Fact Check: મહારાણા પ્રતાપના હથિયારોના વજનને લઈને ફરીથી ખોટો દાવો વાયરલ
- By: Sharad Prakash Asthana
- Published: May 16, 2023 at 11:44 AM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): મહારાણા પ્રતાપની જયંતીના દિવસે 9 મેના રોજ સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે એક પોસ્ટને શેર કરી છે. કેટલાક યુઝર્સે તેમના હશિયારોના વજનને લઈને દાવો કર્યો છે કે મહારાણા પ્રતાપ 208 કિલોનું વજન લઈને લડતા હતા. તેમનો ભાલો 81 કિલો અને કવચ 72 કિલો હતું. તેમના બખ્તર, ભાલા, ઢાલ અને બે તલવારોનું વજન કુલ 208 કિલો હતું. તેમનું પોતાનું વજન 110 કિલો અને ઊંચાઈ 7 ફૂટ 5 ઇંચ હતી.
વિશ્વાસ ન્યૂઝને પોતાની તપાસમાં જણાવા મળ્યું કે મહારાણા પ્રતાપને લઈને સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. તેમના હથિયારોનું કુલ વજન 35 કિલો હતું. આ અસ્ત્ર-શસ્ત્ર ઉદયપુરના મ્યૂઝિયમમાં રાખવામાં આવ્યા છે. તેમનું કદ પણ સામાન્ય લોકોની જેમ 5’8″-5’10″ની વચ્ચે હતું.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર દેવેન્દ્ર સિંહ (આર્કાઇવ લિંક)એ 9 મેના રોજ લખ્યું, ”208 કિલોનું વજન લઈને લડતા હતા પ્રતાપ, મહારાણા પ્રતાપના ભાલાનું વજન 81 કિલો હતું અને તેમના છાતીના બખ્તરનું વજન 72 કિલો હતું. તેમના ભાલા, બખ્તર, ઢાલ અને બે તલવારોનું વજન 208 કિલો હતું. મહારાણા પ્રતાપનું વજન 110 કિલો… અને ઊંચાઈ 7 ફૂટ 5 ઈંચ હતી. આશ્ચર્યની વાત એ છે કે પ્રતાપ યુદ્ધના મેદાનમાં આટલું વજન લઈને લડતા હતા.”
તપાસ
મહારાણા પ્રતાપને લઈને કરવામાં આવી રહેલા દાવાની તપાસ માટે અમે સૌથી પહેલા કીવર્ડથી આ વિશે ગૂગલ પર સર્ચ કર્યું. 19 જાન્યુઆરી 2022એ TV9માં આ વિશે સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ મુજબ, “મહારાણા પ્રતાપના અસ્ત્ર-શસ્ત્રોના વજનને લઈને ઉદયપુર મ્યુઝિયમમાં એક બોર્ડ લાગેલું છે. આમાં જણાવવામાં આવ્યું છે કે તેમના અસ્ત્ર-શસ્ત્રનું કુલ વજન લગભગ 35 કિલોગ્રામ છે. તેઓ 35 કિલો વજન લઈને યુદ્ધના મેદાનમાં જતા હતા. આમાં તેમનો ભાલો પણ સામેલ છે. માનવામાં આવી રહ્યું છે કે ભાલાનું વજન લગભગ 17 કિલો હતું. ઉદયપુરના આસિસ્ટન્ટ ટુરઝમ ઓફિસર જિતેન્દ્ર માળીએ પણ પુષ્ટિ કરી છે કે મહારાણા પ્રતાપના અસ્ત્ર-શસ્ત્રનું કુલ વજન 35 કિલો હતું.
વન ઈન્ડિયામાં 2 જૂન 2022ના રોજ પ્રકાશિત સમાચાર અનુસાર, “9 મે 1540ના રોજ મહારાણા પ્રતાપનો જન્મ રાજસ્થાનના કુંભલગઢ કિલ્લામાં થયો હતો. તેમણે ઉદયપુરના ચાવંડમાં 19 જાન્યુઆરી 1597ના રોજ અંતિમ શ્વાસ લીધા. તેઓ 35 કિલોથી વધુ વજનનું બખ્તર, તલવાર અને ભાલા સાથે લડતા હતા. ઉદયપુરના સિટી પેલેસ મ્યુઝિયમમાં તેમના હથિયારોનું કુલ વજન 35 કિલો જણાવવામાં આવ્યું છે. દાવો કરવામાં આવે છે કે તેમની ઉંચાઈ 7 ફૂટથી વધુ હતી, પરંતુ તેના કોઈ નક્કર પુરાવા નથી.”
યુટ્યુબ ચેનલ નારદમણી જ્ઞાની ધુમક્કડ પર 30 ઓગસ્ટ 2019ના રોજ અપલોડ વીડિયોમાં ઉદયપુર સિટી પેલેસ મ્યુઝિયમમાં રાખવામાં આવેલા મહારાણા પ્રતાપના અસ્ત્ર-શસ્ત્રોને જોઈ શકાય છે. આમાં મ્યૂઝિયમમાં લાગેલા બોર્ડને પણ જોઈ શકાય છે. આ અનુસાર, મહારાણા પ્રતાપના હથિયારોનું કુલ વજન 35 કિલો છે.
આ પહેલા પણ આ દાવો વાયરલ થયો હતો, ત્યારે મહારાણા ઓફ મેવાડ ચેરિટેબલ ફાઉન્ડેશનના ચીફ એડમિનિસ્ટ્રેટર ભૂપેન્દ્ર સિંહે વિશ્વાસ ન્યૂઝને જણાવ્યું હતું, સામાન્ય રીતે મેવાડના લોકો ઊંચાઈમાં ટૂંકા હતા, જ્યારે પશ્ચિમ રાજસ્થાનના રહેવાસીઓ 6 ફૂટથી 6 ફૂટ 6 ઈંચ સુધીના હતા. સામાન્ય ભારતીયોની જેમ જ મહારાણા પ્રતાપની ઊંચાઈ પણ 5’8″ થી 5’10” ની વચ્ચે હતી. તેમની તલવારનું વજન લગભગ બે કિલો હતું, જ્યારે શસ્ત્રોનું કુલ વજન 34.618 કિલો હતું. તેમાં બંદૂકો અને અન્ય શસ્ત્રો સહિત ભાલા અને બખ્તરનો પણ સમાવેશ થાય છે. આ સાથે તેમણે અમને મહારાણા પ્રતાપના હથિયારોની માહિતી પણ મોકલી હતી. જે મુજબ, તેમના બખ્તરનું વજન 16.295 કિલો હતું અને તેમના 7 ફૂટ 10 ઇંચના ભાલાનું વજન 2.9 કિલો હતું.
આ અંગે ઉદયપુરમાં દૈનિક જાગરણના પ્રતિનિધિ સુભાષ શર્માનું કહેવું છે, “ઉદયપુર સિટી પેલેસ મ્યુઝિયમમાં મહારાણા પ્રતાપના શસ્ત્રો વિશે માહિતી આપવામાં આવી છે. તેઓ લગભગ 35 કિલો વજનના હથિયારો લઈને યુદ્ધના મેદાનમાં ઉતરતા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો દાવો ખોટો છે.
અમે ખોટો દાવો કરનાર ફેસબુક યુઝર ‘દેવેન્દ્ર સિંહ’ની પ્રોફાઈલ સ્કેન કરી. આ મુજબ તેઓ ઉત્તર પ્રદેશના લલિતપુરના રહેવાસી છે અને તેમના લગભગ 11,000 ફોલોઅર્સ છે.
નિષ્કર્ષ: મહારાણા પ્રતાપના ભાલા અને બખ્તરના વજનની સાથે અન્ય અસ્ત્રો-શસ્ત્રોના વજનને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. તેમના હથિયારોનું કુલ વજન લગભગ 35 કિલો હતું. તેમાં લગભગ 17 કિલો વજનનું બખ્તર અને લગભગ 3 કિલોના વજનનો ભાલો પણ સામેલ છે.
- Claim Review : મહારાણા પ્રતાપ 208 કિલો વજન સાથે લડતા હતા. તેનો ભાલો 81 કિગ્રા અને બખ્તર 72 કિગ્રા હતો.
- Claimed By : FB User- દેવેન્દ્ર સિંહ
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.