Fact Check: સુપ્રીમ કોર્ટના વકીલ ભાનુ પ્રતાપ સિંહનો વીડિયો ફરી હિમાલયા કંપનીના સ્થાપકના નામે થયો વાયરલ
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે રિલાયન્સ અને પતંજલિના બહિષ્કારની વાતો કરી રહેલા વ્યક્તિ હિમાલયા કંપનીના માલિક નહીં, પરંતુ સુપ્રીમ કોર્ટના વકીલ ભાનુ પ્રતાપ સિંહ છે. વાયરલ વીડિયો વર્ષ 2020માં થયેલા CAA સામેના વિરોધ પ્રદર્શન વખતનો છે. હિમાલયાના સ્થાપકનું નામ મોહમ્મદ મનલ છે અને તેમનું નિધન વર્ષ 1986માં થઈ ચૂક્યું છે.
- By: Pragya Shukla
- Published: Mar 5, 2024 at 03:13 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) રિલાયન્સ અને પતંજલિના બહિષ્કારની વાતો કરી રહેલા એક વ્યક્તિનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે બહિષ્કારની વાતો કરી રહેલા આ વ્યક્તિ હિમાલયા કંપનીના માલિક મોહમ્મદ મનલ છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે રિલાયન્સ અને પતંજલિના બહિષ્કારની વાતો કરી રહેલા વ્યક્તિ હિમાલયા કંપનીના માલિક નહીં, પરંતુ સુપ્રીમ કોર્ટના વકીલ ભાનુ પ્રતાપ સિંહ છે. વાયરલ વીડિયો વર્ષ 2020માં થયેલા CAA સામેના વિરોધ પ્રદર્શન વખતનો છે. હિમાલયાના સ્થાપકનું નામ મોહમ્મદ મનલ છે અને તેમનું નિધન વર્ષ 1986માં થઈ ચૂક્યું છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર ‘સુનીલ બોરકર’એ 14 ફેબ્રુઆરી 2024ના રોજ વાયરલ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “રિલાયન્સ અને પતંજલિને કારણે આની કમર તૂટી રહી છે* આ જેહાદી હિમાલયા કંપનીનો માલિક છે* આ જેહાદી આયુર્વેદિકમાંથી બ્યુટી પ્રોડક્ટ્સ બનાવે છે* Liv 52 સિરપથી લઈને હિમાલયન સેનિટાઈઝર સુધીનું બધું બનાવે છે* નામ સાંભળીને જ આપણે ભટકાઈ જઈએ છીએ* આને ખરીદવાનું બંધ કરો, જેહાદી ઘૂંટણિયે આવી જશે.”
પોસ્ટની આર્કાઈવ લિંકને અહીં જુઓ.
તપાસ
વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને વાયરલ વીડિયો ટાઈમ્સ એક્સપ્રેસની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર મળ્યો. વીડિયોને 25 જાન્યુઆરી 2020ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. અહીં અપાયેલી જાણકારી અનુસાર, વાયરલ વીડિયો દિલ્હીના મુસ્તફાબાદમાં CAAના વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શનનો છે. વ્યક્તિનું નામ ભાનુ પ્રતાપ સિંહ છે અને તેઓ પ્રદર્શનમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે લોકોને સંબોધિત કરતા રિલાયન્સ અને પતંજલિનો બહિષ્કાર કરવાની વાત કહી હતી.
મળતી માહિતીના આધારે અમે ગૂગલ પર એકવાર ફરી સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કરવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન અમને ભાનુ પ્રતાપ સિંહના ઈન્ટરવ્યૂ વીડિયો અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ મળ્યા. વીડિયો અને સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ માહિતી અનુસાર, તેઓ સુપ્રીમ કોર્ટના વકીલ અને રાષ્ટ્રીય જનહિત સંઘર્ષ પાર્ટીના અધ્યક્ષ છે.
હિમાલયા કંપની વિશે જાણવા માટે અમે હિમાલયાની ઓફિશિયલ વેબસાઇટ પર શોધવાનું શરુ કર્યુ. વેબસાઈટ અનુસાર, એમ. મનલે કંપનીને શરૂ કરી હતી અને 1986માં તેમનું અવસાન થયું હતું.
આ વીડિયો પહેલા પણ આ જ દાવાની સાથે વાયરલ થઈ ચૂક્યો છે. ત્યારે વિશ્વાસ ન્યૂઝે ભાનુ પ્રતાપ સિંહ સાથે સંપર્ક કરી વાત કરી હતી. તેમણે અમને જણાવ્યું હતું કે આ વીડિયો મારો છે. આ વીડિયો દિલ્હીના મુસ્તફાબાદનો છે, જ્યારે મેં ત્યાં લોકોને સંબોધિત કર્યા હતા. મારે હિમાલયા કંપની સાથે કોઈ લેવા દેવા નથી.
અંતે અમે વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝર એક વિચારધારા સાથે જોડાયેલી પોસ્ટને શેર કરે છે. યુઝરે પોતાની પ્રોફાઇલ પર પોતાને મહારાષ્ટ્રનો રહેવાસી ગણાવ્યો છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે રિલાયન્સ અને પતંજલિના બહિષ્કારની વાતો કરી રહેલા વ્યક્તિ હિમાલયા કંપનીના માલિક નહીં, પરંતુ સુપ્રીમ કોર્ટના વકીલ ભાનુ પ્રતાપ સિંહ છે. વાયરલ વીડિયો વર્ષ 2020માં થયેલા CAA સામેના વિરોધ પ્રદર્શન વખતનો છે. હિમાલયાના સ્થાપકનું નામ મોહમ્મદ મનલ છે અને તેમનું નિધન વર્ષ 1986માં થઈ ચૂક્યું છે.
- Claim Review : હિમાલયા કંપનીના માલિકે રિલાયન્સ અને પતંજલિની પ્રોડક્ટસનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે.
- Claimed By : ફેસબુક યુઝર 'સુનીલ બોરકર'
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.