Fact Check: તેજસ્વી યાદવના વીડિયોની સાથે કરવામાં આવી છે છેડછાડ, એડિટેડ વીડિયો વાયરલ
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ વીડિયો ફેક સાબિત થયો. તેજસ્વી યાદવના વીડિયોમાં પીએમ મોદીના ભાષણને બદલીને વાયરલ વીડિયોને બનાવવામાં આવ્યો છે.
- By: Ashish Maharishi
- Published: May 24, 2024 at 12:09 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) દેશમાં લોકસભા ચૂંટણીની વચ્ચે બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને RJD નેતા તેજસ્વી યાદવનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં તેમને એક બ્લૂટૂથ સ્પીકરની મદદથી જનતાને પીએમ મોદીનું ભાષણ સંભળાવતા બતાવવામાં આવ્યા છે. વીડિયોમાં પીએમ મોદીને આરજેડી પર પ્રહાર કરતા ઘાસચારા કૌભાંડ અને અન્ય કૌભાંડો પર બોલતા સાંભળી શકાય છે.
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. જાણવા મળ્યું કે તેજસ્વી યાદવના વીડિયોની સાથે છેડછાડ કરીને વાયરલ વીડિયોને તૈયાર કરવામાં આવ્યો છે. ઓરિજનલ વીડિયોમાં તેજસ્વી યાદવ પીએમ મોદીના જૂના ભાષણને સંભળાવી રહ્યા હતા, જેમાં તેઓ મોંઘવારી પર બોલી રહ્યા હતા. વાયરલ વીડિયોમાં તે ઓડિયો હટાવીને પીએમ મોદીના તે ભાષણને જોડી દીધું, જેમાં તેમણે RJD પર આકરા પ્રહારો કર્યા હતા. અમારી તપાસમાં વાયરલ વીડિયો એડિટેડ સાબિત થયો.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર Amrita Bhushan Rathodએ 17 મેના રોજ એક વીડિયો પોસ્ટ કર્યો. જેમાં પીએમ મોદીને આરજેડી વિરુદ્ધ બોલતા સાંભળી શકાય છે.
આ વીડિયોને ફેસબુક સિવાય એક્સ પર પણ વાયરલ કરવામાં આવી રહ્યો છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.
તપાસ
વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયોની તપાસ કરવા માટે સૌથી પહેલા તેની કીફ્રેમ્સ કાઢી. પછી તેને ગૂગલ લેન્સ ટૂલ દ્વારા સર્ચ કર્યું. ઓરિજનલ વીડિયો અમને આરજેડીની યુટ્યુબ ચેનલ પર મળ્યો. 30 એપ્રિલ 2024ના રોજ તેને લાઇવ કરવામાં આવ્યું હતું. આ વીડિયો બિહારના મધુબનીમાં યોજાયેલી વિશાળ જન આશીર્વાદ સભાનો છે.
વીડિયોના 27 મિનિટ પછી જોઈ શકાય છે કે તેજસ્વી યાદવ પીએમ મોદી પર નિશાન સાધતા એક બ્લૂટૂથ સ્પીકર પર તેમનું ભાષણ સંભળાવે છે. જેમાં પીએમ મોદીને એમ કહેતા સાંભળી શકાય છે કે તમે મને જણાવો જો આ પ્રકારથી મોંઘવારી વધતી રહેશે તો ગરીબ શું ખાશે. પરંતુ વડાપ્રધાન મોંઘવારી પર બોલવા માટે તૈયાર નથી. તેમનો અહંકાર એટલો બધો છે કે મોંઘવારી વિશે એક પણ શબ્દ બોલવા માટે તૈયાર નથી….
ઓરિજિનલ વીડિયોને જોયા બાદ એ સ્પષ્ટ થઈ ગયું કે વાયરલ વીડિયોમાં પીએમ મોદીના ભાષણને અલગથી જોડવામાં આવ્યું છે, જેમાં તેઓ RJD વિરુદ્ધ બોલ્યા હતા.
હવે જે ભાષણમાં પીએમ મોદી આરજેડી વિરુદ્ધ બોલ્યા હતા, તે શોધવા માટે ગૂગલ ઓપન સર્ચ ટૂલનો ઉપયોગ કર્યો. આ દરમિયાન અમને દૈનિક જાગરણની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો મળ્યો. 27 જૂન 2023ના રોજ અપલોડ કરવામાં આવેલા આ વીડિયોમાં 1:41 કલાક પછી પીએમ મોદીને વાયરલ વીડિયોવાળી વાત કહેતા સાંભળી શકાય છે. પીએમ મોદીએ આ ભાષણ મધ્યપ્રદેશમાં આયોજિત બૂથ લેવલના કાર્યકરોના એક સંમેલનમાં આપ્યું હતું.
વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા દૈનિક જાગરણના બિહારના બ્યુરો ચીફ અરુણ અશેષ સાથે સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ વીડિયોને શેર કર્યો. તેમણે પુષ્ટિ કરતા જણાવ્યું કે વાયરલ વીડિયો એડિટેડ છે.
Claim Review :
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ વીડિયો ફેક સાબિત થયો. તેજસ્વી યાદવના વીડિયોમાં પીએમ મોદીના ભાષણને બદલીને વાયરલ વીડિયોને બનાવવામાં આવ્યો છે.
- Claim Review : તેજસ્વી યાદવે જનતાને સંભાળ્યું પીએમ મોદીનું ભાષણ
- Claimed By : FB User Amrita Bhushan Rathod
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.