરના સમાચાર ખોટા છે. જ્યારે પોલીસ આરોપીને સ્થળ પર લઈ ગઈ ત્યારે આ અફવા ફેલાઈ હતી. આરોપીએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો અને પકડાઈ ગયો. તે દરમિયાન તે પડી ગયો હતો અને ઈજાગ્રસ્ત થયો હતો.
તપાસના અંતે ફેક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી. આ દરમિયાન જાણવા મળ્યું કે આશિષ શર્મા નામનો આ યુઝર શાહજહાંપુરમાં રહે છે. આ એકાઉન્ટને ડિસેમ્બર 2020માં બનાવવામાં આવ્યું હતું.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ફેક સાબિત થઈ. ઉજ્જૈનમાં સગારા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમનું એન્કાઉન્ટર થયું નથી.જે જીવિત છે.
- Claim Review : ઉજ્જૈન દુષ્કર્મના આરોપીનું એન્કાઉન્ટ
- Claimed By : ફેસબુક યુઝર આશીષ શર્મા
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.