તથ્ય તપાસ: શાળાના પુસ્તકો પર ટેક્સ લેવાનો સરકારનો દાવો ખોટો છે, શાળાના પુસ્તકો કરમુક્ત છે
નિષ્કર્ષ: શાળાના પુસ્તકો પર કર વસૂલવાના દાવો કરનારી વાઈરલ પોસ્ટ નકલી છે. સરકાર દ્વારા શાળાના પુસ્તકો પર કોઈ કર લાદવામાં આવ્યો નથી
- By: Abhishek Parashar
- Published: Oct 30, 2020 at 01:54 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ). સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ઈન્ફોગ્રાફિક્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત શાળાના પુસ્તકો પર ટેક્સ લગાવનારો પહેલો દેશ બન્યો છે. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો ખોટો હોવાનું બહાર આવ્યું છે.
સરકાર દ્વારા શાળાના પુસ્તકો પર કોઈ કર લાદવામાં આવ્યો નથી.
વાયરલ પોસ્ટ શું છે?
વાયરલ ગ્રાફિક્સ (આર્કાઇવ લિંક) શેર કરતાં સોશ્યલ મીડિયા યુઝર ‘બ્લફમાસ્ટર મોદી’ એ લખ્યું છે, “સ્કૂલના પુસ્તકો પર ટેક્સ લગાવવાનો ભારત પ્રથમ દેશ બન્યો છે
ભારત અભણ રહેશે
તો જ ભારત ભક્ત બનશે. “
તપાસ કરતા સુધીમાં પાંચ હજારથી વધુ લોકોએ આ પોસ્ટને શેર કરી છે. સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર, અન્ય ઘણા યુઝર્સે આ પોસ્ટમાં કરેલા દાવાને સાચું હોવાનું માનીને, તેમની પ્રોફાઇલ પર શેર કરી છે
તપાસ
વાઈરલ પોસ્ટમાં શાળાના પુસ્તકો પર કરનો દાવો કરવામાં આવ્યો છે. દેશમાં લાગુ કરેલા નવા કરવેરા હેઠળ હવે માલ અને સેવાઓ પર જીએસટી (ગુડ્સ અને સર્વિસ ટેક્સ) લગાવવામાં આવે છે. પુસ્તકો પરના કર અંગેની માહિતી માટે, અમે ટેક્સ સ્લેબ અને તેમાં શામેલ વસ્તુઓની યાદિ શોધી.
કર અને તેની સાથે સંબંધિત માહિતી આપતી ઘણી વેબસાઇટ્ પર ઉપલબ્ધ માહિતી અનુસાર પુસ્તકો અને અખબારો જેવી મુદ્રિત સામગ્રી પરનો જીએસટી રેટ શૂન્ય છે. પ્રકરણ 49 માં આ વિશે સંપૂર્ણ માહિતી યાદિ સાથે પૂરી પાડવામાં આવી છે.
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી દ્વારા આની ખરાઈ થાય છે, જેમાં છાપેલા પુસ્તકો પર શૂન્ય કરની માહિતી આપવામાં આવી છે.
આ પછી, અમે સમાચારની શોધની મદદ લીધી. શોધમાં અમને આવા ઘણા લેખો મળ્યાં, જેમાં પુસ્તકો પર શૂન્ય કર અંગેની માહિતી આપવામાં આવી છે. ધ હિન્દુ બિઝનેસ લાઇનની વેબસાઇટ પર 27 જાન્યુઆરી 2018 ના રોજ પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, પુસ્તકો પર શૂન્ય ટકા જીએસટી હોવાનો ઉલ્લેખ છે.
અહેવાલ મુજબ પુસ્તકોને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે, પરંતુ તેમ હોવા છતાં તેની કિંમતોમાં વધારો થઈ શકે છે અને તેનુ કારણ છે લેખકોને આપવામાં આવતા, બંધનકર્તા અને રોયલ્ટી પરના 12% જીએસટી ટેક્સને કારણે છે.
આ માટે અમે કર અને રોકાણના નિષ્ણાત અને અપના પૈસાના મુખ્ય સંપાદક બળવંત જૈનનો સંપર્ક કર્યો. અમે તેમને પૂછ્યું કે શું પ્રકાશકોને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળી નથી, તે કહેવું યોગ્ય છે કે સરકારે પુસ્તકો પર ટેક્સ લગાડિ દિધો છે. તેમણે કહ્યું, ‘તે કહેવું ખોટું છે. જીએસટી ફાઇલ કરવામાં પુસ્તકોને બાકાત રાખવામાં આવ્યા છે. ઇનપુટ ટેક્સની વાત કરીએ તો આવી કોઈ બાબત નથી, જેના પર આપણે ટેક્સ ભરવો પડતો નથી. ‘
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સના સત્તાવાર ટ્વિટર હેન્ડલે પણ દાવાને નકારી કાઢયો કે જે કહે છે કે કેન્દ્ર સરકારે શાળાના પુસ્તકો ઉપર કર લાગુ કર્યો છે. સરકારે શાળામાં ભણાવવામાં આવતા પુસ્તકો પર કોઈ કર લગાવ્યો નથી.
વાયરલ થયેલી પોસ્ટને શેર કરનારા પેજના ફેસબુક પર પાંચ મિલિયનથી વધુ લોકો આ પેજને ફોલો કરે છે. આ પેજ માર્ચ 2013 થી સક્રિય છે.
निष्कर्ष: નિષ્કર્ષ: શાળાના પુસ્તકો પર કર વસૂલવાના દાવો કરનારી વાઈરલ પોસ્ટ નકલી છે. સરકાર દ્વારા શાળાના પુસ્તકો પર કોઈ કર લાદવામાં આવ્યો નથી
- Claim Review : स्कूल की किताबों पर टैक्स लगाने वाला पहला देश बना भारत अनपढ़ रहेगा इंडिया तभी तो भक्त बनेगा इंडिया
- Claimed By : Bluffmaster Modi
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.